________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૧]
| [ ૩૪૧ સ્વભાવની સાચી દષ્ટિ કહો. અનંત જ્ઞાનીએ પ્રમાણ કરેલ દષ્ટિથી શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે કે, આત્મસ્વરૂપની શ્રદ્ધા, સમજણ એ જ પ્રથમ પગથિયું છે. “આત્મ સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ.” એમ ત્રણે કાળ જ્ઞાનસ્વભાવ સ્વયં શુદ્ધ છે; એમાં પરમાણુ માત્રનો ભેળસેળ, મેલ કે રાગાદિની અસર નથી; ત્રિકાળ એકરૂપ જ્ઞાયક છે આત્માની આમ સ્વાભાવિક-સાચી દષ્ટિ થયા વિના સાચી શ્રદ્ધા ન થાય. સર્વ પરભાવથી જુદો જ્ઞાન માત્ર જીવ છે, એવું પ્રથમ લક્ષ બાંધ્યું તે પૂર્ણતાને લક્ષે શરૂઆત છે. શ્રીમદે કહેલા ચૌદ નયના બોલમાં પ્રથમ વાક્ય છે કે “એવંભૂત દૃષ્ટિથી ઋજુસૂત્ર સ્થિતિ કર.” પૂર્ણની નિઃશંક પ્રતીતિ વડે વર્તમાનમાં જ અનંતાનુબંધી કષાય તોડીને સ્વભાવમાં સ્થિર થા, એટલે કે મારામાં અપૂર્ણતા કે મલિનતા ત્રણ કાળમાં નથી, એમ પૂર્ણતાનું લક્ષ-સાધ્ય કરી વર્તમાનમાં અંશે સ્વરૂપસ્થિત થાય તે સાધક છે, એક તત્ત્વને બંધન માની બેપણું માનવું તે સાચી દૃષ્ટિ નથી. ક્ષયોપથમિક ભાવ તે ઉઘાડ છે, તેનાથી સમ્યગ્દર્શન ન થાય. પૂર્ણતાને લક્ષ દર્શનમોહનીયનો ક્ષયોપશમ કરે તો સમ્યગ્દષ્ટિ થવાય છે.
કોઈ સંપ્રદાયમાં માને છે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં દ્રવ્યનિક્ષેપે અમે ચારિત્રને અને શ્રદ્ધાને ક્ષયોપશમભાવે માનીએ છીએ, પણ તે વાત ખોટી છે. મિથ્યાત્વમાં જ્ઞાનનો ઉઘાડ હોય તો ભલે, પણ તે મિથ્યાજ્ઞાનનો ઉઘાડ છે; એવો ઉઘાડ તો અભવીને પણ થાય છે. જેને યથાર્થ સ્વાનુભવથી શ્રદ્ધાળુણ પ્રગટયો તેને પરમાર્થકારણ કહ્યું છે. પૂર્ણ કારણશક્તિમાંથી સમ્યકત્વ પ્રગટયું તે જ પૂર્ણ કાર્ય પ્રગટયું તેમ ઉપચારથી કહી શકાય છે. જેને અપ્રતિહતભાવે સાધકસ્વભાવ પૂર્ણતાનો પુરુષાર્થ લઈને ઊપડ્યો તો એકાદ ભવે મોક્ષના પોતાના અંતરંગમાં ઉદ્ગારરૂપ સંદેશા લાવે છે, મોળી વાત ન લાવે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય મહારાજે પણ સમયસારમાં એક જ ભવે કેવળ પામે એવા અપ્રતિહત ભાવનો મહિમા દેખાડી, બળવાન પુરુષાર્થની-અવિચ્છિન્ન ધારાની વાત કરી છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ એ જાતનો આશય કહી ગયા છે, તેને જે સમજે તેને ઉપકાર થાય. અપ્રતિકતભાવ એટલે પાછો ન પડે તેવો જ્ઞાનબળનો પુરુષાર્થ, જે ક્ષાયિકભાવ જેવો કહેવાય છે. તીર્થકર નામકર્મ જે જીવને બંધાયું છે તેને પણ કોઈ વખત ક્ષયોપશમ સમકિત હોય છે; પછી સ્વયં ક્ષાયિક સમકિત થાય છે. વળી કોઈ જીવને અપ્રતિતભાવ હોય છે, પણ તે તીર્થકર, કેવળી કે શ્રુતકેવળીની સમીપે ક્ષાયિક સમકિત પામે છે. આત્મા પૂર્ણ શુદ્ધ આવો આવડો જ છે, એમાં પુણ્ય-પાપ આદિ પરભાવનો અંશ પણ નથી, એમ પૂર્ણ જ્ઞાયકભાવની શ્રદ્ધા થયે પૂર્ણતાને જીવ પામે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાનમાં ટકી રહેવાનું સ્વરૂપાચરણ (ચારિત્ર) રૂપ મોક્ષનું સાધન તે આત્મા જ છે. પૂર્ણતાને પહોંચી વળવાનું બળ આત્મામાં જ છે, તેમ જ આત્મા વડે, આત્મા માટે, આત્માથી, વગેરે છ કારક (સાધન) જ્ઞાનમાં જ છે. “જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત” એમ કહ્યું. પૂર્ણની શ્રદ્ધા, જ્ઞાન અને પૂર્ણનો પ્રયત્ન,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com