________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તો તે ઊંધી દૃષ્ટિ એટલે મિથ્યાષ્ટિ છે. મોહ, મમત્વ, રાગ ટાળવાનો પુરુષાર્થ કરે તો રાગનું નિમિત્ત છૂટી જાય છે. સાચા અભિપ્રાય સહિત રાગનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. અંતરાયનો ઉદય હોય તેને ત્યાગ માને, અને કહે કે અમે ચારિત્રવાન છીએ, ત્યાગી છીએ. એવી વાત અત્રે નથી. અહીં તો યથાર્થ આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતાવડ રાગનો ત્યાગ થાય તે કરવા કહ્યું છે.
[ તા. ૧૪-૧૧-૩૯]
ગાથા ૮૯માં કહ્યું કે જેવા શુભાશુભ ભાવ જીવ કરે છે તેવું તેનું ફળ થાય છે; પુણ્યપાપના ભાવ ન કરે, સ્વસમ્મુખતા કરે, તો તે નિવૃત્તિની સફળતા છે-નિવૃત્તિસ્વરૂપ મોક્ષ છે. એમ હે વિચક્ષણ! તું જાણ. અહીં એવી અપૂર્વ ઘટના કરી છે કે શિષ્ય જેટલું સમજ્યો તેથી પાછો ન ફરે, અને અપ્રતિહાભાવે પૂર્ણને પૂરું પાડે; એવી ક્રમબદ્ધ શૈલી આ શાસ્ત્રમાં કરી છે. શિષ્ય પોતે ચાર પદને યથાર્થપણે પોતાના અંતરની તૈયારીથી એવી રીતે સમજ્યો છે, કે ફરીને તેમાં શંકા-સંદેહ કે ભૂલ તેને ન આવે. ૮૯ હવે ૮૭-૮૮મી ગાથાનો ઉત્તર ૯૦મી ગાથામાં કહે છે :
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેવું શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષસ્વભાવ. ૯0. કર્મ સહિત અનંતકાળ વીત્યો, તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વિત્યો. જ્ઞાતાપણું ભૂલીને ઉપાધિમાં જીવ અટકયો, અને તેથી ઉપાધિરૂપ થયો; પણ હું તો શુભાશુભ ભાવ રહિત જ્ઞાનઘન છું. મારામાં પરવસ્તુનો ધર્મ શી રીતે સંભવે? હું એનો અને એ મારા એવા બંધભાવમાં અનંતકાળ વીત્યો. પણ તેનાથી ઉદાસીન થઈ માત્ર જ્ઞાતાપણે રહેવાથી શુભાશુભ ભાવ છેદાય છે; અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. દેહમાં એકક્ષેત્રે જ્ઞાનનો વ્યાપાર અને તે જ્ઞાનની ક્ષણે ક્ષણે થતી અવસ્થા અને તે જ ક્ષણે, તે જ ક્ષેત્રે પૂર્વ કર્મથી શુભાશુભ અવસ્થાની પ્રગટદશા ઊપજે છે. તે રાગ, હર્ષ, શોક આદિ મલિન પરિણામ પ્રકૃતિનો ઔપાધિકભાવ છે, તેમાં જે પ્રીતિથી અટકવું થાય છે તે ભૂલ છે, માટે તે ભૂલ ટાળી શુભાશુભ રાગથી ભિન્ન જ્ઞાતા-દ્રષ્ટા જીવ રહે તો તે સહેજે નિવૃત્ત થાય છે. ભૂલરૂપ દશા આ જીવે કરી છે તે ભૂલ નિર્મળ જ્ઞાતાપણે ટાળ, તો તારું સ્વરૂપ મોક્ષસ્વરૂપ જ છે. જ્ઞાતાપણામાં ટકી રહેવારૂપ પુરુષાર્થથી પ્રગટ મોક્ષદશાપૂર્ણ પવિત્રતા થઈ શકે છે. યથાર્થ અભિપ્રાય બંધાઈ ગયો કે શુભાશુભ ઔપાધિક કાર્ય ભલાં નથી, એ મારો સ્વભાવ નથી. એમ પોતાની પૂર્ણ શુદ્ધતાને જાણવાથી અને માનવાથી, અબંધપરિણામે બંધ-અવસ્થા ટળે છે અને નિરૂપાધિકતા પ્રગટે છે. ૯૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com