________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૧૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] ક્ષણભરમાં પાપી પણ જ્ઞાની ધર્માત્મા થઈ શકે છે. વીંછીનું દૃષ્ટાંતઃ- એક મનુષ્ય વહેતી નદીના પૂરના પ્રવાહમાંથી વીંછીને કાઢતો હતો, વીંછીને હાથમાં લીધો કે તરત જ ડંખ માર્યો, ફરી બીજા હાથમાં લીધો તો ફરી ડંખ માર્યો. એમ ઘણા ડંખ માર્યા, છતાં હાથમાં પકડી રાખ્યો. ત્યારે નદીને કાંઠે ઊભેલા લોકોએ ઠપકો દીધો કે જે ડંખ મારે તેને તું કેમ બચાવે છે? ઉત્તરઃ- દુર્જન દુર્જનતાને ન છોડે, તો સજ્જન સજ્જનતા કેમ છોડે ? એ ઉપરથી સાર એ લેવાનો છે કે અધર્મી-અને પાપી પામર જીવો પ્રત્યે દ્વેષ ન કરવો; પણ મધ્યસ્થ રહેવું. ગઈ કાલનો મહા પાપી આજે મોટો ધર્માત્મા-પવિત્ર આત્મા થઈ શકે છે. જે પોતાનું સાચું હિત સમજશે તે સુખી થશે શ્રી દેવચંદ્રજી કહે છે કે :
“તુજ કરુણા સહુ ઉપરેજી, સરખી છે મહારાય; પણ અવિરાધક જીવનેજી, કારણ સફળું થાય રે.
ચંદ્રાનન જિનજી સાંભળીએ અરદાસ.” હે નાથ! તારી સર્વજ્ઞસ્વભાવી અકષાયકરૂણા જે અવિરાધક જીવ સમજીને સ્વીકારે તેને અનંતો ઉપકાર થાય છે. પણ જેણે તારા વીતરાગસ્વરૂપ લોકોત્તર માર્ગનો આદર નથી કર્યો તે વિરાધક જીવને શું ઉપકાર થાય? જેને પુણ્ય, પાપ, માનાદિ તથા વિષયભોગ આદિની ઈચ્છા-મમતા છે તેને સત્ સ્વરૂપની રુચિ ક્યાંથી થાય? દિવાળી અને નવું વર્ષ એમ કાળ તો બદલાયા કરે છે, પણ શુદ્ધાત્મસ્વરૂપની યથાર્થ શ્રદ્ધાવડે સમ્યગ્દર્શનનો પ્રકાશ કરીને આ સુપ્રભાત ( પૂર્ણ કેવળજ્ઞાન) નાં ગાણાં તો એવાં છે કે સમસ્ત જીવોને સદા સુખ દેનારાં છે. સૂર્ય તો અમુકને પ્રકાશ કરે, પણ આ જ્ઞાન સુપ્રભાતપ્રભાકર તો અત્યંત મહાન છે; તે સર્વ જીવોને પ્રકાશ આપનાર છે. જેને પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે, તે સર્વજ્ઞ વીતરાગ ભગવંત કહેવાય છે, ત્રણ લોકના નાથ કહેવાય છે. તેની સાનિધ્યમાં બેઠેલા જીવોને ઘણું સુખ થાય છે. સૂર્ય પ્રભાત-કાળમાં ઉદિત થાય છે, અને સાંજે અસ્ત થતો દેખાય છે; પણ જિનેશ્વર ભગવાનને કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. તે કદી અસ્ત પામતી નથી. તે જ્યોતિ પ્રગટ થતાં ત્રણ લોકમાં અજવાળું અને બધા જીવોને શાંતિ થાય છે. નરકના અતિ દુઃખી જીવોને પણ બે ઘડી શાંતિ થાય છે. એવો ઉત્કૃષ્ટ મહિમા જેનો છે, એવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે હું તેમને નમસ્કાર કરું છું. તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થતાં વિદ્યાધરો અને દેવીઓ એમની પૂર્ણ વીતરાગતા-પવિત્ર કેવળજ્ઞાન સ્વરૂપનાં ગાણા ગાય છે, સ્તુતિ કરે છે. વિદ્યાધરો પ્રભુના ભક્ત હોય છે, તેમની કન્યાઓ બહુ સુંદર રીતે પ્રભુનાં સ્તવન ગાય છે એવા શ્રી અરિહંત ભગવાનનું કલ્યાણકારી સુપ્રભાત (કેવળજ્ઞાન મંગળિક ) –સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો !
[તા. ૧૩-૧૧-૩૯] ૮૬ મી ગાથામાં એમ કહ્યું કે શુભ અધ્યવસાય એ જ મુખ્યપણે તો દેવલોક છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com