________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૨]
[૩૪૩ - આત્માના અનંત ગુણ છે, તેમાં આઠ ગુણ ને તેની પર્યાયમાં જેટલી અશુદ્ધ ઉપાદાનરૂપ યોગ્યતા છે તેટલું નિમિત્તકર્મનું આવરણ છે; બાકીના બધા ગુણની પર્યાય નિરાવરણ શુદ્ધ જ છે. અસ્તિત્વ, વસ્તુવ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ વગેરે ગુણોને આવરણ થતું નથી. અસ્તિત્વ નામનો સદ્ ગુણ (સત્ એટલે નિત્ય હોવાપણું) તેના કારણે વસ્તુનો કદી પણ નાશ થાય નહિ. જો સત્ (સત્તા =અસ્તિત્વ) ગુણનો અભાવ થાય તો જીવદ્રવ્યનો અભાવ થાય. નિગોદ-બટાટા, સકરકંદ વગેરે એકેન્દ્રિય યોનિમાં જીવ જઈ પડે છતાં, ત્યાં પણ તેના અમુક ગુણ સિવાય બધા ગુણ પ્રગટ દશામાં પણ શુદ્ધ છે. દર્શનગુણ, જ્ઞાનગુણ અને વીર્યગુણ ઉપર ગમે તેટલું આવરણ આવે છતાં, અનંતમાં ભાગે તે ગુણો ઉઘાડા રહે છે. અહીં મોહનીય કર્મની વાત કરી છે કે તેમાં જોડાણ કરનારો જીવ સ્વસ્વરૂપમાં અસાવધાન થાય છે. આત્માના આઠે ગુણને વિધ્ર કરનાર નિમિત્ત મોહનીય કર્મ છે, તે કર્મમાં જોડાય તો જીવને ભ્રમણા થાય છે, જીવ ભૂલ કરે છે. એમ ભૂલ કરવાનું ચાલુ રાખે છે તેથી સંસારમાં રખડવું થાય છે. જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય તો જ આત્મજ્ઞાન થાય, અને ઓછું જ્ઞાન હોય તો ન થાય એમ નથી. જ્ઞાનાવરણીય કર્મ કંઈ જ્ઞાનને વિપરીત કરતું નથી. જ્ઞાનનો ઉઘાડ હીન-અધિક હોય તે ગુણદોષનું કારણ નથી. જ્ઞાનાવરણીયનો ઉઘાડ તે નિર્જરાનું કે મોક્ષનું કારણ નથી, પણ દર્શનમોહનીયકર્મનો ઉપશમ કે ક્ષયોપશમ પુરુષાર્થવડે કર્યો ગુણ પ્રગટે છે. તેથી મિથ્યાજ્ઞાન પલટી સુજ્ઞાન થાય છે અને મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. આત્માનુભવ વિના જ્ઞાનાવરણીય કર્મનો ઘણો ઉઘાડ હોય અને હજારોશાસ્ત્ર કંઠસ્થ હોય, છતાં તે સંબંધી આત્માને ગુણ નથી, તેમ તેના આવરણથી આત્માનો દોષ નથી. આત્મગુણનો ઘાતક-અશાંતિ ઉત્પન્ન કરવામાં નિમિત્ત મોહકર્મ છે. શુભાશુભ રાગમાં રોકાવું એ જ બંધનો પંથ છે. આત્માનાં યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ કરવાથી તે મોહકર્મનો અભાવ થાય છે, અને મોક્ષમાર્ગ પ્રગટે છે. મોહકર્મને પુરુષાર્થ વડે જીવ ટાળે તે ઉપચાર કથન છે. મોહકર્મ તે હું નથી એમ સ્વ-પર ધર્મને જાણીને, સાચા અભિપ્રાય વડે જ્ઞાનમાત્ર સ્વભાવમાં જીવ ટકે ત્યારે દર્શનમોહકર્મનું ટળવું થાય છે. શરીર એ હું, રાગ, દયા, પુણ્યાદિ પરિણામ તે હું છું, એ મારાં છે, એ આદિ અનેક પ્રકારે પરમાં આત્મબુદ્ધિ થવી તે જ્ઞાનાવરણીય કર્મના કારણે નથી, પણ દર્શનમોહનીય કર્મના સ્વીકારના કારણે છે. તે સંબંધમાં થતી પોતાની ભૂલમાં (રાગાદિપણે ) ટકવું તે મિથ્યા ચારિત્ર છે. આ આત્યંતર દોષની વાત છે. સ્વરૂપની પ્રતીતિ અને સ્વરૂપની સ્થિરતા મોહનો અભાવ કરવાથી આત્મામાં થાય છે. કોઈ હજારો શાસ્ત્ર ભણ્યો તેથી માને કે મને આત્માનું જ્ઞાન થયું તો તે વાત જpઠી છે.
| વિપરીત અભિપ્રાય રહિત અસંયોગી શુદ્ધ આત્માની યથાર્થ સત્ય-પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે. તે ગુણ પ્રગટ કરતાં દર્શનમોહ અને અનંતાનુબંધી કષાય ટળી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com