________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા રવિ એવા સુપ્રભાત-કેવળજ્ઞાનસ્વરૂપ ત્રિલોકનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. એવો સનાતન નિયમ છે કે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન પૂર્વ ભવથી તૈયારી લઈને આવ્યા છે, તેમના નિમિત્તથી ઘણા જીવોનું કલ્યાણ થવાનું છે, તેથી તેમનો જન્મ થતાં જ ત્રણે લોકમાં અજવાળાં થાય છે, અને બધાં પ્રાણીને બે ઘડી શાતા (સુખ) થાય છે. નરકવાસી દુઃખી જીવોને પણ અનંત દુઃખની વેદના ટળીને બે ઘડી શાંતિ થાય છે, તેથી કરુણાભંડાર ત્રિલોકનાથ એવા ઉપકારીપણાના બિરુદનું આરોપણ તેમને કરવામાં આવે છે. સર્વ દુઃખથી રહિત જેને થવું હોય, તેણે તેમની અકષાય (રાગરહિત) સ્વરૂપસ્થિત કરુણાને જાણીને, માનીને, તેનું અનુચરણ કરવું, “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય ! આરાધ્ય! પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે.” સર્વજ્ઞ પરમાત્માનો વિશ્વાસ કરી અને એ સમાન તારું પોતાનું સ્વાધીન
સ્વરૂપ છે તેની સેવા કર, પરભાવ, રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય-પાપ, સર્વ ઉપાધિ રહિત થવાનો ઉપાય એક સર્વજ્ઞ વીતરાગપ્રણીત આત્મધર્મ છે. નિર્દોષ આત્મધર્મ તેને કહીએ કે જેમાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપની શુભ-અશુભ વૃત્તિ પણ અવકાશ ન પામે, એવો શુદ્ધ વીતરાગસ્વભાવ તે જ નિજપદ અને નિરૂપાધિક શાંતિ છે તે મને પ્રગટ હો. પાર્શ્વપ્રભુની સ્તુતિમાં કહે છે કે -
ઉપશમ રસ વરસે રે, પ્રભુ તારા નયનમાં;
હૃદયકમળમાં દયા અનંત ઊભરાય જો. હે વીતરાગ ! હે ચિદાનંદમૂર્તિ! હે કૃપાનાથ! સર્વશદેવ! મેં આપને ઓળખ્યા છે, તેથી હું આપની કૃપાને પાત્ર છું. મેં આપની અકષાય કરુણાને માની છે. સર્વ ઉપાધિ રહિત શુદ્ધ આત્મપદનો યથાર્થ નિર્ણય કરી, સંસારના ભાવ છોડીને જે વીતરાગસ્વભાવને શરણે ગયા તે, હે નાથ ! તમારા જેવા પૂર્ણ શુદ્ધ થઈ જવાના.
જેણે પ્રથમથી જ આત્મસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને વીતરાગસ્વરૂપની ભાવના ભાવી નથી, સંસારથી વૈરાગ્ય કર્યો નથી, સનું શ્રવણ-મનન કર્યું નથી, તેથી ઘડપણમાં સસ્વરૂપની રુચિ નહિ થાય. જેને જેની રુચિ તેમાં તેને વાયદા ન હોય.
પ્રશ્ન :- જે બહુ પાપી જીવ હોય તેને વર્તમાનમાં ફળ કેમ ન મળે?
ઉત્તર :- એ જીવ દુઃખી થાય એવી શ્વેષભાવના સજ્જન ન કરે. મરેલાને પાટુ ન મરાય, પાપી ઉપર પણ દયા હોય. એ જીવને મહા મૂઢતા છે તે જોઈએ જ્ઞાની મધ્યસ્થ રહે છે, અને જાણે છે કે તે જીવ તેના ભાવથી જ ભયવશ દુઃખી દુઃખી જ છે, તેથી તે પ્રત્યે તેમને કરુણા આવે છે. સો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી,” એ કથન અહીં પરમાર્થમાં ઘટે નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com