________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૧]
[ ૩૧૯ હવે મોક્ષનું સ્વરૂપ કહે છે :
દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ;
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧ મોક્ષની વ્યાખ્યા કરતાં કહે છે કે અંદરમાં શુભાશુભ પરિણામની નિવૃત્તિ એટલે ભેદજ્ઞાન ઉપરાંત જ્ઞાતાસ્વભાવમાં ટકી રહેવાથી કર્મની ઉપાધિ ટળી જાય છે. રાગ-દ્વેષ ટળવાથી શુભાશુભ ભાવના આલંબનરૂપ સંયોગ સ્ત્રી, ધન, વસ્ત્રાદિનો વિયોગ (ત્યાગ) સહેજે થઈ જાય છે. રાગ ટળતાં રાગનું નિમિત્ત ટળી જાય છે. અહીં કહે છે કે “દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ,” એટલે જે ભાવે દેહાદિ પુણ્ય-પાપ પ્રકૃતિનો સંયોગ થાય છે, તે બંધભાવને શુદ્ધભાવવડે ટાળીને અબંધભાવ-વીતરાગભાવને સળંગ ઊભો રાખે, તો જે પૂર્વે દેહનો અનંતવાર સંયોગ-વિયોગ થતો હતો, તે ન થતાં આત્યંતિક વિયોગ થઈ, છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા-પૂર્ણ શુદ્ધતા, મુક્તદશા, મોક્ષાવસ્થા પ્રગટ થાય છે. પુણ્યપાપના ભાવ ન કર્યા એટલે કે સ્વસમ્મુખતા કરે તો નવીન શુભ-અશુભ કર્મપ્રકૃતિનો બંધ થતો નથી, અને જૂનાં બંધાયેલાં કર્મ તેનું ફળ દેખાડીને ટળી જાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં કર્મનું ટળવું અધિક થાય છે. અને નવીન શુભ-અશુભ કર્મનો બંધ અલ્પ થાય છે; અને જો સર્વથા અબંધભાવે એટલે શુદ્ધ સ્વભાવમાં સ્થિર રહે તો દેહાદિ ઉપાધિ સંયોગનો આત્યંતિક વિયોગ થઈ શકે છે, નવું બંધન આવતું નથી; અને તેનું ફળ સિદ્ધ સ્વભાવ મોક્ષસ્વભાવ છે, તે મોક્ષસ્વભાવ પ્રગટે ત્યારે શાશ્વતપદે અનંત અવ્યાબાધ આત્માનંદ-અક્ષય આનંદ ભોગવાય.
સિદ્ધ એટલે પૂર્ણ શુદ્ધ કૃતકૃત્યદશા. જેમાં કંઈ કરવાપણું નથી. પ્રથમ શુભાશુભ પરિણામની હીનાધિક અવસ્થા અને તેવી જ સ્થિતિવાળા દેહાદિ સંયોગ મળતા હતા; તે ઉપાધિભાવનું ફરી ગ્રહણ ન થાય એવા શુદ્ધ વીતરાગ-અબંધભાવ વડે તે જાતના પુરુષાર્થની સ્થિરતાથી, તે તે સંયોગનો વિયોગ થાય છે. જે પૂર્વ કર્મ સત્તામાં પડ્યાં છે તેની અબંધપૂર્વક નિર્જરા થાય. અને તેવી રીતે દેહાદિના સર્વથા વિયોગ સહિત મોક્ષસ્વભાવ પ્રગટે છે, અને “નિજ અનંત સુખભોગ” ભોગવે. કોઈ એમ માને છે કે મોક્ષમાં સ્વતંત્ર સ્વસત્તા નથી, એક અદ્વૈત જ છે, તેથી સમયે સમયે અનંત આનંદનો ભોગવટો નથી; કારણ કે અનુભવવું અને અનુભવનાર એ બે ભેદથી તો વૈત થઈ જાય છે, માટે ત્યાં ભોગવવાપણું કંઈ નથી, એમ માનનાર મતાર્થીના મતનું નિરાકરણ “ નિજ અનંત સુખભોગ” ભોગવે છે એમ જણાવી અહીં કર્યું છે.
આત્મા પોતે અનાદિ-અનંત સ્વાધીન સુખરૂપ છે. તેમાં સંસારાવસ્થાનો વિયોગ થવો, અવિકારી પૂર્ણ પવિત્ર મોક્ષસ્વભાવદશાનું પ્રગટવું, અને સહજ શુદ્ધ આત્મસ્વરૂપનું નિત્ય રહેવું, એ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું છે. દરેક ક્ષણે અનંત સુખનો ભોગવટો સિદ્ધદશામાં છે. આ દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તેને સાચા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com