________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૦]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સમ્યગ્દર્શન થયા પછી પુણ્યની જાત પણ બદલાઈ જાય છે. કેવળજ્ઞાન થતાં તીર્થકર ભગવાનના દેહના પરમાણુ પણ બદલાઈ જાય છે, એટલે કે પરમ ઔદારિક સ્ફટિક જેવા પરમાણુનો દેહ બની રહે છે. તીર્થકર નામકર્મના જેવાં ઉત્કૃષ્ટ પુણ્ય જ્ઞાની ધર્માત્માને જ બંધાય છે. અજ્ઞાનીને એવાં પુણ્ય પણ ન બંધાય. તીર્થકર ભગવાન સંસારમાં ગૃહસ્થવેશમાં હોય ત્યારે તેમને આહાર હોય પણ નિહાર ન હોય, અને સર્વજ્ઞ વીતરાગ થયા પછી આહાર, નિહાર, તૃષા, ભૂખ, નિદ્રા, પરસેવો વગેરે અઢાર દોષ ન હોય. આ વાતનો તત્ત્વથી અજાણ લોકોને વિશ્વાસ આવવો કઠણ છે. આત્મજ્ઞાન થયા પછી અમૂક ભૂમિકાએ શરીરની જાત જ જુદી થઈ જાય છે. ચૈતન્ય ભગવાન જાગ્યો, કે તેનાં પુણ્યનો પાર જ ન રહે. વીતરાગ ભગવાનના આત્માની તો શી વાત? તેમના દેહનો પણ અપૂર્વ મહિમા છે. ભગવાન તીર્થંકરનો દેહ પરમ ઔદારિક ઉજ્જવળ સ્ફટિક જેવો થઈ જાય છે. જેનાં ભાગ્ય હોય તેવા લાયક જીવ ભગવાન સમીપ જાય, અને તેમના દેહને દેખે; ત્યાં પોતે પોતાના સાત ભવને દેખે, તો પછી ભગવાનના ચૈતન્યને દેખે તેના ભાગ્યની તો શી વાત કરવી? લોકોને બહારની વાતો ઉપર વધારે લક્ષ રહે છે, પણ આત્મતત્ત્વનો મહિમા શું તેનું લક્ષ નથી. જે વસ્તુસ્વભાવ ત્રિકાળ સિદ્ધ છે તેનું યથાર્થ મનન થવું જોઈએ. કાળદોષથી લોકોની મનોવૃત્તિને ઊંધાં પોષણ મળેલાં છે, તેથી સાચું તત્ત્વ-અતીન્દ્રિય આત્મસ્વરૂપ કેવું હોઈ શકે, તે સ્વરૂપ સમજવાનો અવકાશ નથી મળ્યો, ઘણાને મૂંઝવણ થાય છે કે અમારે શું સાચું માનવું? ઝવેરી હોય તે કાચના ઢગલામાંથી હીરાની પરીક્ષા કરવામાં ન મૂંઝાય, તેમ મુમુક્ષુ હોય તે તત્ત્વની પરીક્ષા કરવામાં ન મૂંઝાય. ૯૩
અહીં તૈયાર થયેલો શિષ્ય પૂછે છે :- પ્રભુ! કઈ જાતિમાં મોક્ષ થાય, તે વગેરે બાબતોમાં જગતમાં ઘણી વાતો થાય છે, માટે તેમાંથી ખરું શું છે તે સમજાવો. એ ભાવની ગાથા હવે આવે છે:
કયી જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ;
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪. બ્રાહ્મણ કહે અમે ઊંચા, ક્ષત્રિય કહે અમે ઊંચા, એમ પોતાના કુળધર્મથી કલ્યાણ માને છે. બ્રાહ્મણ આદિ જાતિ પોતાને મોક્ષના અધિકારી માને છે, પણ બ્રહ્મ આત્માનું સ્વરૂપ છે તેને જે સમજે, અને જ્ઞાનસ્વરૂપમાં સ્થિર રહે, તે જ્ઞાની સ્વયં બ્રાહ્મણ છે. હજારો વેશ અને હજારો મતમતાંતર શિષ્ય જાણ્યા છે, અને મત-મતાંતર કે પક્ષ આદિ ઘણાનો ખ્યાલ હોવાથી તે મતમતાંતર કે પક્ષોમાં શું દોષ છે, તે સગુરુ ભગવાન સમજાવે તો પોતાથી સમજાય તેમ છે. એમ શિષ્યને ખાતરી હોવાથી આ આશંકા રજૂ કરી છે. ગાથા ૯૩માં વિવેક કરવાની ભાવના છે અને આ ગાથા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com