________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૩]
[૩૨૩ વહાણ હાંકનાર નાવડિયાને પૂછયું કે તમે જ્યોતિષ જાણો છો? ગણિત જાણો છો? ખગોળભૂગોળ જાણો છો? વગેરે. ત્યારે નાવડિયે કહ્યું કે હું જાણતો નથી. ત્યારે પંડિતજી કહે તમારાં બધાં વર્ષ પાણીમાં ગયાં. આગળ ચાલતાં દરિયામાં તોફાન થવાથી વહાણ બૂડશે એમ જાણું, ત્યારે નાવડિયો કહે છે કે પંડિતજી તમને તરતાં આવડે છે? પંડિત કહે “ના.” ત્યારે નાવડિયો કહે છે કે હું તો તરીને ચાલ્યો જઈશ, આ વહાણ બૂડી જશે; માટે મારાં બધાં વર્ષ પાણીમાં ગયાં કે તમારાં? તેમ જે બહારનું બીજું ઘણું જાણતો હોય, પણ જો પરથી જુદો સ્વાધીન જ્ઞાયક જ છું એવા સત્ સ્વભાવને ભાવભાસન વડે જાણતો નથી તો ભવસાગરમાં બૂડી જવાનો. સત્ જાણકાર પાસેથી જો ભગસાગર તરવાનો ઉપાય જાણ્યો હોય તો બૂડવાનો વખત ન આવે. શ્રીમદ્ રાજચંદ્રના દરેક પત્રમાં સત્સમાગમનો ભણકાર છે. સ્વચ્છેદે માર્ગ હાથ નહિ આવે, માટે બધા વિરોધ રહિત આત્માનો ધર્મ-સાચું હિત જેને જોઈએ છે તેણે પોતાની જાતની તૈયારીથી સત્સમાગમ કરવો પડશે
છઠ્ઠી પદની શંકા ચાલે છે. પાંચ બોલ નક્કી કર્યા તેથી શિષ્ય કહે છે કે કદાપિ મોક્ષપદ હોય, પણ વિરોધ રહિત સાચો ઉપાય શું હશે? મત-દર્શનના અનેક અભિપ્રાયની મૂંઝવણ અલ્પ આયુષ્યથી કેમ ટળી શકે? પરમાર્થનો માર્ગ તો ત્રણે કાળે એક જ હોવો જોઈએ. તેનો સાચો વિવેક કેમ કરવો, તે હે પ્રભુ! તમે જ બતાવો. કારણ કે
“અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક;
એમાં મત સાચો ક્યો, બને ન એહ વિવેક.” જો મહાગ્રહના પક્ષથી મૂંઝાય અને સાચું સમજવા માગે તો, તે મૂંઝવણનો નિવેડો કરી શકે છે. લોકો માને છે કે આપણી ફરજ છે માટે કુટુંબ-દેશ-સમાજનું આપણે કંઈ કરી દઈએ, કંઈ સેવા કરીએ, દવાખાના-નિશાળો બંધાવીએ, વગેરે કર્તવ્ય થાય તો ઠીક. એમ જે કાર્ય પોતાને આધારે નથી, તે પરાધીન કાર્યને કરવાનો પોતાનો ધર્મ માને છે. પરનાં કાર્ય સહેજે જે કાળે થવાનાં હોય તે કાળે થાય છે તેમાં આ દેહાદિનું નિમિત્ત થવાનું હોય તો તે વખતે જીવને ઈચ્છાની વૃત્તિ ઊઠે છે, અને પર કાર્યની યોગ્યતા હોય તો તે કાર્ય થઈ જાય છે, છતાં તેમાં મિથ્યા-અભિમાન જીવ કરે છે. તત્ત્વને યથાર્થ રીતે જાણ્યા વિના, ભેદવિજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના, કોઈ કહે કે હું આ અનાસક્તપણે કરું છું, તો તેની વાત ખોટી છે, ઊંધી માન્યતા છે. પરનાં કાર્યો ચેતન કદી કરી શકે નહિ. ચૈતન્ય જ્ઞાતા છે તેથી જે જે સંસાર દેહાદિનાં કાર્ય થાય તેને માત્ર તે જાણે જ છે. વસ્તુનો સહજ સ્વભાવ ભૂલીને બીજાં માને કે હું બીજાને સુખી કરું, દુઃખી કરું બચાવું, વગેરે જે વિપરીત સ્વભાવને માને છે તે પોતાના નિર્દોષ ગુણને દોષિત-મહા અજ્ઞાનરૂપ કરે છે. જ્ઞાતાસ્વભાવની અરુચિ છે તેને પરમાં અને રાગાદિમાં કર્તાપણાની સચિ હોય જ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com