________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૩૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૯]
ભાવે બંધન થાય અને ક્યા ભાવે બંધન ન થાય તે નિર્ણય કરવો રહ્યો. ગાથા ૯૮ માં એમ કહ્યું કે આત્મા અને કર્મ એ ભિન્ન વસ્તુ છે. કર્મના ભાવથી પુણ્ય થાઓ કે પાપ થાઓ, બેઉ સંસારબંધન છે. ભલે કસાઈનાં ભૂંડાં કાર્ય હોય કે સર્વાર્થસિદ્ધિના દેવ જેવાં પુણ્ય હોય છતાં બેઉ સંસારના બંધન છે. જે ભાવે રખડવું થયું, પરાધીન અવસ્થામાં ભમવું થયું, તે બંધભાવે અબંધ તત્ત્વ કેમ પ્રગટે? શુભાશુભ કર્મના નિમિત્તથી જેટલો ભાવ ફાટે તે કર્મભાવસંસારભાવ છે. રાગરહિત શુદ્ધ આત્મસ્વભાવનું ભાન થતાં તે અજ્ઞાન-અંધકારનો નાશ થઈ જાય છે, અને અખંડ જ્ઞાનભાવમાં ટકવું થાય છે. તે પવિત્ર ધર્મભાવ છે, મોક્ષભાવ છે. હવે કહે છે કે જે ભાવે બંધ થાય તેવું બંધનો પંથ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉદયભાવમાં જોડાવાથી બંધ થાય છે, પછી ભલે તે શુભ હોય. દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, ત્યાગીપણું પાળું, બીજા જીવને ન મારું એ આદિ રાગભાવ તે આત્મભાવ નથી, પણ અશુદ્ધભાવ છે. જે પરના લક્ષ, પરપદાર્થોમાં જોડાણ થાય તે બંધભાવ છે. તીર્થકર નામકર્મ જે ભાવે બંધાય, દેવ, ઈન્દ્રાદિ જે જે પુણ્યપદ બંધાય છે તે સર્વ બંધભાવ છે. તે બંધભાવ રાખવાથી કે બંધભાવની રુચિથી અબંધપણે અંશે પણ નહિ પ્રગટે.
આત્માની જ્ઞાતાશક્તિનો આનંદ છોડીને પરવસ્તુમાં આત્માએ સુખ માન્યું છે, તેથી જ પોતાનામાં સુખ-શાંતિ કે આનંદ દેખાતા નથી. મન, વાણી, દેહ અને કર્મ, નોકર્મ આશ્રિત થતી ક્રિયા અને તેવો ભાવ તેને પોતાનો માને તે અજ્ઞાની છે. શુભ-અશુભ ભાવ કોણ કરે છે, તેનો નિર્ણય પોતે કરવો પડશે. લોકોને અનેક શાસ્ત્રો શબ્દોથી તો સરખાં લાગે પણ ભાવમાંઅભિપ્રાયમાં મોટો આંતરો હોય છે. અંતરંગમાં ભાવ સમજાય નહિ એટલે બીજા લૌકિક ધર્મની સાથે જૈનધર્મનો સમન્વય કરે છે. શુભરાગને શુદ્ધભાવ માને, અને શુભભાવથી શુદ્ધભાવ ક્રમે ક્રમે પ્રગટે એમ માને, એવા જીવોને સત્ય-અસત્યનો નિર્ણય સાચો થાય નહિ. જે માટી પાણીથી પલળે, તે માટી પેશાબથી પણ પલળે, પણ પેશાબથી બીજ બળી જાય છે. અને પાણીથી બીજ પોષાય છે. શ્રીમદે ગુજરાતીમાં આત્મસિદ્ધિ સહેલી ભાષામાં બનાવી છે, પણ લોકો મનન કરતા નથી અને માને છે કે અમે તે સમજી ગયા છીએ, અને શ્રીમ અમે માનીએ છીએ એમ કહે છે, પણ જ્યાં લગી શુભને સાધન મનાય છે ત્યાં સુધી સાચી દૃષ્ટિ જ નથી. જે ભાવે બંધ થાય તે ભાવે મુક્તિ ન થાય.
કોઈ કહે કે પુણ્ય અમારે જોઈતું જ નથી, પણ શરૂઆતમાં તેનાથી સાધન પ્રગટે છે, તે માટે કરીએ છીએ. જેણે પુણ્યને સત્ સાધન માન્યું છે તેણે વિજાતિથી, દુશ્મનથી, ઝેરથી અમૃતની આશા રાખી છે. એમાં ક્યાં ભૂલ થાય છે તે જાણવાનો પ્રયત્ન ન કરે તો ભૂલ ન સમજાય. શરીરને આધારે કે પુણ્યના રજકણના આધારે બંધ-મોક્ષ નથી; શુભ-અશુભ ભાવનું વલણ કરવું, પરભાવને, કર્મભાવને પોતાનો માનવો, તેવા પરિણામથી બંધ છે, અને એ બંધભાવથી વિપરીત અબંધપરિણામે મોક્ષ છે. પ્રથમ ઉદયભાવને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com