________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૩]
[૩૨૫ વ્યવહાર વિના દાન દયા વગેરે કેમ થશે? ઉત્તર- સામાનાં પુણ્ય હોય અને તેમને રાગ હોય તો તે જાતનો વિકલ્પ આવ્યા વિના રહે જ નહિ. જે કાર્ય જે વખતે જેવા પ્રકારે થવાનું છે તે રીતે અવશ્ય થવાનું જ છે, તેને કોઈ રોકવા સમર્થ નથી. લોકોને પરભાવ ત્યાગની વાત ગમતી નથી. તેઓ દયાના પરિણામને પોતાનો સ્વભાવ માને, ગુણ માને કે કર્તવ્ય માને છે, તેથી તેમને નિર્દોષ જ્ઞાતાપણાનો અનાદર વર્તે છે.
પ્રશ્ન :- શું આત્માનો અનાદર કરવાનો કોઈને ભાવ (ઈચ્છા) હોય છે?
ઉત્તર :- આત્માનું ભાન નથી તેથી પરસત્તાવલંબીપણામાં ઠીક માને છે, પુણ્યની રુચિ છે તે જ જ્ઞાતા ચૈતન્યનો નકાર છે, અનાદર છે.
કોઈ કહે કે અમને તેની ખબર નથી, પણ અજ્ઞાન તે બચાવ નથી. ધર્માત્મા જ્ઞાનીને પણ દયા, દાન, સેવાના કાર્યનો તથા દેહના વ્યાપારરૂપ યોગ થઈ જાય છે, પણ તેને પોતાનું કાર્ય તે માનતો નથી. જે જીવ તેને ઠીક માને-મનાવે અને તે શુભ-અશુભ ભાવને પરમાર્થે રૂડાં માને છેમનાવે છે તે અજ્ઞાની છે; જ્ઞાની જાણે છે કે પ્રકૃતિનો એવો યોગ છે, તો જોગાનુજોગ દયાની ઈચ્છા, દાન, સેવાની વૃત્તિ અને કાર્ય થઈ જાય છે, હું કરતો નથી. તેનો અને તેનું ફળ પુણ્ય તેનો હું સ્વામી નથી. ધર્માત્મા સજ્જન તો એમ માને છે કે ચેતનનાં કર્તવ્યથી વિપરીત જે પુણ્ય, પાપ અને રાગનાં કર્તવ્યને મેં કર્યા એમ કોઈ જણાવે તો તે મારે માથે કલંક છે. અવિકારીને વિકારી કહેવો, શાહુકારને ચોર કહેવો એવું એ છે. છતાં કોઈ તે પ્રકારની અણસમજની ભૂલ ન જાણે, તોપણ પોતાના ભાવની તે હિંસા અવશ્ય છે. પરભાવમાં, રાગમાં ટકવું તે દોષ છે, અસ્થિરતા છે, કલુષતા છે; તેને જે માને કે ઠીક છે, મારું કર્તવ્ય છે, તે રાખવા જેવું છે, તેણે અવિકારી નિરાકુળ આનંદ શાંતસ્વરૂપ આત્મામાં ટકવું છે, એમ ન માન્યું.
જેમ દારૂ પીને મસ્ત થયેલો ગાંડો મનુષ્ય મળમૂત્રમાં પડ્યો પોતાને સુખ-આનંદ છે એમ માને છે, પણ ડાહ્યા પુરુષ તેની વાત સાચી ન માને; તેમ આત્માની સાચી પ્રતીતિથી ભ્રષ્ટ, મોહભાવમાં મસ્ત થઈ જે માને કે રાગાદિ-પુણ્યાદિ મારાં છે, જડની ક્રિયા હું કરું, આમ કરું, તેમ કરું, પણ જ્ઞાની તે માને નહિ. તે તો જાણે છે કે એ કાર્યો ઉદયવશાત્ થયા જ કરે છે, આત્મા તેનો કર્તા નથી, તે તો માત્ર જાણે છે. ભ્રાંતિમાં પડેલો જીવ માને કે એ મારાં છે, હું એનો છું એમ પોતાના સ્વભાવને છોડીને નાહક જડ જેવો તે પોતાને કહ્યું છે, અને પરભાવનો કર્તા અને સ્વામી થાય છે. કોઈ કહે કે દયાનાં, પરોપકારનાં કાર્ય અટકી જશે તો? ઉત્તર :- જેને વસ્તુસ્વભાવનો ખ્યાલ આવ્યો તેને પૂછવું નહિ પડે. સજ્જનના હાથે જેવાં લૌકિક પવિત્ર કાર્ય થાય છે, તેવાં રૂડાં કાર્ય અજ્ઞાની (આત્મજ્ઞાનથી અજાણ જીવો) ના હાથે થતાં નથી. જ્ઞાની ધર્માત્મા જ્યાં સુધી સંસારમાં, રાગદશામાં છે ત્યાં સુધી તેનાથી દયા, દાન, દેવ-ગુરુ-ધર્મની ભક્તિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com