________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૧]
[૩૩૯ અંશે જે કાંઈ રાગાદિ છે તે અચારિત્ર છે પણ મિથ્યાચારિત્ર નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન થયા પછી મિથ્યા અભિપ્રાય નથી. દષ્ટિ અબંધ થઈ કે હું શુદ્ધ જ્ઞાતા-દેષ્ટા છું, એવી પવિત્ર નિર્દોષ સ્વભાવના ભાનની ભૂમિકા છે; તેમાં પુરુષાર્થની નબળાઈથી શુભ-અશુભ વૃત્તિ થઈ જાય છે, તે ભેદ અવસ્થામાં રોકાવાનું વલણ નથી, રુચિ નથી. પોતાના સ્વભાવમાં ટકીને જે શુભાશુભ વૃત્તિ આવે છે, તેનું જ્ઞાનમાં જાણવું થાય છે પણ તેમાં એકતાબુદ્ધિથી ભળવું થતું નથી. જે મોહી જીવ શુભાશુભ ભાવની જ્ઞાનમાં ગાંઠ બાંધે છે કે એ કરવા જેવા છે, મારા છે, એ ઠીક છે, એ શુભભાવ (પુણ્યભાવ) થી મને લાભ થશે એમ પરભાવને (કર્મભાવને) સાધન માને છે તે મિથ્યાષ્ટિ છે, એટલે સ્વગુણનો ઘાત કરનાર છે. એ વિભાવદશાની એટલે કે તે અજ્ઞાનની નિવૃત્તિ સમ્યજ્ઞાનથી થાય છે. ક્યા કારણથી નિવૃત્તિ થાય તે વિચારો. બાહ્ય ક્રિયાથી થાય, વિકારીભાવથી થાય, કે આત્મસ્વભાવના ભાનની પવિત્ર દશાથી થાય તે પ્રથમ સમજવું પડશે. શુભરાગ ઔદયિકભાવ છે તે ઔદયિકભાવને નિર્જરા કહેવાય નહિ. આત્મજ્ઞાનની દશામાં આત્મબળ અનુસાર અંશે અંશે રાગરહિત સ્થિરતા થવી તે સમ્યક્ ક્ષયોપશમભાવ છે. અબંધદષ્ટિથી દર્શનમોહકર્મનો બંધ થતો નથી, પણ બાહ્ય અને આત્યંતર નિવૃત્તિ થાય છે. આમાં બાહ્યનું કંઈ કરું તો થાય તેમ ન આવ્યું, કારણ કે જ્ઞાન સિવાય બાહ્યનું કોઈ કર્તવ્ય ચેતન કરી શકતો જ નથી. સાધ્ય અને સાધન (અથવા મોક્ષસ્વભાવ અને તે પામવાનો ઉપાય) એક જ્ઞાનમાત્ર આત્મામાં જ છે. ૧૦૦ હવે ધ્યેય કેવું હોય તે બતાવે છે :
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત;
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧ સ=અવિનાશી, પુણ્ય-પાપના સંકલ્પ-વિકલ્પથી અને દેવાદિ ક્ષણિક સંયોગથી રહિત નિત્ય અસંગ ચૈતન્યતત્ત્વ તે જીવ છે. જે શુભાશુભ ભાવ ટળે છે તે રાગાદિનો ટળવારૂપ સ્વભાવ છે, તે કાંઈ અવિનાશીનો સ્વભાવ નથી, કર્મભાવ વિજાતીય ભાવ છે. “સર્વ ભાવાત્તરચ્છિ” સર્વ ભાવને જાણે, ગમે તેવા પુણ્ય-પાપનો ઉદય અને સંયોગ દેખાય તેને જાણે, પણ તેનો કોઈ અંશ પોતામાં ન ભેળવે એવો જીવનો સ્વભાવ છે. રાગાદિથી જુદો ત્યારે રહી શકે કે જ્યારે પોતે પોતાનું જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તે પૂર્ણતાને લક્ષે શરૂઆત કરે. આત્મામાં જ આત્માની પૂર્ણ શુદ્ધતા છે; તેના લક્ષ વિના પૂર્ણતાને પહોંચી વળવાનો પુરુષાર્થ કેમ જાગે? માટે શ્રીમદે કહ્યું છે કે આત્મા સત્ છે, ચૈતન્યમય છે; સર્વ પદ્રવ્યથી નાસ્તિરૂપ અને સ્વચતુષ્ટયથી અતિરૂપ સ્વાધીન છે. સર્વભાવને સહજપણે જાણવારૂપ જ્ઞાતાદ્રષ્ટા છે. સર્વ વિભાવ અને દેહાદિ સંયોગથી રહિત, એવો કેવળ એટલે શુદ્ધ આત્મા, તેની યથાર્થ શ્રદ્ધા, તેનું જ્ઞાન અને આચરણ વડે તે દશાને પમાય છે. પરથી જુદાપણાનું જ્ઞાન અને રાગરહિત જ્ઞાનમાં ટકી રહેવામાં પ્રવર્તવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com