________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૨ ]
[ ૩૨૧
વિરોધ કરે કે તમે આવું કેમ કહો છો ? આવી શુદ્ધાત્માની શ્રદ્ધા કરવાથી તો અમારાં પુણ્ય, દયા બધુંય ઊડી જાય છે. શાસ્ત્રમાં નવ પ્રકારે પુણ્ય કહ્યાં છે, માટે અમારે તો તે પુણ્ય કરવાં એ જ ધર્મ છે.
સાચાનો વિરોધ કરનાર કહે છે કે પુણ્યથી તીર્થંકર નામકર્મ બંધાય. તીર્થંકર નામકર્મ તો સાચા ભાનની ભૂમિકામાં, પુણ્ય તે આદરણીય નથી-એવા ભાવમાં બંધાય છે. જ્ઞાનીઓ કહે છે કે અશુભથી બચવા પુણ્યપરિણામ કરવાં, પણ પુણ્યથી આત્માનો ગુણ થાય છે તેમ ક્યાં કહ્યું છે ? પુણ્યાસ્રવ તો બંધનું કારણ છે. તેનાથી આત્માનો ગુણ થશે એમ તેમાં ક્યાં આવ્યું ? પાપ ન કરવું એવા ઉપદેશમાં પુણ્યનો ઉપદેશ વ્યવહા૨થી આવે પણ તેમાં ખરેખર ધર્મ માને તો તેના અજ્ઞાનપૂર્વક પાપનુબંધી પુણ્યના ફળમાં તીર્થંકરને બદલે તેતર થશે. જેણે આત્માને શુદ્ધસ્વભાવી ન માન્યો, પુણ્યનો આદર કર્યો, અને રાગમાં અટક્યો, તેણે જ્ઞાતાપણાનો-શુદ્ધસ્વરૂપનો અનાદર કર્યો. શુભભાવ કરે તો કદાચ આવતા ભવમાં દેવ ભૂતડું આદિ થાય, ત્યાંથી સારો ગધેડો કે તેતર થાય, અને પરંપરાએ નરકે જાય. તેતર થઈ તે ઊધઈ ખાઈને હિંસાના ફળમાં નરકે જાય. જ્ઞાની ધર્માત્મા તીર્થંકર થઈ જગતનો ઉદ્ધાર કરે અને મોક્ષે જાય.
થોરના કાંટા જેવા કુતર્કવાદી કહે છે કે આ તો એકલી નિશ્ચયની જ વાતો કરીને અમારું બધું ઉથાપે છે; અમારું કર્યું બધુંય નિરર્થક ઠરાવે છે, તેથી તો બધુંય ચાલ્યું જશે. એમ કહી સત્યનો અનાદર કરે છે; અને પોતાના સ્વભાવનો ઘાત ક૨ના૨ મિથ્યાભાવનો આદર કરે છે, તોપણ આ કાળ ભાગ્યશાળી છે કે વિચારવાન જીવો આ સત્પ્રરૂપણાને સાંભળવાના ઈચ્છક છે; અને કેટલાક, જેને સાચા માર્ગની પ્રતીતિ નથી તે અંતરાય કરવા આડા આવતા નથી. શ્રી આનંદઘનજી અને શ્રીમદ્ રાજચંદ્રના કાળમાં તો આ વાત સાંભળનારા બહુ જ થોડા હતા. શ્રીમદ્ કહે છે કે :
แ એહી નહિ હૈ કલ્પના, એહી નહિ વિભંગ, કઈ ન૨ પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ.
k
,,
“ સર્વજ્ઞ-વીતરાગસ્વરૂપને વિચારતાં પામી ગયા આત્મધર્મનું મૂળ. મોક્ષમાર્ગ વર્તમાનકાળમાં પણ છે, એક દેહ કરીને મોક્ષે જાય એવા જીવો વર્તમાનમાં પણ છે, અને પાંચમા આરાના છેડા સુધી રહેશે. તેને ઓળખવાની શક્તિ જોઈએ. જેને ૫૨માર્થને ગ્રહણ કરવો હોય તેણે વિરોધ ટાળીને જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તવું પડશે. ચોથા આરામાં જે સાક્ષાત્ સર્વજ્ઞ સમીપે આત્મધર્મ ન પામી શક્યા, તેવો મોંઘો ધર્મ આ કાળે પણ ઘણા જીવો પામી શકે છે. જે સર્વજ્ઞે સનાતન સાચું તત્ત્વ કહ્યું છે તેને વિ૨ોધરહિતપણે સમજે તો તેને આ કાળે પણ એકાવતારી થવું સંભવે છે. પ્રથમ ગાથામાં કહ્યું કે
99
Please inform us of any errors on rajesh@Atma Dharma.com