________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૮ ]
[ ૩૩૫
જન્મભાવ છે. શિષ્ય જાણ્યું છે કે ૫૨માર્થમાર્ગમાં બહારથી કાંઈ કાર્ય નથી, કા૨ણ કે બહા૨નાં કાર્ય જીવને આધીન નથી, કોઈ એમ માને કે મેં ફલાણી સંસ્થાની સ્થાપના કરી અને તેથી ઘણા જીવોની હિંસા થતી અટકાવી તો તે વાત જૂઠી છે. શુભ, અશુભ કે શુદ્ધભાવ જીવથી કરી શકાય છે, તેથી અત્રે પરિણામ ઉપર વાત છે. આ ગાથાનો પહેલો જ ટૂકડો અંતરંગ પરિણામ ઉપ૨ આધાર રાખી જણાવે છે. તે ટૂકડો વિભાવપરિણામ અને સ્વભાવપરિણામનું ચક્ર કેવું છે, તેનું લક્ષ કરવાનું કહે છે અને જણાવે છે. જે શુભાશુભ પુણ્ય-પાપ કર્મની અવસ્થા છે તે તારા સ્વરૂપથી વિપરીત જાતની છે, અને તે પૂર્વની ભૂલનું ફળ છે. તે ઉદયરૂપ શુભ-અશુભ મલિન ભાવને જે કોઈ પોતાનો માને, ઠીક માને કે કર્તવ્ય માને, તેણે રાગ રહિત શુદ્ધ આત્માને આદરણીય માન્યો નથી. જે શુભ-અશુભ પરિણામ થાય છે તે મારા છે, મારાથી થાય છે એવું જેણે માન્યું તેણે ૫૨ભાવને પોતાનો માન્યો છે; અને તેમાં રાગ દ્વારા પોતાનું કર્તવ્ય માને છે, તે કર્મભાવ અજ્ઞાનભાવ છે. અત્રે શ્રીગુરુએ પરિણામ જોવા માટે કહ્યું છે. અજ્ઞાનભાવથી જુદા જ્ઞાતાપણે સ્વભાવમાં રહેવું; અને તેની સમજણ આપી કે શુભ-અશુભ વૃત્તિમાં જોડાવું, ઠરવું તે કર્મભાવ છે. જેટલો કર્મભાવ ઊભો કરે તે અજ્ઞાન છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે, તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર નાશ પામે છે, તેમ સમ્યગ્દર્શનપૂર્વક સમ્યગ્નાનનો પ્રકાશ થતાં જ અનાદિનું અજ્ઞાન પણ નાશ પામે છે. હું પુણ્ય-પાપના શુભાશુભ પરિણામરહિત, અરાગી, જ્ઞાતાદેષ્ટા, પૂર્ણશુદ્ધ તત્ત્વ છું. સર્વ સંગથી વિમુક્ત મોક્ષભાવ તો નિજસ્વરૂપમાં વસવું છે. નિજ આત્મસ્વભાવમાં સહજપણે સ્થિતિ થવી તે મોક્ષભાવ છે. અભિપ્રાયનું નિઃશંકપણું થવું તે પ્રતીત, ૫૨થી સર્વથા જુદાપણાનું જ્ઞાન અને રાગરહિત શાનદશામાં ટકી રહેવું-સ્થિર થવું તે મોક્ષમાર્ગ છે. હું નિર્દોષ જ્ઞાતા પૂર્ણ શુદ્ધ છું, તેની રુચિ, જાણપણું અને તેમાં રાગરહિત રમવું-ટકવું તે સ્વરૂપાચરણચારિત્ર છે, તે જ સમ્યકક્રિયા છે, તે જ જ્ઞાનક્રિયારૂપ મોક્ષમાર્ગ છે. જાણના૨ને જ્ઞાયકતામાં સ્થિર રાખવો તે જ પુરુષાર્થ છે. રાગના ભાગને જ્ઞાનવડે ટાળીને, જ્ઞાનમાં ટકી રહેવાનો પુરુષાર્થ એ જ વ્યવહા૨ છે, બીજો વ્યવહા૨ નથી. “અંધકાર અજ્ઞાનસમ નાશે જ્ઞાનપ્રકાશ.” અંધકારમાં વસ્તુ ન દેખાય તેમ, જોકે જ્ઞાનમૂર્તિ ચૈતન્ય જેમ છે તેમ છે, છતાં મનના વિકલ્પથી, શુભભાવથી અથવા પુણ્ય-પાપની રુચિરૂપ-મિથ્યાભાવરૂપ અજ્ઞાનથી તે આત્મા જોવામાં આવતો નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ દીપકનો પ્રકાશ થતાં પુણ્ય-પાપરૂપ ભાવઅંધકા૨નો નાશ થઈ જાય છે. પરભાવને, (ઉપાધિરૂપ શુભાશુભ) બંધભાવને જાદો જાણે, ૫૨ જાણે તો સાચો અભિપ્રાય થઈ શકે. સાચો અભિપ્રાય થયા પછી પણ ચારિત્રના દોષથી શુભ-અશુભ અસ્થિરતા થઈ જાય છે, પણ તેનો અભિપ્રાયમાં સ્વીકાર નથી અનંતકાળ જે અજ્ઞાનમાં ગયો તે ભૂલને ટાળવા માટે અનંતકાળ ન જોઈએ. એ અનંતકાળની ભૂલ ટાળવા માટે એક જ સમયની સ્થિરતા બસ છે.
ન
ઘણા કાળનો અંધકાર જેમ પ્રકાશ થતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અંધકારનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com