________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬]
[૩૧૧ નિઃસંદેહ-નિર્ભયપણે આત્મસ્વરૂપના વૈભવનાં એટલે કેવળજ્ઞાનનાં ગાણાં ગાય છે, અને તીર્થંકરાદિ ભગવંતના વીતરાગસ્વરૂપનો મહિમા પ્રગટ કરે છે. તે બોધિબીજ પૂર્ણતાને લક્ષે છે, અને તે કોઈ દિવસ પાછું ફરે તેમ નથી. શ્રી આનંદઘનજી પણ રવિનું સુપ્રભાત મહામંગલિક કહે છે
“દર્શન દીઠે જિનતણુજી સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાંજી, અંધકાર પ્રતિષેધ,
વિમળજિન દીઠાં લોયણ આજ, મારા સિધ્ધાં વાંછિત કાજ.” વિમળ = રાગાદિ પુણ્ય-પાપના મેલ રહિત શુદ્ધ આત્મપદ, તેની યથાર્થ શ્રદ્ધવડ જે ગુણ પ્રગટયો, સમ્યગ્દર્શન થયું અને જાણ્યું કે હું પૂર્ણ કૃતકૃત્ય પરમાત્મા જેવો જ છું, હવે ભવશંકા મળમેલનો અવકાશ મારામાં નથી, એ જિનવરનો લઘુનંદન આત્મસ્વભાવરૂપમાં સ્થિત થયો ટક્યો, તે પાછો કેમ ફરે?
“દુઃખ દોહંગ દૂર ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ, ધીંગ ધણી માથે કિયોરે, કુંણ ગંજે નરખેટ;”
વિમળજિન દીઠાં લોયણ આજ. હે શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્મા ! હે વીતરાગ ચૈતન્યઘન જ્ઞાનમૂર્તિ! મેં આપને જ ઘણી ધાર્યા છે. હે પ્રભુ! આપના પૂર્ણ પવિત્ર વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રભાકર ભાનુના દર્શન કર્યા, તેથી દુઃખ અને નિર્ધનતા ટળીને સુખ તથા સધનતા થઈ છે. તેની પ્રતીતિ વડે કહું છું કે “દુઃખ દોહગ દૂરે ટળ્યાં, અને સુખ સંપદ શું ભેટ.”
ત્રિલોકનાથ તીર્થંકરદેવ માથે ઘણી વાર્યો, અને એ પૂર્ણ શુદ્ધ છે એવો સ્વીકાર કરી કહે છે કે હું પૂર્ણ આપના જેવો જ સ્વભાવે છે. એમ પૂર્ણતાના ભાને જાગ્યો તે શ્રદ્ધામાંથી સંશય ટાળીને વિરોધ મટાડીને, એ સિદ્ધની જાતનો અતીન્દ્રિય પુરુષાર્થ લઈને જાગ્યો છે તેથી તે પાછો ન ફરે નિઃસંદેહરૂપી સમ્યગ્દર્શન સૂર્ય-કરભર-પૂર્ણતાનો અંશ, સાધકસ્વભાવ પ્રગટ થતાં, પૂર્ણની રુચિનું જોર ઊછળતાં કહે છે કે “દિનકર કરભર પ્રસરતાંજી, અંધકાર પ્રતિષેધ, વિમળજિન દીઠાં લોયણ આજ, મારા સિધ્ધાં વાંછિત કાજ.” આત્માનો ગુણ પ્રગટયો પાછો ન ફરે એનું નામ અપ્રતિહત સમ્યક સુપ્રભાત છે. સુપ્રભાતની પદ્મનંદી ગાથા
यत्सचक्रसुखपदं यदमलं ज्ञानप्रभाभासुरं लोकालोकपदप्रकाशविधिप्रौढंप्रकृष्टंसकृत् उद्गभूते सति यत्र जीवितमिव प्राप्तं परं प्राणिभिः त्रैलोक्याधिपतेर्जिनस्य सततं तत्सुप्रभातं स्तुवे।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com