________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૯]
[૩૧૭ હાથ નથી. પરવસ્તુનાં ગ્રહણ ત્યાગ જ્ઞાનમાં નથી. શુભાશુભ પરિણામ-બંધભાવને તું શીધ્ર બાળી મૂક, એમ ૧૭ મે વર્ષે શ્રીમદે અંદરથી પડકાર મારીને કહ્યું છે. જે પુણ્યાદિ શુભાશુભ રાગનું કર્તવ્ય ઠીક માન્યું હતું, તેને ઉપાધિ જાણીને તું મિથ્યા માન્યતા છોડ, એમ કહ્યું છે.
કર્તાનું ઈષ્ટ તે કર્મ. જેમાં તે ઠીક માન્યું હતું તેને દોષમય-અઠીક માની, બંઘભાવને ઉપાધિરૂપ જાણ્યા, માટે તેની નિવૃત્તિ થઈ શકે છે. સમ્યમ્ અભિપ્રાયથી શુદ્ધતાના અવલંબન દ્વારા શુભાશુભ ભાવનું નિવૃત્ત થવું સફળ છે. તે શુભાશુભ કર્મનું કરવાપણું જેમ સફળ છે તેમ તે વિભાવ નહિ કરવાથી તેની નિવૃત્તિ પણ સફળ છે.
ત્યાગ કરો, પુણ્ય કરો, સંસાર, સ્ત્રી, પૈસો બધુંય ત્યાગી ઘો; આમ કરવું-તેમ કરવું, એવું અનંત કાળથી સાંભળવામાં આવે છે; પણ મુક્તપણું, કર્મબંધનું ટાળવાપણું, સહજપણે નિવૃત્ત થવું તે કેમ ન આવ્યું? તે વિચારો. જે ભાવે બંધ થાય તે ભાવે મુક્તિ કેમ થાય? વસ્તુ માત્રનો પોતપોતાથી પરિણમવાનો સહજ સ્વભાવ છે; છતાં જીવ પરનો કર્તા-ભોક્તા થઈ અસત્ કલ્પના ઊભી કરે છે, પરવસ્તુમાં સુખબુદ્ધિ કરે છે, પરભાવપણે રાગી-દ્વેષી થઈને રહે છે, અને હું કરું, હું લઉં, મૂકું, ત્યાગ કરું, એમ જ્ઞાનમાં અસ્થિરતા, કૃત્રિમતા, અસહજપણે પોતે જ કરે છે. વસ્તુનો સ્વભાવ તો સહજ છે; કશું હઠથી થતું નથી, છતાં ભૂલથી જીવ માને છે કે હું પરનું કરું છું, લઉં છું, ગ્રહણ કરું છું, ત્યાગ કરું છું. કોઈને પ્રશ્ન થશે કે ત્યારે કરવું શું? ઉત્તર-વસ્તુ (આત્મા) નો સહજ જ્ઞાતા-દ્રષ્ટા માત્ર સાક્ષી સ્વભાવ છે; ચૈતન્યતા છે, તો તેમાં ( જ્ઞાતાપણામાં) જ્ઞાનપણે જાણવું, ટકવું એ જ સહજ સ્વાધીન સુખ છે તે કરવું. દુઃખી થવું હોય તો બીજું માનો. ઊંધું માનવાની ભૂલ કરવા જીવ પોતે સ્વતંત્ર છે.
પ્રશ્ન :- ભગવાનનો ઉપદેશ છે કે ત્યાગ કરવો?
ઉત્તર :- મોહગર્ભિત વૈરાગ્યથી જે ત્યાગ વર્તે છે તે વાસ્તવિક ત્યાગ નથી, પણ અંતરાયનો ઉદય છે. ઉદયજન્ય ત્યાગ તે સાચો ત્યાગ નથી, પણ યથાર્થ તત્ત્વદૃષ્ટિના ભાનસહિત, સાચી શ્રદ્ધા સહિત, હું શુદ્ધ છું, પરવસ્તુનાં ગ્રહણ-ત્યાગ કરવો કે દેહાદિની ક્રિયા કરવી તે મારે આધારે નથી, હું અક્રિય જ્ઞાતા સાક્ષી શુદ્ધ જ છું, એ અભિપ્રાયની દૃષ્ટિ રાખીને, વર્તમાન અશુદ્ધ અવસ્થાનો રાગ ટાળવાનો પુરુષાર્થ કરવો. તે રીતે રાગ ટાળતાં રાગનાં નિમિત્ત જે બાહ્ય પરિગ્રહ તેનો ત્યાગ સહેજે થઈ જાય છે. એવો સહજ વસ્તુનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, હઠથી કાંઈ થતું નથી.
કોઈ માને કે મારે વિષય-કષાય કે સંસારના રાગાદિ કાંઈ છોડવા નથી. કારણકે હઠથી તો કંઈ થતું નથી. એમ સ્વચ્છંદી ભાષા બોલે, રાગ ટાળવાનો પુરુષાર્થ ન કરે, વિષય-કષાયમાં પ્રવર્તે, અને કહે કે જે થવું હશે તે સહજપણે, ઉદય પ્રમાણે થઈ જશે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com