________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા માનવા તે જ અજ્ઞાન છે, કારણ કે જે શુભ-અશુભ પરિણામ થાય છે તે મોહકર્મજન્યભાવ છે, ઔપાધિક મલિન ભાવો છે. તેને પોતાના, કે ઠીક માનવા અને તેમાં ઠરવું તે અજ્ઞાન છે. ચેતનત્વ અને કર્મવ બેઉ જુદા છે. જે શુભ-અશુભ રાગાદિરૂપ ભાવ થાય છે તે વિકાર છે. જીવે તેમાં પોતાનું હિત માનવું, તેને પોતાનો ગુણ માનવો તથા તેમાં હોંશથી ટકવું, તે મિથ્યાત્વભાવ છે. તમારે અશુભમાં-પાપપરિણામમાં નથી ટકવું, તો શુભ જોગનો સાથ તો રહ્યા જ કરશે, પણ શુભ અને અશુભ બેઉ અશુદ્ધ ભાવ છે તેથી તેમાં સદાય હેયબુદ્ધિ જોઈએ. તેનાથી ગુણ નથી, છતાં તે વચ્ચે આવે છે. એ શુભ-અશુભ ભાવ મોહકર્મમાં જોડાવાથી થતી અવસ્થા છે. એ કર્મભાવ ચૈતન્યના ઘરનો છે કે મોહકર્મજનિત છે તે નક્કી કરો. મોહકર્મપ્રકૃતિના અનંત પુદ્ગલ પરમાણુઓ છે. તેમાં જોડાવાથી એ ભાવ થાય છે. તેથી તે મોહજનિત કાર્ય છે. કર્મ એટલે કાર્ય, તેને શાસ્ત્રમાં કર્મપ્રકૃતિ” એવી સંજ્ઞા આપી છે; અનંતા રજકણોની તે રૂપે થવાની યોગ્યતા છે. તેમાં ક્ષોભ પામી તે નિમિત્તમાં જોડાનાર રાગી જીવ છે. નિમિત્તની અસર લેવી તે ગુણ નથી. કોઈ તત્ત્વ સ્વભાવે વિકારી દોષિત હોઈ શકે નહિ. સોનું સોનાથી મલિન ન થાય, તેમ આત્માનો ગુણ કાંઈ દોષનું કારણ ન થાય. ગુણવડે પુણ્યપાપનો બંધ ન થાય, પણ પોતાની જ્ઞાતાદૃષ્ટાશક્તિ ભૂલીને પુણ્યની રુચિમાં જીવ ટક્યો છે,
ત્યાં સુધી બંધ છે. જે પુણ્ય-પાપનું બંધન થયું તે રાગ-દ્વેષરૂપ અજ્ઞાનના કારણે થયું છે; માટે કર્મભાવ તે બંધભાવ છે, તેનાથી મુક્ત થવાનો અબંધભાવ તે નિજભાવ છે, તેની હા લાવો; તેથી અહીં કહે છે કે કર્મભાવને પોતાનો કેવી રીતે મનાયો છે, તે ભૂલને સમજીને તે ભૂલનો ત્યાગ કરો.
સમ્યગ્દષ્ટિ તે જ વીતરાગદષ્ટિ છે, અબંધદષ્ટિ છે. સળંગ અબંધતત્ત્વ કદી પણ બાહ્યભાવે પ્રગટે નહિ. બાહ્યનું કરવું તો કોઈના આધારે નથી. બાહ્યનાં કર્તવ્યો થવાં કે ન થવાં તે જીવને આધારે નથી. શુભ પરિણામની ઈચ્છા કરે અને તેવું કાર્ય થવું હોય તો થાય અને ન પણ થાય. દેહાદિ પરદ્રવ્યનાં કાર્યો જે કાળે જે ક્ષેત્રે થવા યોગ્ય હોય તે ક્ષેત્રે અને તે કાળે થાય જ. બાહ્યની ક્રિયા ઉપર જીવના ભાવનો આધાર નથી. સામાનું જીવવું અને મરવું તે તેના પોતાના આયુષ્યકર્મની સ્થિતિ ઉપર આધાર રાખે છે. કેટલાક બાહ્ય ક્રિયાના આધારે પુણ્ય-પાપ માને છે પણ તેમ નથી. કોઈ જીવને બચાવવો, રોટલા આપવા, સાધુ સિવાય કોઈને દાન દેવું તે બધું પાપ છે એમ એક પંથ માને છે, પણ તે ભૂલ છે, કારણ કે એ બધો પુણ્યભાવ છે. તે પંથ તો દયાના જે પુણ્યપરિણામ થાય તેને પાપ માને છે. એક માણસને પરજીવને બચાવવાના ભાવ હોય, છતાં તે જીવ મરી જાય તો તેને પાપ નથી, શુભ કે અશુભ પરિણામ પોતાને થયા, તે પરિણામથી પોતાને શુભ કે અશુભ બંધ છે. વળી કેટલાક લોકોને બહારની ક્રિયા કરવાનું બતાવે છે, અને કેટલાક પુણ્યપરિણામને પાપ કહે છે, વળી કોઈ પુણ્યથી ધર્મ થાય એમ મનાવે છે, પરંતુ તે ખરું નથી. સાર એમ છે કે શુભાશુભ પરિણામ કર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com