________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૪૫
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૩] છે તેને તોડવું હોય તો તેની સાંધ જોઈને, છીણી ઉપર ઘણ મારે તો લાકડું ફાટીને સાંઘથી જુદું પડે છે. તેમ જડ-ચેતનની સૂક્ષ્મ સંધિ સમજવી જોઈએ. ચૈતન્યમૂર્તિમાં સાંધ નથી, પણ આ પરપ્રકૃતિ મોહકર્મ સાથે જોડાણ વર્તમાન અવસ્થામાં દેખાય છે તે હું નહિ, એમ જ્ઞાનભાવે જાણ્યું અને સાચી શ્રદ્ધાપૂર્વક ભેદજ્ઞાનની છીણી વડ, અંતરની સ્થિરતાના પુરુષાર્થરૂપ મોઘરીનો માર પડ્યો કે એ મોહકર્મની સંધિ, કર્મની ગાંઠ છૂટી જાય છે અને પવિત્ર જ્ઞાનદશા-સ્વરૂપાચરણ શક્તિ પ્રગટ થાય છે. ૧૦૨ હવે મિથ્યાદર્શન અને મિથ્યાચારિત્ર હણવાનો અચૂક ઉપાય કહે છે:
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ મોહનીય કર્મના બે ભેદ છેઃ (૧) દર્શનમોહનીય, (૨) ચારિત્રમોહનીય. દર્શનમોહનીયમાં જોડાવાથી જીવને મિથ્યાત્વભાવ થાય છે. મિથ્યાત્વ એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિ, તેનું બીજું નામ સ્વ-સ્વરૂપમાં ભૂલ છે. અભિપ્રાયની ભૂલ તે જ પરમાર્થને વિષે મિથ્થાબુદ્ધિ છે.
આત્માને પરાધીનતાનો ભાવ હોય ત્યાં સુધી પરવસ્તુમાં હિતબુદ્ધિ કે પુણ્યાદિ કોઈ પણ પરવસ્તુમાં પ્રેમ રહે છે અને નિમિત્તાધીન વૃત્તિ છૂટતી નથી. તેથી શ્રીમદે પહેલી જ ગાથામાં કહ્યું છે કે “જે સ્વરૂપ સમજ્યા વિના,” સ્વરૂપ સમજ્યો નહિ તેથી પરને પોતાનું માન્યું. શુભરાગ કર્મભાવને ધર્મ માને, ઠીક માને તે લૌકિક માર્ગ છે, રાગથી ધર્મ માનવારૂપ ભ્રાંતિવડે, જ્ઞાતાપણું ભૂલીને પરદ્રવ્યનો કર્તા અને સ્વામી જીવ થાય છે, અને તેને સાધન માને છે; બાહ્ય સાધનથી એટલે કે બંધભાવથી આત્માનો મોક્ષમાર્ગ માન્યો, તે જ દર્શનમોહરૂપ ભ્રમણા છે. કોઈ બહારની દયા આદિ રાગભાવને પરમાર્થ માને, ઠીક માને તો તે અજ્ઞાનભાવ છે. પરદયા તે મોહભાવના પરિણામ-મંદકષાય છે. તે શુભભાવને પોતાનો ગુણ માનવો અને એ પુણ્યપરિણામની ખતવણી પરમાર્થધર્મમાં કરવી, તે અપરમાર્થને પરમાર્થ માન્યો છે, તે પાપાનુંબંધી પુણ્ય છે. તેના ફળમાં હિંસાનો યોગ મળશે; તે સંસારમાં રખડવાનો ઉપાય છે. પુણ્ય તો જ્ઞાનીને પણ થઈ જાય, પણ તેને પરમાર્થરૂપ ધર્મ તે માનતો નથી. પોતાના અંતરંગ અભિપ્રાયમાં તેની ખતવણી કેમ છે તેનો નિર્ણય કોણ કરે? જ્યાં લગી અંતરંગ પરિણામનું ભાન નથી, ત્યાં લગી સ્વરૂપની ભ્રમણા છે, તેથી કહ્યું કે, “સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત' કારણ કે દર્શનમોહરૂપ ઊંધો અભિપ્રાય છે અને મિથ્થાબોધ છે તે સમ્યગ્દર્શનને અને સાચા બોધને હણે છે. એ બંધપંથને ટાળવાને શુદ્ધાત્માનુભવરૂપ સમ્યગ્બોધ તે મિથ્થાબોધને હણે છે, અને સાચી વીતરાગતા ચારિત્રમોહને હણે છે. એ બેમાં જ મોક્ષમાર્ગનું રહસ્ય આવે છે. દર્શનમોહ એટલે પરમાર્થમાં અપરમાર્થબુદ્ધિ છે. એ બુદ્ધિ સાચી શ્રદ્ધા તથા સાચા બોધને હણે છે. સમ્યજ્ઞાન એટલે કે જેવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com