________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ચેતનની અવસ્થાના દોષથી થતાં શુભાશુભ કર્મપદ જાણ્યાં, અને સાથે તેમ પણ જાણું, કે મેં શુભ-અશુભ પરિણામ કર્યા અને તેથી તે થયાં. પણ તેનું ફળ સ્વર્ગ-નરકાદિ ભોગવવાપણું છે. તે શુભાશુભ ભાવ દોષ છે, તેથી નિવૃત્ત થઈ શકાય છે. હું જ્ઞાતા-દ્રષ્ટા, સાક્ષી જ છું, પરમાણુ, પુણ્યાદિ, દેહાદિની ક્રિયા કરવી તે મારો ધર્મ નથી; હું જ્ઞાતા છું, જ્ઞાયક જ્ઞાન સિવાય કરે શું? હું જ્ઞાન છું તેથી તેમાં ટકવાનો પુરુષાર્થ થઈ શકે છે. અજ્ઞાનભાવે હું પરનો કર્તા-ભોક્તા છું, એમ કલ્પના કરી પરમાં સુખબુદ્ધિ મેં માની હતી, તે જ્ઞાનની ભૂલ અવસ્થા મેં કરી હતી. તે ભૂલઅવસ્થા પલટાવીને અભૂલરૂપ જ્ઞાનદશા હું જ કરી શકું.
ક્રોધ ટાળીને જેમ ક્ષમા થઈ શકે છે, તેમ જે હું કરું, હું દયાવાળો, પુણ્યવાળો, હું બીજાને બચાવું, સુખી-દુઃખી કરું વગેરે રાગરૂપ પરભાવમાં ટકવારૂપ મિથ્યાભાવ, અને પરમાં સુખબુદ્ધિની કલ્પના હું કરતો, તે અસત્ કલ્પનાથી હું નિવૃત્ત થઈ શકું છું, હું પુણ્ય-પાપ, રાગાદિ નિર્મળ શુદ્ધ સ્વભાવે છું, એમ યથાર્થપણે જાણવું તે સ્વાધીનપણું છે. મારા સ્વરૂપની સ્વાધીનતામાં પર પ્રકૃતિની ઉપાધિ નથી, પુણ્ય-પાપ મેં કર્યા, મેં ભોગવ્યાં તેમ માન્યું હતું, તે પ્રકૃતિની અસરને લઈને મારામાં ઉપાધિ, ઊણપ, હીનતા અને રાગી-દ્વેષીપણું હતું તેનાથી ગુલાંટ મારી એટલે જાણ્યું કે મારો સ્વભાવ પરભાવપણે નથી, પણ નિર્મળ શુદ્ધ અક્રિય જ્ઞાતાસ્વરૂપ છે, પરથી સર્વથા નિવૃત્તસ્વરૂપ નિરપેક્ષ છે. એમ પુણ્ય-પાપથી ક્ષણિક અવસ્થામાં તું ભળવા યોગ્ય નથી પુણ્યપાપરૂપ ભાવ કરવાથી કર્મબંધ થાય છે તે તેનું સફળપણું છે. તેનાથી વિપરીત શુદ્ધભાવ કરવાથી શુભાશુભ ભાવની નિવૃત્તિ પણ સફળ છે. માટે નિવૃત્તિરૂપ મોક્ષ છે, એમ હે વિચક્ષણ ! તું જાણ. શિષ્યની લાયકાત કેવી હોય, સસ્વરૂપનો જિજ્ઞાસુ શિષ્ય કેવો જોઈએ, પાત્રતાની ભૂમિકા કેમ વધે તે અહીં જોવાનું છે. પહેલા ચાર પ્રશ્નના ઉત્તર જાણ્યા તેમાં શિષ્યને શંકા નથી, તેથી શ્રી ગુરુ કહે છે કે નિવૃત્તિ થઈ શકે છે, નિવૃત્તિનો પુરુષાર્થ કરી શકાય છે, માટે હે ચતુર શિષ્ય ! તે તું
જાણ.
હે ગૌતમ! તારી શુદ્ધ સ્વભાવભૂત સમ્યગ્દષ્ટિ તને પ્રાપ્ત છે, અને પૂર્ણ કેવળજ્ઞાનલક્ષ્મીશુદ્ધાત્મસ્વરૂપ અવસ્થા તારી સમીપ વસે છે, માટે તેને જે પ્રશસ્ત રાગની અલ્પ અસ્થિરતા છે તે પ્રમાદ પણ છોડ. કેવળજ્ઞાન લેવામાં-પૂર્ણ પરમાત્મદશા લેવામાં સમય માત્રનો પ્રમાદ ન કર, કારણ કે તે પદ તારાથી દૂર નથી. તેમ શ્રીમદ્ અત્રે શિષ્યને કહે છે-હું વિચક્ષણ! તું જાણ. એમ પોતે જ શિષ્યપણાનો આરોપ કરીને સુંદર ઘટના કરી છે. શિષ્યને કહે છે કે તું જાણે કે આ રીતથી મોક્ષ છે, માટે તું શીધ્ર જ પરભાવથી, શુભાશુભ બંધભાવથી નિવૃત્ત થા. “નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.” હું પૂર્ણ, શુદ્ધ, કૃતકૃત્ય જ્ઞાયક છું એ અભિપ્રાય સહિત પૂર્ણતાને લશે, વર્તમાન અવસ્થામાંથી રાગના ભાગની અસ્થિરતાને પુરુષાર્થની સ્થિરતાવડે ટાળ. એમ રાગ ટાળતાં બાહ્ય અને આત્યંતર પરિગ્રહ ટળી જાય છે. બહારનું કાંઈ કરવાનું આત્માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com