________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સમજો. તીર્થંકર-નામકર્મ સમ્યજ્ઞાનની પવિત્ર ભૂમિકા વિના બંધાય નહિ. જે રાગભાવથી તે બંધાઈ જાય છે, તે પણ બંધભાવ છે. જો તેને ઉપાદેય માને, તો તેને જ્ઞાની કેમ કહીએ? દેહાદિની ક્રિયાથી બંધ નથી, દાદિની ક્રિયા તો જડની છે, પણ પોતે જેવા શુભાશુભ ભાવ-બંધભાવ કરે તે બંધનો પંથ છે, અને એ પાધિકભાવ-બંધભાવને છેદવાની દશારૂપ જે આત્માની શુદ્ધ અવસ્થા છે તે જ મુક્તિપંથ છે-ભવનો અંત છે.
કૃષ્ણ, નીલ, કાપોત, તેજા, પદ્મ અને શુક્લ એ છ જાતની લશ્યાના અશુભ અને શુભ પરિણામ તે કર્મભાવ છે. તેને જીવ પોતાના માને, તેમાં અટકે તે અજ્ઞાનભાવ છે, તે બંધભાવને ટાળવા પડતા નથી, પણ પોતે સમ્યગ્દર્શનના બળથી પોતાના શુદ્ધભાવમાં સ્થિર રહે, સ્વસમ્મુખ જ્ઞાતાપણે જ્ઞાનમાં ટકી રહે, તો તે બંધભાવ ટળેલા જ છે, નિજ શક્તિના બળ અનુસાર તે ઉત્પન્ન થતા નથી તેનું નામ ત્યાગ છે. સ્વભાવની અતિ તે જ સમયે પરભાવ-બંધભાવની નાસ્તિ છે.
શુક્લ લેગ્યા તો અભવી જીવને પણ હોય છે કે જેનો કોઈ દિવસ મોક્ષ થવાનો નથી. તે જીવને પણ મનના ઊજળા પરિણામ થાય છે, એ ભાવ પણ મોહભાવ છે. તે ઊજળા પરિણામને અશુભની અપેક્ષાએ શુભ કહ્યા, તે પણ મંદકષાય છે, તે બંધભાવ છે. બંધના કારણોને મોક્ષનું સાધન માને તે અનંતા જ્ઞાનીનો વિરાધક છે, અનંતા જ્ઞાનથી વિરુદ્ધભાવ છે, ચૈતન્યનો અનાદર છે. આકડાનાં આકોલિયાંના બીજનું પોષણ કરે તો કાંઈ આંબો ન ફળે. જે બંધના પરિણામ છે તે શુભ હો કે અશુભ હો, દયાના, હિંસાના કે ગ્રહણ ત્યાગના-એ બધા બંધભાવ છે. તે બંધકારણોને છેદે તેવી તો એક આત્મજ્ઞાનદશા છે. તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને રાગરહિત જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર અંશે પ્રગટ થતાં બંધભાવ અભિપ્રાયથી સર્વથા ટળી જાય છે. તે ભૂમિકામાં અલ્પ રાગથી ઘણું પુણ્ય બંધાઈ જાય છે. તેમાં તીર્થંકરપદ-ચક્રવર્તીપદ તો સહેજે બંધાઈ જાય છે. દૃષ્ટિમાં તે જડભાવનો પૂરેપૂરો, નિષેધ છે, તે જ સાચી દૃષ્ટિ છે. ૯૮ મી ગાથામાં મોક્ષ અધિકારની ભૂમિકા બાંધી છે. ગાથા ૯૯ માં કહ્યું કે જે ભાવે આત્માની શ્રદ્ધા તે ભાવે બંધ નહિ, અને જે ભાવે ઊંધી શ્રદ્ધા તે ભાવે સદાય બંધ છે. ૯૯ હવે વિશેષ ખુલાસો કરે છે :
રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧OO રાગ-દ્વેષ શુભાશુભ ભાવમાં મારાપણાની એકત્વબુદ્ધિ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અજ્ઞાન ટળે ગૌણમાં અલ્પ રાગ-દ્વેષ રહે છે, તે અનંત સંસારનું કારણ નથી. એટલે તેમાં દર્શનમોહરૂપ ઊંધી શ્રદ્ધા, ઊંધું જ્ઞાન અને મિથ્યાચારિત્ર નથી. ૪-૫-૬ ગુણસ્થાને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com