________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૫]
[૩૩૧ ૯૪ માં નિર્ણય કરવાની ભાવના છે. અહીં તો એવો શિષ્ય છે, કે જે એકાદ ભવમાં અપૂર્વ તૈયારી વડે ગુરુ સાથે જ મોક્ષ પામે.
જેને મોક્ષ જોઈતો હોય તેણે આવો વેશ અને આવી ક્રિયા કરવી પડશે, અમુક જાતની દેહની ક્રિયાથી કે પુણ્યથી આત્મા જાગે છે, એમ ઘણા મતાર્થીઓ માને છે; તો હે શ્રીગુરુ! આત્મસ્વરૂપ ભગવાન ક્યા વેશથી પ્રસન્ન થતા હશે? દંડ રાખવાથી કે છોડવાથી, જંગલમાં જવાથી, ધ્યાન કરવાથી કે બાહ્ય ત્યાગથી? વગેરે જગતમાં ઘણા અભિપ્રાય છે તેમાં ક્યો મત સાચો હશે? એ વગેરે આશંકા આ ગાળામાં શિષ્ય રજૂ કરી છે. ૯૪ હવે શિષ્ય પોતાના આત્માને જલ્દી લાભ થાય તેવી તીવ્ર જિજ્ઞાસા બતાવે છે –
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ-ઉપાય;
જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯૫ શિષ્યની જાણવાની ધગશ ઘણી છે. આ પંચ બોલથી સિદ્ધ પાંચે પદો તો જાણ્યાં, પણ એ જાણ્યાનો ઉપકાર ક્યારે થાય, કે છઠ્ઠો મોક્ષનો ઉપાય હું જાણું તો “સમજ્યા વિણ ઉપકાર શો” એમ અહીં બહુ વિનયથી શિષ્ય ઉપકારીનો ઉપકાર માને છે, અને ૯૬ મી ગાથામાં ઉપકારની હોંશ જણાવશે.
[ તા. ૧૬-૧૧-૩૯] મોક્ષપદ-મોક્ષસ્વભાવનો શુદ્ધ પર્યાય કેમ પ્રગટે તે જાણવાની જિજ્ઞાસુ શિષ્ય એ કારણે મૂંઝાણો છે કે આત્મકલ્યાણનો ઉપાય કહેનારા અનેક મત-મતાંતર છે તેથી તથા કઈ જાતિમાં મોક્ષ છે, તેનો નિર્ણય નથી થતો, તથા ક્યા વેશથી મોક્ષ થાય, એ વગેરે આટલા બધા ભેદોમાંથી સાચો નિર્ણય કેમ કરવો, તે તેને મુશ્કેલ જણાય છે. તેથી મોક્ષનો ઉપાય ન હોય, એમ શિષ્યને શંકા ઉત્પન્ન થઈ, તથા જીવાદિ પાંચે પદો જાણ્યાનો કાંઈ ઉપકાર દેખાતો નથી, તેથી શિષ્ય મોક્ષનો ઉપાય” તરત જાણવાની ઈચ્છાવાન થયો છે. ૯૫ હવે શિષ્ય તે ઉપાય જાણવાની પોતાની હોંશ બતાવે છે :
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ;
સમાં મોક્ષ-ઉપાય તો, ઉદય ઉદય સદ્દભાગ્ય. ૯૬ આ શંકાનો છેલ્લો બોલ અને છેલ્લી કડી છે. હવે પછી શિષ્ય શંકા કરવાનો નથી. હવે નિઃશંક થવાનો છે, તેથી હોંશમાં આવી ગયો છે, અને કહે છે કે હે ગુરુદેવ! આપે પાંચ ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે. એટલે આપનો પ્રયાસ સફળ છે. જે એકવાર શંકા કરી અને જે સમાધાન થયું તેની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com