________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પાળિો વઘુ ” અંધકારરૂપ અજ્ઞાનરાત્રિ જગત ઉપર ફરી વળી છે, તેનો ઉજ્જવળ ઉદ્યોત કરનાર જગતમાં કોણ હશે? ગૌતમ સ્વામી કહે છે કે અરે કેશી ! એવો કોઈ નિર્મળ ભાનુ ઊગ્યો છે કે સર્વ જીવોના અંતરંગમાં [ હૃદયપટમાં) જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા અમૃતધારાનો પ્રવેશ થતાં તે જીવોનું પરમ કલ્યાણ થાય છે. તીર્થકર ભગવાનના દિવ્યધ્વનિ વડે આત્માની સ્વતંત્રતાની જાહેરાતરૂપ વીતરાગનાં દિવ્ય વચનોનો ધોધ છૂટતાં, અનેક પાત્ર (લાયક ) જીવનાં હૃદયકમળ વિકાસને પામી જાય છે.
કેશી સ્વામી - એવો તે રવિ કહેતાં સુપ્રભાતભાનુ કેવો હશે, કે જે જગતનાં અજ્ઞાનઅંધકારને ટાળીને અજ્ઞાન-મોહ અંધકારમાં દુઃખી થતાં જીવોને આત્મધર્મનો પ્રકાશ દેખાડશે? તેનો ઉત્તરઃ- વર્તમાનમાં જેમ ભગવાન મહાવીર થયા તેમ ભવિષ્યમાં પણ તીર્થકર થવાના છે. તે ભગવાન સર્વજ્ઞરૂપ ભાનુ ઉદયમાન પ્રગટપણે ચોરાશી હજાર વર્ષ પછી આ ક્ષેત્રે થશે. જેનો સંસાર નાશ થઈ ગયો છે, દર્શનમોહાદિ કર્મનો ક્ષય થયો છે, બાકીનાં અલ્પ પ્રારબ્ધ કર્મને ક્ષય કરવા માટે ચોરાશી હજાર વર્ષ પૂરા થયે શ્રી શ્રેણિક રાજાનો આત્મા જગતના અજ્ઞાન અંધકારનો નાશ કરવા, હવેની ચોવીશીમાં મહા ઐશ્વર્યવંત પહેલાં તીર્થકર સર્વજ્ઞ ભગવાન થશે. આ ભરતક્ષેત્રમાં પ્રભાકર સર્વજ્ઞ ભગવાન થવાની લાયકાતવાળો તે આત્મા ત્રણ જ્ઞાન સાથે લઈને આવશે. ગર્ભમાં આવ્યા અગાઉ છ મહિનાથી સ્વર્ગમાંથી દેવી, કુમારિકાઓ આવીને તીર્થકરના માતાની સેવા કરશે અને ઈદ્રો આવીને સ્તુતિ કરશે કે-ધન્ય માતા, આપની કૂખે તીર્થકર ભગવાનનો આત્મા આવશે, અને થોડા વખત પછી નિગ્રંથ મુનિ થઈને સુપ્રભાત કેવળજ્ઞાન-આત્માની પૂર્ણ ઐશ્વર્યદશા પ્રગટ કરશે અને તેમના નિમિત્તથી હજારો, લાખો આત્માર્થી જીવો આત્મધર્મ પામશે માટે આપને ધન્ય છે! અહીં સુપ્રભાત કેવળજ્ઞાનનું મહા મંગળગીત આચાર્ય પરમેષ્ઠી ગાય છે. ભગવાન પદ્મનંદી આચાર્ય નગ્ન દિગંબર નિગ્રંથ મુનિ હતા, આત્મધ્યાનમાં મસ્ત હતા. અમૃતમય અધ્યાત્મરસમાં કલમ બોળીને આ પરમ મંગળિક સુપ્રભાત શ્લોકની રચના કરી છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે સુપ્રભાતરૂપ મંગળની આત્મખ્યાતિમાં કળશપણે રચના કરી છે. શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ મે વર્ષે પુષ્પમાળા ઉપર મંગળ કળશ મૂક્યો છે. અહીં પદ્મનંદી આચાર્ય ભગવાને પણ મંગળ કહ્યું કે, રાત્રિનો અંધકાર ટળતાં અને પ્રભાત થતાં ચક્ષુ ઊઘડે છે, તેમ અજ્ઞાન અંધકારનો નાશ કરનાર રવિરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાનમય નેત્રોવડે પ્રભાત થયું છે. શ્રીમદ્ પણ કહે છે કે “કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દુર થાય.” જે અનંતકાળથી મોહરૂપી નિદ્રામાં સૂતેલા હતા તે જાગ્યા, જેમના સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનરૂપ ચક્ષુઓ ખૂલી ગયાં અને જેઓ આત્મસ્વરૂપની સ્થિરતામાં એકાગ્ર સ્વરૂપસ્થિત છે એવા મુનિશ્વરોને નમસ્કાર કરું છું. આ રવિવાર, નવું વર્ષ અને પ્રભાકરનો ઉદ્યોત-તેને પરમાર્થ સ્વરૂપમાં ઘટાવીએ તો એનો અર્થ એ છે કે, શુદ્ધ આત્મસ્વરૂપ સુપ્રભાત (કેવળજ્ઞાન ) ની ભાવનાવાળાને આ તત્ત્વનું બીડું પ્રગટયું છે; તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com