________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ફરી શંકા થતી નથી. હવે આત્માની પવિત્ર દશા પ્રગટ કરવાનો અવિરોધ ઉપાય હું સમજ તો સભાગ્યનો ઉદય ઉદય થાય. અત્રે “ઉદય” “ઉદય” બે વાર શબ્દ છે. તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. આ તો બરાબર વિચાર કરીને તૈયાર થયો છે, પણ લોકોને “પૂર્વે હું હતો કે કેમ?' “કર્તા-ભોક્તા શું?' એનો વિચાર પણ આવતો નથી. સંસારના પ્રેમથી છૂટીને નવરા થાય, ત્યારે તેનો વિચાર આવે ને! આત્માર્થી જિજ્ઞાસુ-મુમુક્ષુ, કેવા હોવા જોઈએ તે સમજવું જોઈએ. કોઈ ક્રિયાથી, કોઈ પૂજાથી, કોઈ સેવાથી, કોઈ ઈશ્વર છે તેની ભક્તિથી,-એમ પુણ્યથી એટલે બંધન અને બંધભાવથી મોક્ષસાધન માને છે, પણ તે તો સંસારમાં રખડવાના હેતુઓ છે. વિકારીભાવથી છૂટવા માટે અબંધભાવ, શુભાશુભ રાગરહિત શુદ્ધભાવ હોવો જોઈએ. સ્વતંત્રતા ખીલવવી તે મોક્ષનો ઉપાય છે. તે સ્વાધીન મહાસુખસ્વરૂપની પૂર્ણ પવિત્રદશાનો ઉપાય હું સમજું એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની રમણતારૂપ ચારિત્ર તે અતીન્દ્રિય આત્મસ્વભાવ છે, તેને અવિરોધપણે પ્રગટ કરવાની રીત સમજ તો સદ્ભાગ્યનો ઉદય ઉદય થાય. શિષ્ય કહે છે કે ગુરુદેવ! આપે સમજાવ્યું માટે “હું સમજ” એમ પોતાના ઉપાદાનની તેયારી બતાવે છે. ૯૬
સગુરુ સમાધાન શિષ્યની તૈયારી જોઈને શ્રીગુરુ સમાધાન કરે છે :
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત;
થાશે મોક્ષઉપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ શિષ્ય પાંચ પદની શંકા કાઢી નાખી ત્યારે શ્રીગુરુ કહે છે કે, “તું કહે છે તે તારી વાતનો હું પણ સ્વીકાર કરું છું, તું લાયક છો,” એમ જ્ઞાની પુરુષે સ્વીકાર કર્યો. “પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીત થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીત થશે.” અત્રે “થશે” અને “સહજ” એ બે શબ્દનો આત્મા વિષે (મન વિષે નહિ) અંદરથી પડકાર આવ્યો છે. અનંત કાળમાં જે નહોતું બેઠું, તે અપૂર્વ તત્ત્વ સમજાયું છે. તેથી ગુરુ કહે છે કે તને સહજમાં મોક્ષની પ્રાપ્તિ થશે, એમ શ્રીગુરુને પણ પ્રમોદ આવે છે. જીવ અજ્ઞાનભાવે રાગાદિનો, પુણ્યાદિ શુભાશુભ ભાવનો કર્તા-ભોક્તા છે, અને સાચા જ્ઞાનભાવે (ચેતન જો નિજ ભાનમાં કર્તાઆપ સ્વભાવ) પરનો અકર્તા અને સ્વરૂપસ્થિતિમાં જ્ઞાનનો કર્તા-ભોક્તા છે, તેમાં પુણ્યાદિ સાધનની સહાય નથી. પુણ્ય છે તે પરવસ્તુ છે, હુદવાળું છે, ઉપાધિતત્ત્વ છે, અને આત્મા તો ચૈતન્ય ભગવાન નિરૂપાધિક સ્વાધીન તત્ત્વ છે. મનની ધારણાથી ઘણાં શાસ્ત્રો, અગિયાર અંગ અને નવ પૂર્વ ભણ્યો અને છ કાયની દયાના શુભપરિણામ, પાંચ મહાવ્રત આદિ પુણ્યપરિણામ પૂર્વે અનંતવાર જીવે કર્યા. પણ તે બંધભાવે અબંધ તત્ત્વ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com