________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨]
| [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” એમ સમજણની જ ખામી છે. જેને ભૂલ ટાળવી છે તે તૈયાર થઈને સદ્ગુરુ સમીપે જાય તો ભૂલ ટળી જાય. આ પાંચમા આરાની વાત છે. શિષ્ય એવા પ્રકારની શંકા મૂકી છે કે મત-દર્શનના આગ્રહી ઘણા છે, તેઓ અનેક ઉપાય કહે છે. વળી અનંતકાળથી પ્રવાહરૂપ કર્મો પરંપરાએ બંધનરૂપે ચાલુ રહે તો તેનાથી કેમ છૂટાય? હે નાથ ! ચોથા આરામાં તો ઘણાં મોટાં આયુષ્ય હતાં અને સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ તીર્થકર ભગવાનનો યોગ હતો; પણ આ કાળે અલ્પ આયુષ્ય છે અને સાક્ષાત્ તીર્થકર ભગવાનનો વિયોગ છે, તેમાં આ કર્મનાં શુભાશુભ બંધન કેવી રીતે છેદ્યાં જાય? સંસારમાં પણ કોઈને વાંધો પડયો હોય તો ડાહ્યા પુરુષો તેનું સમાધાન કરી બુદ્ધિપૂર્વક ન્યાય આપે છે, અને સમજાવે છે. તેમ આ ચૈતન્યનો નિરૂપાધિક શુદ્ધ ધર્મ અને ઔપાધિક ભૂલરૂપ અવસ્થાનો ઝગડો સદ્ગુરુ પાસે ફરિયાદ કરવાથી ટળે છે. ૯૨ શિષ્ય શંકાના કારણો રજૂ કરે છે :
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક;
તેમાં મત સાચો કયો, બને ન એહુ વિવેક. ૯૩ શિષ્ય મિથ્યાધર્મ, મતાર્થ, માનાર્થથી થાકીને, પાછો ફરીને સદ્ગુરુ સન્મુખ આવ્યો છે. ભવનો ભય જાણ્યો છે, તેથી હવે તીવ્ર જિજ્ઞાસા બતાવે છે કે હે નાથ ! હે પ્રભુ! મારામાં વિવેકશક્તિ નથી, પણ સમજવાનો કામી છું. સાધારણ મુમુક્ષુ બેનો-બાળકો વગેરે મોક્ષની અભિલાષા ધરે, પણ તેને ઊંધાં પોષણ મળવાથી મુંઝાઈ જાય છે કે હવે અમારે શું કરવું? કોઈ ક્રિયાથી મોક્ષ માને છે, કોઈ પુરુષાર્થ ન કરવો પડે એમ સહેલામાં મોક્ષ માને છે, કોઈ સાચા માર્ગના વલણમાં હોય તેને અટકાવનાર પણ ઘણા મળે છે. વળી કહે કે અમારો કુળધર્મ છે તે કેમ છોડાય? એમ સંયોગ દષ્ટિવાળા વિધ્રને જુએ છે, અંતરાય દેખનારને અંતરાય દેખાય છે; પણ જે સર્વ બંધનને જાદા જાણી, ઔપાધિક જાણી તે સામું જોતો નથી અને જે સસ્વરૂપનો ખોજક થાય છે તેને સત્સમાગમ મળે છે. જે ભાવે અનંતકાળ ગાળ્યો તે બંધભાવે ઔપાધિક ભાવે અબંધ નિરૂપાધિક શુદ્ધ તત્ત્વ કેમ પ્રગટે? પોતે જો શાંતિના માર્ગે જાય તો સુખ-શાંતિરૂપ ફળ કેમ ન મળે? માટે પાત્રતા અને સત્સમાગમની જરૂર છે. પોતાને માર્ગની ખબર ન હોય, અને નાનો બાળક જાણનાર હોય તો તેને પૂછવું પડે. ભાવનગરથી ડાહ્યા નાગરને સિદ્ધપુર જવું છે, સાઠ વર્ષના અનુભવી છે, સંસારના ડાહ્યા છે, ધોળા વાળ અને ધોળી મૂછોવાળા, સ્વચ્છ કપડાંવાળા, પચીસ લાખની મૂડીવાળા છે. એવા દસ જણાં ગાડામાં બેઠા છે પણ માર્ગમાં ભૂલા પડ્યા છે. દુનિઆના ઘણા ડાહ્યા હોય પણ જે માર્ગનું ભાન પોતાને નથી, બધુંય માન છોડીને તે માર્ગના જાણકારને પૂછે તો માર્ગ હાથ આવે, ન પૂછે તો રખડ્યા કરે. દષ્ટાંત-એક પંડિત વહાણમાં બેસીને દરિયા રસ્તે જતો હતો. તેણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com