________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તત્ત્વસ્વભાવમાં સંદેહ આવે છે, અને કોઈ પણ કલ્પનાવડે અન્યથા માને છે. પોતાની શુદ્ધ અવસ્થાનો દરેક ક્ષણે જીવને ભોગવટો છે, એવો વસ્તુનો સહજ સ્વભાવ છે. કોઈ કહે કે ત્યાં તો કંઈ ભોગવાતું જ નથી, તો તે મત ખોટો છે. છમસ્થ અવસ્થામાં પણ જ્ઞાની પુરુષ પોતાનો સહજ આત્માનંદ અસંગપણે અનુભવે છે. આ તો જેને પૂર્ણ પવિત્ર શુદ્ધ નિરાવરણ દશા પ્રગટ વર્તે છે, તેને પરમાં અનંતમાં ભળી જવું કેમ બને? માટે ત્યાં તો અનંત સુખ છે, એમ હે શિષ્ય, તું માન. ૯૧
મોક્ષના ઉપાયનું છઠું પદ, શિષ્ય શંકા કરે છે કે – મોક્ષ તો બધાય કહે છે, પણ તેના ઉપાયના સાધનમાં વિરોધ ઘણા છે. અનંત કાળનો અજાણ્યો તે લોકોત્તરમાર્ગ છે, અને લોકો અનેક પ્રકારે તેના ઉપાય બતાવે છે. કોઈ માને કે દેહાદિ ક્રિયાથી મોક્ષ મળે, કોઈ માને કે જાણવાથી મળે, કોઈ પુણ્યથી મળે એમ કહે છે. એમ અનેક મતાર્થીઓ પોતપોતાનું કથન કહે છે, તેથી મને પણ શંકા થાય છે. તે શંકાનાં કારણો શિષ્ય રજા કરે છે. શિષ્યની શંકા
હોય કદાપિ મોક્ષપદ, નહીં અવિરોધ ઉપાય;
કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ ભવભીરુ શિષ્યનો અંદરના કાળજાનો પોકાર છે, કે અવિરોધ ઉપાય હાથ ન આવે તો યથાતથ્ય સાચો ઉપાય સમજ્યા વિના કર્મબંધથી કેમ છૂટી શકાય? વળી અનંતકાળનાં કર્મો છે, તે અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય? શિષ્યનો ઉત્સાહ સમજણ સહિત વધ્યો છે, કે મોક્ષનો સદુપાય સમજાવો.
હવે શિષ્ય મોક્ષની હા પાડે છે અને તીવ્ર જિજ્ઞાસા સાથે ઉત્સાહ દેખાડે છે. તે અપૂર્વ લોકોત્તરમાર્ગની સાચી વિધિ સમજવા માગે છે અને જણાવે છે કે યથાતથ્ય, અવિરોધ, પરમાર્થભૂત સાચો મોક્ષનો ઉપાય સમજાવો.
ચાર પ્રકારના શ્રોતા કહ્યા છે :(૧) અરીસા જેવા-જે જે ન્યાય વક્તા કહે તે ન્યાયને તુરત સમજી લે.
(૨) ધજાની પૂંછડી જેવા-કે જે ગમે તેવી ઘર્મની વિપરીત વાત સાંભળે તો તેની પણ હા પાડે, બધાને વંદન કરે, સત્ય-અસત્યની પરીક્ષા જેમને નથી, કોઈ જાતનો અવિરોધી નિર્ણય કરવાની મધ્યસ્થબુદ્ધિ નથી, પરીક્ષા કરવાની તુલનાત્મકબુદ્ધિ જ નથી.
(૩) ફૂટેલા ઘડા જેવા કે-તે સાંભળે પણ ગ્રહણ કરે નહિ.
(૪) થોરના કાંટા જેવા-કે જે કાંટા વાંકા હોવાથી તે ઉપર વસ્ત્ર સુકાવા નાખો તો કેમે કરી ઝટ નીકળે નહિ. તેવા કુતર્કવાદી અને ઊંધાઈ કરનારા. સાચી વાત સાંભળે ત્યાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com