________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આદિ વિકલ્પ અને ક્રિયા થઈ જાય છે. જેના નિમિત્તે જે પરની ક્રિયા થવાની છે તે થાય જ છે. જ્ઞાની તેનો યથાર્થ વિવેક કરે છે, અને અજ્ઞાની વૃથા અભિમાન કરે છે. સ્વભાવ અને વિભાવને ભેદજ્ઞાન વડે જાણે તો સમજાય કે વિભાવ તે મારું હિતરૂપ કાર્ય નથી. જીવને અંતરના સૂક્ષ્મ પરિણામને જાણવાનો પ્રયત્ન કરવાની રુચિ નથી પણ બહારનું બીજું કરવાની રુચિ છે, તેથી આજ સુધી સાચું વસ્તુતત્ત્વ સમજાયું નથી. શ્રેણિક રાજાએ તેના રાજ્યમાં હિંસા-કતલખાનાં બંધ કરાવ્યાં, તેથી તે એમ માને કે મેં બંધ કરાવ્યાં, મેં જીવોને બચાવ્યાં; પણ તે તો જાણે છે કે સામા જીવોને પુણ્યનો ઉદય હતો, ત્યારે તેવું જોગાનુજોગ કાર્ય બની ગયું. લોકોમાં વ્યવહારભાષાથી કહેવાય કે રાજાએ હિંસા બંધ કરાવી, પણ રાજાએ તો માત્ર જ્ઞાન કર્યું છે. તે વખતે પોતાની ભૂમિકાને યોગ્ય શુભરાગ હતો, તેને તે જાણે છે. શુભ ઈચ્છા થાય તેને ઠીક માને, પોતાની માને, કરવા જેવી માને તે જ્ઞાન ન કહેવાય. ધર્માત્માને પુણ્યનો આદર ન હોય, છતાં પુણ્ય-પરિણામ થઈ જાય ખરાં, પણ તેને તે સંઘરે નહિ; વિકલ્પ હું નહિ, પુણ્ય હું નહિ, પુણ્યનું ફળ પણ હું નહિ, હું સિદ્ધ ભગવાન જેવો શુદ્ધ છું, પુણ્ય વિનાનો-રાગ વિનાનો છું, એમ તે માને છે; છતાં નબળાઈવશે શુભરાગ થઈ જાય છે, પણ જેટલે અંશે રાગને તોડે છે તેટલે અંશે નિર્જરા થાય છે અને જે શુભ ભાવ રહે છે, તે શુભભાવના કારણે લોકોત્તર પુણ્ય બંધાઈ જાય છે પરમાણુની ક્રિયા જે પ્રકારે થવાની હોય તેને અનુકૂળ ઈચ્છા, તથા દેહની ક્રિયા થઈ જાય છે પણ તેમાં જ્ઞાનીને પ્રેમ નથી, અહંબુદ્ધિ નથી, જેને પરભાવની-ઉપાધિની ઈચ્છા નથી, તેને જ મોટાં ઉત્કૃષ્ટ પુણ્ય બંધાઈ જાય છે, પણ જેને પુણ્યની અને જડની ક્રિયાની મીઠાશ છે, તથા જ્ઞાતાપણાનું ભાન નથી તેને લોકોત્તર પુણ્ય પણ બંધાતા નથી. અજ્ઞાની માને છે કે મેં પુણ્ય કર્યું, મેં સેવા કરી, પરની દયા, રક્ષા હું કરું છું તથા મારામાં પરના કારણે બંધન થયું. મે જડ કર્મોને બાંધ્યા; એમ એક તત્ત્વમાં બેપણું તે માને છે. તેની તે હોંશ કરે છે, અને જ્ઞાતાપણું ભૂલીને પરભાવના કર્તાપણામાં તે ઉત્સાહ દેખાડે છે. આ મહા વિપરીત દેષ્ટિ છે, તે પોતાના ભાવની હિંસા કરનારી છે, પરનું કંઈ કરું તો થાય, અને ન કરું તો ન થાય એ પણ મહા અભિમાન છે.
તત્ત્વ અને પુરુષાર્થને સમજ્યા વિના કેટલાક જીવો શક્કજ્ઞાન-મનની કલ્પનાને જ્ઞાન માને છે. તેઓ મંદકષાયથી દૂર થઈ, તીવ્ર કષાય-પાપપરિણામમાં વર્તે છે અને એકાન્ત પકડીને પુરુષાર્થને ઉથાપે છે. એમ કોઈ શુષ્કજ્ઞાનમાં વર્તે છે તો કોઈ ક્રિયા-જડત્વમાં વર્તે છે. બેઉને રાગની રુચિ છે.
વળી કોઈ કહે છે કે અમે જ્ઞાન અને ક્રિયા બઉ કરીએ છીએ, પણ તત્ત્વ અતત્ત્વનું ભાન તેમને હોતું નથી. જીવ જો યથાર્થ સમજે તો વસ્તુનો સ્વભાવ સર્વજ્ઞ ભગવાન કહે છે તેવો જ છે; બીજું સ્વરૂપ ત્રણ કાળમાં નથી એટલે કે આત્મા જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કરે નહિ, એવો ત્રિકાળી નિયમ છે એમ તેના જાણવામાં આવે. જીવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com