________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૮]
[ ૩૧૫ ત્રિકાળ શુદ્ધ સ્વભાવે છે, તો નિત્યના આશ્રયે આ વર્તમાન ક્ષણિક અવસ્થામાંથી દોષ ટાળીને, નિર્દોષ અભિપ્રાયની સળંગ, પૂર્ણ પવિત્ર જ્ઞાનઘન વીતરાગતા સાથે મેળ કરી લે; એટલે તે શુભ અને અશુભથી નિવૃત્ત થતાં, આત્માના જ્ઞાતા-દ્રષ્ટા-સાક્ષી સહજસ્વભાવમાં રહેવાથી તે દોષનું ટળવું થશે. આ દોષ વર્તમાનમાં દેખાય છે, તે દોષરહિત ગુણ પણ છે; માટે તે ગુણને તું ગ્રહણ કર એટલે દોષનું ટળવું સ્વયમેવ થશે. આ શંકાનો ઉત્તર ગાથારૂપે હવે પછી આવશે. અહીં તો શિષ્ય કહે છે કે આ વર્તમાનમાં તો દોષ છે, તે દોષ ન ટળે તો મોક્ષ કેમ થાય? ૮૭ હવે શિષ્ય વિચાર કરીને બીજી આશંકા રજૂ કરે છે :
શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય;
અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮ મને તો એમ લાગે છે કે દયા પાળીએ, વ્રત, શીલ વગેરે શુભકાર્ય કરીએ, જગતનું ભલું કરીએ, એવાં પુણ્યપરિણામથી તેનું ફળ દેવગતિમાં સુખ ભોગવવું થાય છે. અને પાપનાં પરિણામ-હિંસા અને ચોરી આદિનાં કાર્યો કરે, કરાવે અને અનુમોદે તો તેનું ફળ નરકગતિ થાય, તેથી જીવનો મોક્ષ થવો સંભવતો નથી. જો જીવનો મુક્ત સ્વભાવ હોય તો આજસુધી તેનો મોક્ષ કેમ ન થયો? અનંતકાળ વીત્યો પણ શુભ-અશુભ કર્મ કરી બંધભાવ કરવાનો દોષ વર્તમાનમાં પણ છે. શુભભાવ બંધનું કારણ છે એમ તો શિષ્ય અહીં સમજ્યો છે.
પુણ્યથી ધર્મ માનનારા તો શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે; કારણ કે રાગની રુચિ હોવાથી પરભાવને પોતાના માને છે, કર્તાપણું માને છે, તેમને જ્ઞાતાપણું ક્યાં રહ્યું? જ્ઞાતાપણાનો જેને આદર નથી તેના પુણ્યપરિણામ અને નિગોદના મહા દુઃખનું કારણ થાય છે. સંસારી જીવ પુણ્ય-પાપ વિના હોઈ શકે નહિ. શુદ્ધ આત્માની યથાર્થ શ્રદ્ધા થતાં તે પુણ્ય-પાપનો સ્વામી-કર્તાભોક્તા હું નથી, પણ હું તો મારા શુદ્ધ સ્વભાવનો જ કર્તા-ભોક્તા છું એમ સ્વ અને પરભાવની વહેંચણી કરે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રગટ થતાં પૂર્ણ શુદ્ધ સ્વભાવનું ભાન અને પુરુષાર્થ બેઉ તેને હોય છે; એવા સ્વભાવનું ભાન હોવા છતાં પણ જે કંઈ રાગ-દ્વેષ આદિ દોષ હોય તે અલ્પ પ્રમાણમાં થઈ જાય. જે તેમાં ટકતો નથી એટલે સંસારમાં રુચિ આદર નથી તેને શુભાશુભ કર્મફળ નિવૃત્ત થઈ જાય છે. ૮૮ શ્રી ગુરુનો ઉત્તર :
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com