________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જાય છે. હું આનંદમૂર્તિ છું, કેવળ જ્ઞાતા-દ્રષ્ટા, સિદ્ધ સમાન છું, એ સસ્વભાવનો અનુભવ કરીને, પૂર્ણતાની પ્રતીત કરી, અને શુભ-અશુભ કષાયભાવથી જુદો રહ્યો, એ પ્રતીતિ જ મોહનો અભાવ કરીને પ્રગટ થઈ છે. પણ જ્ઞાનના ઉઘાડથી લાખો શાસ્ત્ર કદાચ ભણી જાય, છતાં તેને અતીન્દ્રિય સ્વાનુભવની પવિત્ર દશા એટલે કે નિર્દોષ દષ્ટિ ન થાય, અને તેમ ન થાય ત્યાં સુધી તેનું બીજાં બધું સ્વયં અપરાધરૂપ છે. કોઈને બહારની ક્રિયાનો યોગ ઘણો હોય, બળવીર્યનો ઉઘાડ ઘણો હોય, નિર્ભય દેખાતો હોય, ભાલાથી વીંધી નાખે છતાં ભય ન કરે, તોપણ તે શરીરાદિનું બળ, કાંઈ સાચી શ્રદ્ધા-સમ્યગ્દર્શનનું કારણ નથી. કોઈ ઘણા કષ્ટથી તપ કરે, ઘણા પરિષહ સહન કરે તેનાથી પણ સમ્યગ્દર્શન-આત્મજ્ઞાન પ્રગટ ન થાય, પણ જે શ્રદ્ધાળુણ છે તેને જેમ છે તેમ ઓળખીને હું જ્ઞાનાનંદ પૂર્ણ શુદ્ધ સ્વાધીન છું, એમાં જ મારી શાંતિ અને મારો આનંદ ભર્યો છે. એ જાતનું વેદન એ સમ્યક શ્રદ્ધાળુણ વડે પ્રગટે છે. મોહ ટાળવાથી સાચું સુખ-આત્મજ્ઞાનદશા પ્રગટે છે. બહારની ઘણી સગવડતા હોય, શાતા વેદનીયનો ઉદય હોય તો ધર્મ થાય તેમ પણ નથી. આયુષ્ય લાંબુ હોય તો ધર્મ થાય એમ નથી.
શરીરમાં રોગ ન હોય તો ધર્મ થાય અને શરીરમાં શક્તિ ઘણી હોય, તો જ આત્મજ્ઞાન કે ધર્મસાધન થઈ શકે તેમ પણ નથી. ધર્માત્મા નિર્ધન, રોગી ન જ હોય તેમ પણ નથી. અહીં તો કહેવું છે કે, મોક્ષનો ઉપાય કોઈ બહારની સાથે અટકવારૂપ સંબંધ રાખતો નથી. સાચી પ્રતીતિમાં વિરોધરૂપ નિમિત્ત માત્ર દર્શનમોહકર્મ છે. પણ ખરો ભાવમોહ તો પોતાના સ્વરૂપની અસાવધાની છે. કોઈ કહે કે મોહનીયકર્મ માર્ગ આપે તો ધર્મ થાય પણ તેમ નથી, કારણ કે ધર્મ તો આત્મગુણની અંતરંગ પવિત્રતાનો પુરુષાર્થ કરવાથી ઉઘડે છે. વળી નામકર્મની પ્રકૃતિ, સુંદર ભાષા, યશ-કીર્તિ વગેરે શુભ કર્મનો યોગ હોય તો જ મોક્ષસાધન પ્રગટે તેમ પણ નથી. અશુભ નામકર્મનો યોગ હોય, નીચ ગોત્ર હોય તોપણ આત્મજ્ઞાન થઈ શકે છે. જડકર્મ જીવની પવિત્ર દશા પ્રગટ ન થવા દે તેમ નથી. આઠ કર્મમાંથી માત્ર એક મોહકર્મ જ જીવને ભૂલ કરવામાં નિમિત્ત છે. એ મોહભાવ જે બંધનો પંથ છે તેને હુણ્ય જ મોક્ષનો ઉપાય થાય. અકષાયભાવે અને સાચી પ્રતીતિથી મોક્ષભાવ-અબંધદષ્ટિ પોતાવડે જ થાય છે, માટે તે ઔપાધિકભાવ અને ઉપાધિનું નિમિત્ત કેમ હણાય, તેની વિધિ હવે પછીની ગાથામાં આવશે. તાડવૃક્ષ ઘણું મોટું છે, છતાં તેની એક ઘોરી નસમાં અમુક સ્થાને એક સોય નાખો તો તે આખું તાડવૃક્ષ સુકાઈ જાય છે, કારણ કે જે સ્થાનમાં છેદ પાડીને સોયે પ્રવેશ કર્યો છે, તે છેદથી તે વૃક્ષને પોષણ મળવાનો માર્ગ અટકી ગયો, તેમ આ સંસારવૃક્ષ અનાદિ સંતતિરૂપ છે, તેમાં મોહકર્મને બરાબર ઓળખીને, તે ઉપર જો સાચી શ્રદ્ધાના પુરુષાર્થની સોય નાખે તો મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને રાગ-દ્વેષરૂપ મિથ્યાચારિત્રનો સંસારમાર્ગ રૂંધાઈ જાય છે. વૃક્ષને મૂળથી ઉખેડીએ તો તેનાં પાંદડાં ડાળીઓ ક્યાં સુધી નવપલ્લવિત લીલાં રહે? અલ્પકાળમાં સુકાઈ જાય છે. મોટું લાકડું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com