________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કે જે થાય તે નથી કરવું, અને ન થાય તે કરવું છે. પરથી સુખ થાય, ઠીક થાય એવી જે ઊંધી માન્યતા છે તેનો ત્યાગ કરવાની જરૂર છે. આ સમજણથી યથાર્થ તત્ત્વ જેમ છે તેમ સમજાય છે, અને સર્વ ઉપાધિ-પરાધીનતા ટાળીને નિરૂપાધિક શાંતિ વર્તમાનમાં દેખાય છે અજ્ઞાની ઘણા કષ્ટથી મંદકષાય કરી અલ્પ પુણ્ય બાંધે છે; તેનાથી બીજી જાતનાં લોકોત્તર ઊંચાં પુણ્ય મંદકષાયના નિમિત્તથી જ્ઞાની સમ્યગ્દષ્ટિને સહેજે અનિચ્છાથી બંધાઈ જાય છે.
આત્મા તો અબંધ છે, સળંગ જ્ઞાનમાત્ર જ્ઞાતા જ છે, તેની એકવાર હા તો લાવો! હું પૂર્ણ શુદ્ધ, અબંધ, જ્ઞાનમાત્ર છું, જ્ઞાન સિવાય કાંઈ પણ મારું કર્તવ્ય નથી, દયા, રાગ, પુણ્ય-પાપનાં પરિણામ કરવા એ મારો સ્વભાવ નથી, ને બંધભાવ છે, મારો તો અવિકારી અબંધ શુદ્ધ સ્વભાવ છે, એવા આ તત્ત્વને માન્યા વિના જે કંઈ કરશે તે બધું ઊલટું કરશે અને બંધન કરશે. જે તત્ત્વ જેમ છે તેમ ન માનવું, ન જાણવું અને સ્વચ્છેદે તેમાં કલ્પના કરવી તે ઊંધી માન્યતા છે. શ્રીમદ્ એક પત્રમાં લખે છે, કે અનંતકાળથી જે તત્ત્વ ન સમજાયું તેને યથાર્થ ન્યાય-પ્રમાણથી સવળું સમજતાં વાર લાગે તેનો વાંધો નહિ, પણ ઊંધું સમજાય તો હાનિ છે. સાચું શું તેને મધ્યસ્થપણે સમજવાનો પરિચય કરવો તે પણ પરમાર્થનું કારણ છે. આત્માનું સ્વરૂપ શું છે તે સમજવું એ જ ખરું કર્તવ્ય છે.
પુણ્યાદિ કે દેહાદિ જડનાં કાર્ય કરવાનું અભિમાન ખરું કર્તવ્ય નથી. લોકો કહે છે કે, આવું માનવાથી-કરવાથી તો પુણ્ય વગેરે ઊડી જશે, માટે આપણે તો આ પુણ્યાદિ કરો, દાન, તપ, શીલ કરવાથી પરંપરાએ મોક્ષ થાય, માટે આપણે નિશ્ચયનું કામ નથી. નિશ્ચય એટલે સત્ય. જે સસ્વરૂપના પુરુષાર્થની ના પાડે છે, તે નરકમાં નપુંસક થશે, કારણ કે પોતાનો પુરુષાર્થ જડની ક્રિયામાં ખતવે છે, અને પોતાને માલ વિનાનો પરાધીન માને છે, જે કાર્ય પોતાનું નથી તેને કર્તવ્ય માને છે અને અમે સંસારની વ્યવસ્થા રાખી દઈએ, અમે શરીર વગેરેને બરાબર રાખીએ, વગેરે વગેરે જડભાવનો કર્તા થઈને, બડકમદાર બનીને જ્ઞાતાપણાનો નકાર કરે છે. તે જડનાં કર્તવ્ય હું કરું છું, એનાથી મારી સગવડ જળવાઈ રહે છે માટે આનું આમ જ કરી શકું, વગેરે અનેક પ્રકારનું અહંપણું ધારતો અને જ્ઞાનને નકારતો તે આત્માનું વીર્ય હારી જાય છે, અને પરંપરાએ અવશ્ય નારકીનો નપુંસક થાય છે. ન્યાય સમજો કે આત્મા સદા અરૂપી જ્ઞાનમૂર્તિ છે, તેની ક્રિયા જ્ઞાનમાત્ર એટલે જ્ઞાતા-દેષ્ટા-સાક્ષીપણાની છે. તે ભૂલીને પુષ્યવાળો, રાગવાળો, પરમાં કર્તા-ભોક્તાપણે જડની ક્રિયા કરનારો વગેરે પરભાવવાળો માનવો તે શું ચૈતન્યની આશાતના-અવગણના નથી? છે. વિચારો તો સ્પષ્ટ સમજાશે કે પરનું કરવું, ભોગવવું, લેવું, મૂકવું એવી શુભ-અશુભ કલ્પના જ જીવ કરી શકે છે, પણ પરનું કાંઈ કરી શકતો નથી. જીવ કાં કરે જ્ઞાન, અને કાં કરે અજ્ઞાન, એટલે કે જ્ઞાનમાં જ પોતે ઊંઘી અથવા સવળી ખતવણી કરી શકે. જાણવું માત્ર ચેતનનું કાર્ય છે. આ ન્યાય સમજાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com