________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નાશ થાય છે. આમાં કાંઈ બહારથી કરવાનું ન આવ્યું કે આટલું પુણ્ય કરો, પરની દયા પાળો કે જડની ક્રિયાનું અભિમાન કરો. બીજા ઉપાયથી, બીજી જાતથી કદાપિ અતીન્દ્રિય ચૈતન્ય આત્મા પ્રગટે નહિ. સાચા જ્ઞાનના અભિપ્રાય વિના અજ્ઞાન ટળે નહિ. અંધારાને કાઢવા માટે સૂપડાંસાંબેલા કામ આવે નહિ. શરીરની ક્રિયાથી, કે રજોહરણ અને લૂગડાંને આમ ફેરવે, તેમ ફેરવે, જોઈને ચાલે, તેથી કાંઈ આત્મા ચૈતન્યપ્રભુ નિર્મળ થાય છે, કે તેનાથી નિર્જરા થાય તેમ માનવું તે મિથ્યા છે. બંધભાવમાં ટક્યો છે ત્યાં લગી અંગે પણ સાચી નિર્જરા ન થાય. કોઈ કહે છે કે આ તેરમા ગુણસ્થાનની વાત છે, પણ તેમ નથી, આ તો ચોથા ગુણસ્થાનની વાત છે. સાચો અભિપ્રાય થયે અંતરમાં ભ્રમ-ભૂલ ન રહે. અજ્ઞાન ટળવું અને જ્ઞાન થવું તે એક જ સમયે છે. કર્મભાવ શું છે, અને જ્ઞાનસ્વભાવ શું છે તેને યથાર્થ વિધિ સહિત જાણવાની પ્રથમ જરૂર છે. તે જાણે તે જ જૈન છે. એકડામાં એકડો હોય તો આ છે. આ સમજ્યે જ છૂટકો છે, આ કાંઈ બી. એ. , એલ. એલ. બી. ની વાત નથી. જે લોકોત્તર માર્ગની વિધિ જોઈએ તે વિધિ સમજ્યા વિના બહારથી બીજા ઉપાય કરે તો અતીન્દ્રિય ચૈતન્યભગવાનને અંશે પણ ગુણ થાય તેમ નથી. સ્વાધીનપણું કેમ છે, તેને તે વિધિએ જાણો તો ગુણ પ્રગટે. લોકો કહે છે કે અમે સ્વતંત્ર છીએ, અમારા વડીલો ધર્મઘેલા અને રૂઢિવાદી છે, દેવ, ગુરુ, ધર્મને કોણ ઓળખે છે? અમે અમારું ધાર્યું કરી શકીએ છીએ; એમ પરાધિનતાને સ્વાધીનતા માને છે, પણ રાગ-દ્વેષરૂપ કલુષિતતામાં ટકીને બાહ્ય આચરણને સ્વતંત્રતા માનવી તે ઉદ્ધતાઈ છે-સ્વચ્છંદતા છે. સ્વનું તંત્ર તો સાચી શ્રદ્ધાવડે જે સ્વરૂપ જેમ છે તેમ જાણીને, ચૈતન્યસ્વભાવરૂપ શાંતિમાં જ્ઞાનપણે ઠરવું-ટકવું તે છે. જ્યાં લગી નિમિત્તાધીન વૃત્તિ છે, ત્યાં લગી પરમા-પુણ્યાદિ બાહ્ય સાધનમાં સુખબુદ્ધિ છે, તે અનાદિનો બંધભાવ છે. માટે પ્રથમ સમજાવ્યું છે કે અનાદિનો પ્રવાહરૂપ સંસારપર્યાય કેમ છે? અને બતાવ્યું છે કે કર્મભાવ છે તે તારી ઊંધી માન્યતા છે, અને મોક્ષભાવ તે પુણ્ય, પાપ, રાગ, દયા, દાન વગેરે પરભાવથી તદ્ન ભિન્ન, નિજ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી-જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકી રહેવું તે છે. એમ બંધભાવ અને અબંધભાવનું જ્ઞાન કરવું. આ સમજ્યા વિના બીજા કોઈ ઉપાયથી મોક્ષ ન થાય એમ પણ કહ્યું.
[ તા. ૧૭-૧૧-૩૯] ૯૮મી ગાથામાં મોક્ષના ઉપાયની ટૂંકામાં વાત કહી છે. તે સમજણમાં જગતના જીવોને ઘણા વાંધા છે. કર્મભાવ તે અજ્ઞાન છે, અને પોતાના જ્ઞાનસ્વભાવમાં વસવું તે મોક્ષભાવ છે. જ્ઞાનથી અજ્ઞાનઅંધકારનો નાશ થાય છે, તે વિષે કાલે કહેવાયું. ૯૮ હવે ક્યા ભાવે બંધ અને ક્યા ભાવે અબંધદશા થાય તે કહે છે :
જે જે કારણ બંધનાં, તેવું બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષ-પંથ ભવઅંત. ૯૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com