________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬]
[૩૦૯ નાશ થાય છે અને કેવળજ્ઞાનજ્યોતિરૂપ સુપ્રભાત પ્રગટ થાય છે તે આત્માને હું નમસ્કાર કરું છું. સમયસાર આત્મખ્યાતિ ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય મહારાજ કેવળજ્ઞાન સુપ્રભાતનો મંગળિક કળશ મૂકે છે :
चित्पिंडचंडिमविलासिविकासहास: शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः। आनंदसुस्थितसदास्खलितैकरूप
સ્તચૈવ વાયyયત્યનારિાત્મા ( સમયસાર-કળશ ર૬૮) આત્મા ચૈતન્ય ભગવાન વિશેષ સ્વરૂપ શુદ્ધ છે; તેનાં શુદ્ધ શ્રદ્ધા અને જ્ઞાનવડે સુપ્રભાતરૂપ કેવળજ્ઞાનસ્વરૂપ સૂર્ય ઉદય થાય છે. કેવો છે આત્મા? ચૈતન્યપિંડનો નિરર્ગલ વિલાસ કરવાવાળો (જેમાં કોઈ વિઘ કરનાર નથી) એવો જે આત્મા તેનું પ્રફુલ્લિત થવું થાય છે. પૂર્ણ શુદ્ધતા થવી તે ફૂલવું છે. શુદ્ધ પ્રકાશના સમૂઠવડે ઉત્તમ પ્રભાતની જેમ પ્રગટે છે. સૂર્યપ્રકાશનો સંયોગ થતાં હજાર પાંખડીવાળું કમળ સરોવરમાં ખીલી ઊઠે છે; તેમ આ સભ્યશ્રદ્ધાના બળથી કેવળજ્ઞાન ખીલ્યું તેને ફરી કરમાવાપણું નથી. સદાય પ્રફુલ્લિત છે, પૂર્ણ સહજ આનંદથી અચલિત એકરૂપ નિરાકુળ શાંતિ છે, જેની બેહદ જ્ઞાનશક્તિની દીતિ અચળ છે, તે સર્વજ્ઞપ્રભુ ભગવાનનો સહજાનંદ પરમ મહિમાવંત મંગળિક છે.
અહીં “ચિતિંડ' ઇત્યાદિ વિશેષણથી અનંતદર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે. “શુદ્ધ પ્રકાશ” ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે. “આનંદસુસ્થિત” વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું દેખાયું છે, અને અચલાચિં” વિશેષણથી અનંતવીર્ય (બલ) નું પ્રગટ થવું બતાવ્યું છે. અનંત ગુણ પ્રગટયા તેને ચળવા ન દે એવું અચળ વીર્ય પ્રગટયું છે. એવો આત્મસ્વભાવ અમને પણ પ્રગટ થાઓ, એમ આચાર્ય મહારાજ વિશાળ ભાવના ભાવે છે. આત્મસ્વરૂપભાનુ (રવિ) અજ્ઞાન અંધકારનો નાશ કરીને ઊગ્યો તે ફરી અસ્ત પામે અગર ચળે તેમ નથી. એ જવાબદારી રાખીને કેવળજ્ઞાનપ્રભાતને નમસ્કાર કરેલ છે.
કારતક સુદ ૧૫ ને રવિવારે શ્રીમદ્રનો જન્મ-દિવસ હતો. તે ટાણાના આ ૭૨ મે વર્ષે પણ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ-દિવસ એ જ દિવસ, માસ અને રવિવારે આવે છે. નિયમ છે કે દર છત્રીશમેં વર્ષે માસ, તિથિ અને વાર એક જ વાર આવે છે. “સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણકારકં” એવું કેવળજ્ઞાનપ્રભાત છે, અને તેનું કારણ સમ્યગ્દર્શન છે; સમ્યજ્ઞાન પણ આત્મા જ છે. આત્મભાનની ભૂમિકામાં સર્વ મંગળરૂપ છે. જેમ એક ખાંડી અનાજ વાવતાં હજારો પૂળા ઘાસ વચ્ચે થઈ જાય છે; તેમ આત્મજ્ઞાનની ભૂમિકામાં પૂર્ણતાની ભાવના ભાવતાં તેની પાછળ તીર્થકરપદ, ચક્રવર્તી, ઇંદ્રાદિના મોટાં પુણ્યપદ આવે છે છતાં ધર્માત્મા તેની ઈચ્છા કરતા જ નથી. એકવાર ગૌતમ સ્વામીને કેશી સ્વામી પૂછે છે કે “ગન્ધયારે તમે ઘોરે વિકૃત્તિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com