________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૩]
[૩૨૭ શુદ્ધ અબંધ પૂર્ણ કૃત્યકૃત્ય, જ્ઞાતા-દષ્ટા છે. એ વસ્તુસ્વરૂપને યથાર્થ ગુરુગમથી સમજ્યા વિના, અનુભવ વિના સાચો પુરુષાર્થ કરી શકે નહિ, અને સમ્યગ્દષ્ટિ થઈ શકે નહિ. કોઈ એમ માને કે હમણાં પુણ્ય કરીએ, પછી પરંપરાએ ધર્મ થશે. એમ બંધભાવથી-પરથી ઊપડેલા જીવો બંધનમાં જ રોકાયેલા છે. અને સ્વથી ઊપડેલા પરને પર જાણે છે, પરદ્રવ્ય-પરભાવમાં કર્તૃત્વ, મમત્વ કરતા નથી. અને સ્વમાં એટલે કે જ્ઞાનમાં જ્ઞાતાપણે રહે છે. જેને પોતાના સ્વભાવનું જ્ઞાન નથી, તેને પરમાં સુખબુદ્ધિ હોય જ. “કર્તાનું ઇષ્ટ તે કર્મ” તે ન્યાયે પરમાં કર્તા થનારને પરસાથે એકતાબુદ્ધિ થાય છે; હું પરને રાખું, ટકાવું એ અટકાવું એવો જે આગ્રહ રાખે છે તેને તે કરવાનો જ આગ્રહ છે, તેથી હું જ્ઞાન છું એવું તેને ભાન નથી. વસ્તુસ્વભાવ આમ જ છે તે સમજો.
અહીં શિષ્ય મૂંઝાયો છે. પણ તે તો ઝટ લઈને વિચારપૂર્વક સમજી લે તેવો છે. આ આત્મસિદ્ધિશાસ્ત્રની ગુજરાતી ભાષામાં આવી સહેલી રીતે રચના કરી છે; પણ લોકો પોતાની બાહ્યદૃષ્ટિથી સ્વચ્છેદે વાંચે તો તેમાંથી બીજું કાઢે. અનંતકાળમાં જે સમજાયું નથી, તે સમજવાની રીત પણ કોઈ અપૂર્વ અને જુદી છે. કોઈ કહે કે અમારે કરવું શું? તે વિષે ઘણીવાર કહેવાયું છે કે સાચી સમજણ કરવી, પરનું કાંઈ કરવું પોતાને આધારે નથી. ધર્માત્મા જ્ઞાની પુણ્યને કરતો નથી, બાંધતો નથી, જે પરમાણુ પુણ્યરૂપે પરિણમે છે તેને તેનાથી ભિન્ન રહીને જાણે છે. પૂર્વ કર્મ સત્તામાંથી પ્રગટ થઈને આવે છે, જે થયા કરે છે તેને જાણે છે. સામા જીવને પુણ્યનો ઉદય હોય તો તેને દેવાની ઈચ્છા રાગી જીવને થઈ જાય છે, તેમાં જીવે (આત્માએ) શું કર્યું? ફક્ત જાણ્યું છે, અથવા ઠીક-અઠીક માન્યું છે. અજ્ઞાનીએ અજ્ઞાન અને રાગનું પોષણ કર્યું છે અને જ્ઞાનીએ જ્ઞાન કર્યું છે. જ્ઞાનમાં સ્થિરતા નથી, તેથી પાપથી બચવા માટે જિનપૂજા, વંદન, સ્વાધ્યાય, ભક્તિ વગેરે ક્રિયા થયા વિના રહે નહિ; પુરુષાર્થ હજી પૂર્ણ ઊઘડયો નથી, તેથી શુભવિકલ્પની વૃત્તિમાં જ્ઞાનીને જોડાવું થાય છે. તે જાણે છે કે અસ્થિરતા એ મારો સ્વભાવ નથી, છતાં શુભ જોગની ક્રિયા થતી દેખાય છે, પુણ્ય બંધાય છે પણ તેમાં રેચ માત્ર પ્રેમ નથી. પોતાને પૂર્ણ પવિત્ર શુદ્ધતા-વીતરાગ સમાધિ જોઈએ છે, તે રુચિ અનુસાર જ્ઞાનમાં પુરુષાર્થ કરે છે. મંદકષાયથી પુણ્ય બંધાય છે તેને તે જાણે છે કે જેમ જગતમાં ધૂળના ઢગલા પડયા છે, તેમ આ ક્ષેત્રે પણ પુણ્યના રજકણો અલ્પ સ્થિતિના બંધાય છે, અને જૂના કર્મ ખરી જાય છે. સાચો અભિપ્રાય હોવાં છતાં હજી અસ્થિરતા છે, તેથી શુભ પ્રકૃતિનું પુણ્ય બંધાય છે, તેનું ફળ-જે દેવગતિ દેખાય છે, તેનો પણ ત્યાં નકાર છે, પ્રેમ નથી. આત્મા પરનું કંઈ પણ કરે નહિ, જ્ઞાનમાં જ ટકે, અને જ્ઞાન કરે. આમાં તો ઘણો પુરુષાર્થ જોઈએ. જીવ જ્ઞાનસ્વરૂપ જેમ છે તેમ જાણીને તેમાં જ્ઞાનપણે ટકવું એ જ કર્તવ્ય છે; એમાં ઘણું કરવાનું આવ્યું, પોતાને આધારે પોતાને લાભનુકશાન છે.
પોતાનું હિત પોતે જ કરી શકે છે પણ તે ઉપર અજ્ઞાની લક્ષ કરતા નથી, એટલે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com