________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને અશુભ ભાવ તે નરકાદિ ગતિ છે, કારણકે જે ભાવનો જીવ કર્તા થાય, તે ભોગવવાનાં તે ગતિ અને પ્રકૃતિની અવસ્થાનાં ભોગ્યસ્થાનો ચૌદ બ્રહ્માંડમાં છે.
“તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્યસ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ પરમાણુની સ્થૂળ-સૂક્ષ્મ અવસ્થા પુદ્ગલનું અચિંત્ય સામર્થ્ય, તથા જીવનું અચિંત્ય વિર્યઆદિનો અહીં ઘણો વિચાર સમાય છે. લોહચુંબક પત્થર અને લોઢું એ બેઉ જડ-અચેતન છે છતાં તે સ્વયં કાર્ય કરે છે. તેમ પુદ્ગલને અનેક પ્રકારે વિચારીએ તો પુદ્ગલમાં સ્વયં ભોકતૃત્વ શક્તિ છે. જીવમાં પણ અસંખ્યાત પ્રકારના શુભ-અશુભ પરિણામરૂપ અધ્યવસાય થાય છે. આત્માના વીર્યનું જે શુભ-અશુભ કર્મની અવસ્થામાં જોડાવું થાય છે તે ભૂલપણે ભોગવવાની યોગ્યતા અને સ્વાધીન અવિકારી પરિણામ, બેઉનો વિચાર કરો તો માલુમ પડશે કે જીવ અને અજીવ દ્રવ્યનું સામર્થ્ય સૌ સૌની સત્તામાં છે. જડમાં પણ અનેક અચિંત્ય શક્તિ છે. એક જ જાતના પરમાણુમાં ક્ષણવારમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય છે. જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી ઘી, દૂધ બગડી જાય છે તે બગડી જવાની તેનામાં શક્તિ છે; એવી રીતે જ દરેક પુદ્ગલમાં ગળવું, મળવું, સડવું, પડવું, ગતિરૂપ થવું એવો જડનો સ્વભાવ છે. એક પરમાણુ એક સમય માત્રમાં લોકના છેડાથી ગતિ કરીને ચૌદ રાજલોક પ્રમાણે શીધ્ર સ્વયં જઈ શકે છે. દરેક પદાર્થમાં પરથી જુદાપણાની સહજ શક્તિ છે, તે તેની સત્તામાં ટકીને બદલે છે. તેમાં ઈશ્વર કંઈ ભોગવાવે એ વાત સંભવતી નથી. ૮૬
- હવેની ગાથામાં શિષ્ય કહે છે કે આપે કર્તા-ભોક્તાપણું જે પ્રકારે કહ્યું, તે વાતનો અંતરથી વિચાર કરતાં તેનું યથાર્થપણું સમજાય છે. પણ આત્મા કર્તા-ભોક્તા ઠર્યો તો પછી તે પુણ્યપાપના શુભ-અશુભ પરિણામવાળા બંધથી નિવૃત્ત થવા યોગ્ય રહેતો નથી. તે શંકાની ગાથા હવે કહે છે :
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ;
વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ હવે શિષ્યમાં વિવેકબુદ્ધિ વધે છે. હા પાડતો કહે છે કે આપની કહેલી દલીલ અને મારો ભાવ મળે છે. એટલે આત્મા છે, નિત્ય છે, કર્તા અને ભોક્તા જે પ્રકારે છે તે જાણ્યું, પણ તેનો મોક્ષ કેમ થાય તે જણાતું નથી. કારણ કે કર્મ કરવારૂપ દોષ વર્તમાનમાં વર્તે છે, તેથી ભાસે છે કે શુભ-અશુભ પરિણામ મારા, અને હું તેનો કર્તા, એમ ઇષ્ટ-અનિષ્ટપણું વર્તમાનમાં વર્તે છે તો ભવિષ્યમાં તે ભૂલ કેમ ટળશે? તેનો ઉત્તર ગુરુ આપે છે કે- તેં જાણ્યું કે વર્તમાન પૂરતી જ ભૂલ છે, તે ભૂલ રહિત તું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com