________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મહિમાવંત છે, કે ત્રિલોકનાથ સર્વજ્ઞપ્રભુનો દિવ્યધ્વનિ છૂટે છે, તે મહા અતિશયવાળી વાણીને ટૂંકામાં ઘણી સમજીને પચાવી શકે છે. ચૌદ પૂર્વ અને બાર અંગની રચના કરી શકે એવી મહિમાવંત ઋદ્ધિબુદ્ધિ પ્રગટ થાય છે. સર્વજ્ઞ વીતરાગનાં પેટ-મહા મહિમાવંત જ્ઞાનભંડાર, આત્માનું સામર્થ્ય પ્રગટ થવારૂપ બુદ્ધિ હજો એવી સાધક માગણી કરે છે. નિર્દોષ પવિત્ર પૂર્ણ જ્ઞાનની ભાવના હોય ત્યાં પછી સંસારની ભાવના કેમ હોય? આજના કલ્યાણક મંગળિક દિવસે તો અપ્રતિહત મંગળિક અર્થાત્ આવ્યું પાછું ન ફરે એવા વીતરાગસ્વરૂપની ભાવના ભાવો. [વીર સંવત્ ૨૪૬૬, વિક્રમ સંવત્ ૧૯૯૬ કારતક સુદ ૧ રવિવાર તારીખ ૧૨-૧૧-૩૯
પદ્મનંદિ પંચવિંશતિકા ૧૭મો અધિકાર સુપ્રભાત અષ્ટક.] આચાર્ય મહારાજે આત્માનું સુપ્રભાત કર્યું છે. હિંદી સમયસારજીમાં પ૬૩મે પાને શ્રી અમૃતચંદ્ર આચાર્ય પણ સતબોધ કેવળજ્ઞાનદશાનું પ્રગટ સુપ્રભાત થવાનું વર્ણન કરે છે. આત્મસ્વભાવનો વિકાસ થતાં અનંત ચતુષ્ટય મંડિત કેવળજ્ઞાનલક્ષ્મી-સુપ્રભાત પ્રગટ થાય છે. તે પૂર્ણ રત્નત્રયયુક્ત શુદ્ધ આત્મપદના મહિમાનું પ્રથમ મંગળરૂપે વર્ણન કરે છે કે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ષ્યારિત્રથી પૂર્ણ અભેદ કેવળજ્ઞાન-સુપ્રભાત જે મુનિરાજને પ્રગટે તેમને નમસ્કાર કરું છું. આજે રવિવાર અને રવિનું પ્રભાત તથા નવીન વર્ષ છે.
શ્રીમદ્ગી પુષ્પમાળામાં પ્રથમ વાક્ય છે :રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થવા ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.
હવે અખંડ જ્ઞાયક સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-શાન પ્રગટ કરી અજ્ઞાનરૂપી ભાવનિદ્રા ટાળવા પ્રયત્ન કરજો. અહીં શ્રી પદ્મનંદી આચાર્ય કહે છે કે આત્માનાં અનંત જ્ઞાનદર્શનને આવરણ કરનાર અજ્ઞાનરાત્રિ-અંધકારનો વ્યય અને જ્ઞાનભાનુનો ઉદય થતાં તે આવરણનો નાશ થાય છે. અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય પ્રગટ થયું છે, પાનંદી પંચવિંશતિકાની મરાઠી ટીકામાં એમ લખ્યું છે કે નિઃશેષ “અંતરાયલય” ગુણના વિકાસને રોકવામાં નિમિત્ત એવાં ઘાતિ કર્મોનો પૂર્ણ શુદ્ધ જ્ઞાનબળથી ક્ષય કર્યો. પ્રકૃષ્ટ પુરુષાર્થ વડે નિર્બળતાનો ક્ષય કર્યો છે, એટલે અનંત કેવળજ્ઞાનજ્યોતનું બળ પ્રગટ થયું છે. તેથી રાત્રિનો વ્યય અને પ્રકાશનો ઉત્પાદ થતાં સુપ્રભાત પ્રગટયું, અને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપી દિવ્યચક્ષુ ખુલી ગયાં. આત્માનું કેવળદર્શન તથા કેવળજ્ઞાન કે જે અપ્રતિતપણે જ હોય છે, તેને પ્રગટ કરનાર મુનિશ્વરને નમસ્કાર કરું છું. પ્રભાત થતાં રાત્રિનો નાશ થાય છે અને પ્રકાશની ઉત્પત્તિ થાય છે, તેમ મોહનીય કર્મમાં જોડાવાથી થતી અંધકાર સહિત નિદ્રાનો સત્ય પુરુષાર્થવડે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com