________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
પોતે ઇષ્ટ-અનિષ્ટ કલ્પના કરીને નાહક અભિમાન કરે છે કે હું કરું છું, એમ જ્ઞાતા સ્વતંત્ર ચૈતન્ય મટીને જડ જેવો પોતાને કરે છે-માને છે. જડભાવની માન્યતા કરે છે, તેથી અનંત જ્ઞાનીઓ કહે છે કે જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કાર્ય પોતાને આધારે થાય છે–એમ જે માને અથવા તે કાર્ય પોતાનું છે એમ જે માને તે સ્વનો હિંસક છે, સ્વયં અપરાધી છે.
જ્ઞાનીને પુણ્યપરિણામ થાય છે પણ તેને સંસા૨ખાતે ગણે છે. પુણ્યપરિણામનો આદર તે મોહકર્મનો આદર છે. સાચી ખતવણી કેમ કરવી તે સમજણ ન હોવાથી આ વર્તમાન કાળમાં સત્સ્વરૂપથી વિપરીત માન્યતા માનનારો મોટો વર્ગ છે. જાણવું તેમાં ૫૨નું કરવું એવા ભાવનો અવકાશ જ નથી, છતાં માને કે મેં શુભ પરિણામ કર્યાં. હવે વિચારો કે મોહ્રકર્મને અનુસ૨વાથી શુભ-અશુભ પુણ્ય-પાપાદિ કાર્યની ઈચ્છા થાય છે તેને જે ઠીક માને છે, તેનાથી ગુણ માને છે, તે અજ્ઞાની છે. આત્માનું નિરૂપાધિક શાંતિ લક્ષણ છે, તેને ભૂલીને જે પુણ્યનો આદર કરે છે-ઠીક માને છે તેને છોડવા યોગ્ય તે કેમ માને? “ કર્તાનું ઇષ્ટ તે કર્મ. ” જીવ જેને વહાલું માને તેને છોડવા કેમ માગે? માટે જે તત્ત્વસ્વરૂપ-જ્ઞાનસ્વભાવથી અજાણ છે, તે અજ્ઞાન સહિત બાહ્ય ક્રિયા કરી પાપાનુબંધી પુણ્ય બાંધે, દેવ થાય, એટલે ભૂતડું થઈને પછી કસાઈનો બોકડો થાય, અગર કસાઈ થાય અને પછી ન૨કમાં જાય. સાધારણ રીતે આ વાત ચાલતી નથી, મોટે ભાગે જનસમૂહ જે માને છે તેનાથી આ બીજું છે; આ વાત સ્થૂળબુદ્ધિ જીવોને બેસાડવી કઠણ પડે તેમ છે. સત્નો નકા૨ ક૨ના૨ા ઘણા છે, તોપણ વીતરાગ સર્વજ્ઞના શાસનની જયવંત પ્રભા છે. સાચા ધર્મને ટકવું છે, તેથી શ્રીમદ્ રાજચંદ્ર જેવા પવિત્ર આત્મા પણ પાંચમા આરાના છેડા સુધી રહેશે. સાધારણ લોકોને (બાહ્યદૃષ્ટિ જીવોને) ન રુચે તેવી આ વાત છે. વર્તમાન લોકોના વિપરીત અભિપ્રાયથી તદ્ન જુદું છે, એવા આ સનાતન સત્યને, નગ્ન સત્યને જાહેર કરીએ છીએ. જેને સાચું હિત-સાચું સુખ જોઈતું હોય તેણે અવિરોધી ન્યાયમાર્ગને સમજવો પડશે.
જે કોઈ કહે કે જડની ક્રિયા ચેતન કરે છે, એને હું કરી શકું, એનાથી ઠીક થશે, વગેરે જડ વસ્તુના કાર્યને પોતાનાં માને છે, પોતાનું કર્તવ્ય માને છે અને પુણ્ય, દયા આદિ રાગને મોક્ષમાર્ગ માને છે તે પોતાના જ્ઞાનને આવરે છે, ઢાંકે છે, કારણ કે તેને નિર્દોષ જ્ઞાતાપણું નથી ગોઠતું. લોકોને સારું થવું છે–સારું કરવું નથી. વસ્તુસ્વભાવ શું છે તેનો જરાય વિવેક લાવીને મનન કરતા નથી. ઘાતિકર્મ શું અને કષાયપરિણામ તે શું, અને મંદકષાય એટલે શુભ પરિણામ તે શું તથા તે કેમ થાય છે તેની કાંઈ પણ ખબર નથી. પોતાના સ્વગુણનો ઘાત કેમ થાય છે તે વિચારીને જોતા નથી. જે જ્ઞાનનું કર્તવ્ય છે તેને ભૂલીને જડનું કર્તવ્ય પોતાનામાં ખતવે છે અને તેને ઠીક માને છે, એ વિકારી ભાવને ધર્મ માને છે. જે ભાવને કરવા જેવા અને ઠીક માને છે તે ભાવ કોણ છે, દુશ્મન છે કે સજ્જન છે ? તેનો વિચાર કદી કર્યો છે? પ્રશ્નઃ- તો પછી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com