________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પૂર્ણની રુચિ, પૂર્ણનું જ્ઞાન અને પૂર્ણનું વલણ એટલે કે જ્ઞાતાપણામાં ટકી રહેવું તે જ મોક્ષનું સાધન છે. બહારથી કોઈ કંઈક બીજાં કરવાનું કહે તો તેનાથી (બંધભાવથી) મુક્તદશા નથી. સાધ્ય અને સાધક બેઉ વાત આ ગાથામાં લીધી છે. હું જ્ઞાયક પૂર્ણ શુદ્ધ છું, સર્વાભાસ રહિત છુંએ યથાર્થ લક્ષ થયે, પૂર્ણને પહોંચી વળવાનો પુરુષાર્થ ઊપડે છે. જે ભાવે પોતાની પૂર્ણ સ્વાધીનતાનો સ્વીકાર કર્યો, પોતાનો બેહદ-અપરિમિત સ્વભાવ જાણ્યો તે ભાવ અનંત કર્મનો નાશ કરનાર છે. ૧૦૧ હવે મોહનીય કર્મ મુખ્ય છે એમ જણાવે છે :
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય હણાય; તે કહું પાઠ. ૧૦૨ ચૈતન્યતત્ત્વનું સામર્થ્ય તો જુઓ કે તે એક જ સમયમાં વિભાવપર્યાયને હણે છે. જેમ કોઈ એક મિયાણાને એટલે બળવાન દૂર ચોરને પકડવા ઘણા પોલીસોની નજર પડે છે, તેમ એક ગુણના એક પર્યાયને રોકવા અનંત પરમાણુને ભેગું થવું પડે છે, એવું ચૈતન્યનું સામર્થ્ય છે,” તેમ છતાં પણ જીવના દરેક ગુણની શક્તિ ત્રિકાળ નિર્મળ રહે છે; માત્ર વર્તમાન પ્રગટ અવસ્થામાં જ ભૂલ છે. અનંતા કર્મદળને (વિભાવને) ટાળવાનું બળ એક સમયની અવસ્થામાં છે. તે ભૂલને (અવસ્થાને ) એક સમયમાં પલટાવીને ભૂલનો નાશ કરી શકે એવું પૂર્ણ બળ પ્રભુ ચૈતન્યમાં છે. કર્મ અનંત પ્રકારનાં છે, તેને કહેવા બેસે તો પાર આવે નહિ, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકાર થાય છે, તેમાં મુખ્ય તો મોહનીયકર્મ છે. તે મોહનીયકર્મ જે ભાવે હણાય તેનો પાઠ હવે કહેશે.
[ તા. ૧૮-૧૧-૩૯] ૧૦૧ મી ગાથામાં કહ્યું કે વિકાર-વિભાવ વિનાનો શુદ્ધ અસંગ આત્મા છે એવી શ્રદ્ધા વિના તેનું સાધન પ્રગટે નહિ. જે કર્મકલંકની મલિનતા છે તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન-ઉપાય પોતાથી થાય, માટે પ્રથમ અવિરોધ તત્ત્વનો સ્વીકાર થવો જોઈએ. “ જેથી કેવળ પામીએ” અર્થાત્ શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા વડે જ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ૧૦૨ મી ગાથામાં અનંત પ્રકારનાં કર્મ છે, તેના મુખ્ય આઠ પ્રકાર છે અને તેમાં પણ મુખ્ય મોહનીયકર્મ છે, તે કેમ હણાય તે હુવે કહેશે. લોકોને અંતરંગ વિષયની વાત સમજવાની બહુ કઠણ અને ઝીણી પડે છે, કારણ કે તેમાં રુચિ નથી. સંસારના ઘણા ડાહ્યાઓ પણ આત્માની વાત આવે તેમાં મૂંઝાઈને ત્યાં ઊંધું ખતવે છે. આઠ કર્મમાંથી એકેક કર્મના અનંત પ્રકાર છે, તેની રચના શું છે, અને આત્માનું શુદ્ધપણું શું છે તેનો તેને વિચાર પણ આવતો નથી. આઠ કર્મનાં લક્ષણનું યુક્તિસર વર્ણન જાણવું હોય તેણે તત્ત્વાર્થસૂત્ર, ગોમટસાર વગેરે શાસ્ત્રોથી જાણી લેવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com