________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તે મોક્ષમાર્ગ છે. આત્મા પૂર્ણ શુદ્ધ કૃતકૃત્ય સિદ્ધ સમાન છે, અવિનાશી ચૈતન્યમય એટલે પૂર્ણ જ્ઞાનઘનસ્વભાવે તેનું દરેક સમયે હોવાપણું છે. સ્વાધીન પૂર્ણ જ્ઞાતાદેષ્ટાસ્વભાવનો સ્વીકાર કરવો કે આમ જ છે એવી પૂર્ણ શુદ્ધની દૃષ્ટિ થયે જ પૂર્ણને પહોંચી વળવાનો પુરુષાર્થ ઊપડે છે. સ્વાધીન અસંયોગી પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા તે નિશ્ચય અથવા સાધ્ય, અને તેમાં ટકી રહેવારૂપ સ્થિરતા, પુરુષાર્થ તે સાધન અથવા વ્યવહાર છે. એમ નિશ્ચય અને વ્યવહારરૂપ અનેકાન્ત આત્મામાં જ છે. સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એટલે સર્વ પરસંયોગ અને પરભાવથી રહિત, પરથી નાસ્તિરૂપ અને કેવળ એટલે શુદ્ધ આત્મા, તેને ઓળખીને તેમાં જ પ્રર્વર્તવું તે મોક્ષમાર્ગ છે.
પ્રશ્ન :- સાત્ત્વિક વૃત્તિ તો ઠીકને
ઉત્તર :- આત્માનાં સમ્યકશ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા વિના જે કંઈ સાત્ત્વિક ભાવશુભરાગ હોય તે કર્મભાવ છે, ઉપાધિ છે, બંધભાવ છે, અને તેને ચેતનનો માનવો તે સ્વયં મહા અપરાધ છે. તે ઉપાધિ તો ગૂમડાં છે. જેમ લોહીનું પરુ થાય છે તેમ ચેતનનો મલિન-વિકારીભાવ તે ગૂમડાં છે. તેને ઠીક માનવાં તે અજ્ઞાનભાવ છે. અનંત જ્ઞાનીનો એક જ મત છે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત કર. આત્મા જેવો, જેવડો છે તેની બેહુદતાને જાણ્યા વિના, પુણ્યાદિ ભાવની હૃદ બાંધીને પુરુષાર્થ ઉપાડે તો અશુદ્ધતા થશે. પરમાણુ-પુદ્ગલમાં જ્ઞાનનો અંશમાત્ર નથી, અને જડપણું પૂર્ણ છે. ચેતનમાં જ્ઞાનનો અંશ કોઈ કાળે ઓછો નથી, પૂર્ણ જ્ઞાનઘન છે, તેથી પરનો ઉપાધિભાવ તેમાં પ્રવેશ પામતો નથી.
શ્રીમદ્ ભગવાન કુંદકુંદાચાર્ય મહારાજ આત્મસ્વરૂપની પૂનમાં છઠે-સાતમે ગુણસ્થાને નિગ્રંથદશામાં ઝૂલતા હતા, તે વખતે અધ્યાત્મરૂપી રસમાં કલમ બોળીને, પરમાર્થ વચનોરૂપ સમયસારની છઠ્ઠી ગાથામાં નીચે મુજબ લખે છે કે :
णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो ।
एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव ।।३।। જે જ્ઞાયકભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી–એ રીતે જ્ઞાયક દ્રવ્યસ્વભાવે જ્ઞાયક જ છે; તે જ જ્ઞાયક હું શુદ્ધ છું. પ્રમત્ત એટલે સ્વરૂપનો અનુત્સાહ અને અપ્રમત્ત એટલે સ્વરૂપનો ઉત્સાહ, એ બન્નેમાં પરનિમિત્તની અપેક્ષા આવે છે. પ્રમત્તમાં કર્મના સદ્ભાવરૂપ તથા અપ્રમત્તમાં કર્મના અભાવરૂપ, એમ બન્નેમાં પરનિમિત્તની અપેક્ષા આવે છે. જ્ઞાયકભાવ અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, માટે પરાશ્રિત એટલે પર ઔપાધિકભાવ તેમાં પ્રવેશ પામતો નથી. વ્યવહારવિધિના એ ભંગ મારા અખંડ જ્ઞાનસ્વરૂપમાં નથી; આ માન્યતાનું નામ દ્રવ્યદૃષ્ટિ, સમ્યગ્દષ્ટિ કે તત્ત્વ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com