________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૮]
[૩૩૩ ન પ્રગટે-એમ મોક્ષસાધનમાં પુણ્યનો નિષેધ કર્યો છે. ધર્માત્માને સરાગાવસ્થામાં અલ્પ રાગ રહે ત્યાં સુધી પુણ્ય થઈ જાય, થયા વિના રહે નહિ, પણ તેમાં મમત્વ કે કર્તુત્વ માનતો નથી. રાગાદિ કરવા જેવા છે તેમ ન માનવું અને તેમાં ન ટકવું તેમ અહીં કહ્યું છે. શિષ્ય કહ્યું કે હું આપની કૃપા વડે સમજ્યો અને ગુરુએ તેનો સ્વીકાર કર્યો, તે ભાવ કેવો અપૂર્વ હશે ! તે સમજો. પ્રથમ જ રાજકોટમાં આમ જાહેર રીતે, ઘણા જીવો લાભ લઈ શકે એવી રીતે આ આત્મસિદ્ધિ વંચાય છે, તે શાસનમાં ભાગ્ય છે. આ જ્ઞાનપંચમી અને આ બે ગાથાની સંધિ એ શાસનનો મહિમા સૂચવે છે. શિષ્યની લાયકાત અને ગુરુએ તેની પાત્રતાનો કરેલો સ્વીકાર, એ અનંત ભવનો અંત કરી એક બે ભવે મોક્ષ થાય, એવા સર્વોત્કૃષ્ટ ભાવની સમજણ છે. જે સમજે તેને ઉપકાર થાય. શ્રી સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્ય દેવ છઠ્ઠી ગાથામાં “વિ દોઃિ અપ્પમત્તો પુનત્તોપ્રમત્ત-અપ્રમત્ત બે દશાના ભેદ રહિત, નિરપેક્ષ એક શુદ્ધ આત્મપદનો મહિમા કહેતાં કહે છે કે – આત્મા અનાદિ અનંત એકરૂપ જ્ઞાયક છે, તેમાં પ્રકૃત્તિના નિમિત્તની બે અવસ્થા શી? આ નિગ્રંથ મુનિ આચાર્યપરમેષ્ઠી છઠ્ઠી–સાતમી ભૂમિકા સાધકની સર્વોત્કૃષ્ટ દશામાં, આત્મસ્વરૂપની રમણતામાં મસ્ત હતા, તે વખતે સમયસારની રચના થઈ છે. પણ તેમાં અપ્રતિહતભાવના અપૂર્વ ભણકાર છે, એક જ ભવે મોક્ષની નિઃસંદેહ સાક્ષી છે. તે ન્યાય અને આશયને જે સમજે, તે પણ એ જ ભવની નિઃસંદેહતા લાવે. આવા ગુરુ અને શિષ્ય એકાવનારી જ હોય. અહીં “થશે” અને “સહજ' એમ બે શબ્દ સદ્ગએ કહ્યા, તે-જેને પાંચે પદની પ્રતીત થઈ તેને મોક્ષ ઉપાય સમજવો કંઈ કઠણ નથી. એમ દર્શાવવા તથા શિષ્યની ખાસ જિજ્ઞાસા જાણીને અવશ્ય તને મોક્ષ-ઉપાય તારાથી ફળશે (પરિણમશે) એમ જાણીને તે વચન કહ્યાં છે, સદ્ગુરુનાં વચનનો આ આશય છે.
આ ૯૭ મી ગાથામાં શ્રીગુરુએ આશીર્વાદ આપ્યો કે તને સમજાશે, અને તારું પરમ કલ્યાણ થશે, આવો આત્મધર્મનો મહિમા–તેનું વર્તમાનમાં પ્રગટ પ્રકાશિત રહેવું, એ જ વીતરાગ શાસનનો મહિમા છે, અને મુમુક્ષુઓનાં મહાભાગ્ય છે. સ્વરૂપ જેમ છે તેમ સમજીને, તે જાતનો પુરુષાર્થ જે કરે તે સદ્ગુરુનો ઉપકાર સ્વીકારી શકે, અને પુરુષના જ્ઞાનમાં તેનો સ્વીકાર થાય જ. ૯૭ હવે ટૂંકામાં મોક્ષનો ઉપાય શ્રી સદ્ગુરુ સમજાવે છે -
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. ૯૮ ટૂંકું સૂત્ર કહે છે કે ભાઈ ! આત્મા ચિદાનંદ, અબંધ, શુદ્ધ નિત્ય તત્ત્વ છે, તેમાં જે શુભઅશુભ કર્મભાવ દેખાય છે, તેનો સ્વીકાર કરવો તે અજ્ઞાનભાવ છે, તે આત્માની સ્વાધીનતા લૂંટનાર છે. જ્ઞાતા આત્મા નિર્દોષ શુદ્ધ છે, શુભાશુભભાવને પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com