________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬]
[ ૩૦૭ પવિત્ર અકષાયનો પ્રમોદ, અનુમોદનરૂપ ઉત્સાહમાં કોઈ પ્રકારનો ભંગ ન પડશો. જવાબદારી લઈને કહે છે કે “બીજો મન મંદિર આણું નહિ, એ અમ કુળવટ રીત, જિનેશ્વર” ખાનદાન સજ્જન હોય તે કુળને લજ્જા ઊપજે તેવું ખોટું કામ ન કરે; તેમ શ્રી આનંદઘનજી કહે છે કે મારા શુદ્ધ પવિત્ર ધર્મમાં રાગાદિનું મિશ્રપણું ન હોય. ભાવ સમિતિ-ગુતિ, ભગવતી દીક્ષા તે તો અમારી માતા છે, અને પૂર્ણ વીતરાગ સિદ્ધ ભગવાનરૂપ શુદ્ધ-પદ તે અમારા પિતા, એ અમારા લોકોત્તર ખાનદાન કુળની વટ-રીત છે. પતિવ્રતા સ્ત્રીના હૃદયમાં બે ધણી ન હોય તેમ મારો પતિ પૂર્ણ શુદ્ધ વીતરાગ તે નિયમમાં બીજાનો એટલે કે પુણ્યનો પરાધીનતાનો વિકારી ભાવનો અંશ પણ આદર ન હોય, જેમ મહાસતી રાજુલા, અસ્થિર થતાં રહનેમીને કહે છે કે તું સજાત મટીને કલંકવાળો કેમ થાય છે? તું આવી પામરતા કરવા કરતાં બ્રહ્મચર્ય માટે મૃત્યુ પામ્યો હોત તો તારી પ્રશંસા કરત. એમ પોતાના શુદ્ધ નિર્દોષ ધર્મકુળની વટ રાખી, અનંત સંત મુનિવરો ધર્માત્માઓ આપના જેવા જ પૂર્ણ પરમાત્મા થઈ ગયા, એ અમારા લોકોત્તર સિદ્ધ સુજાત કુળની વટ છે. તે પ્રભુતાને અવલંબતા અમે, પ્રભુ! તારાં જ ગાણાં ગાઈશું, “ધર્મ જિનેશ્વર ગાઉં હો રંગશું.” ધર્મ નામ આત્માનો સ્વભાવ તેમાં ટકી રહેવું તે જ ચારિત્ર, આરાધના છે; જે પદ શ્રી વીરપ્રભુ પામ્યા તે જ પરમપદ તેના ભક્તો પામે છે, કારણ કે જેને સત્નો આદર છે તેને અસત્નો આદર ન જ હોય.
| દિવાળીના દિવસે લોકો ભાવના ભાવે કે શાળિભદ્રની ઋદ્ધિ હજો. એનો અર્થ એમ થાય કે જડના કુકા (પૈસા) અને બંગલા અમને હજો. સંસારની પરાધીનતા સદાય રહેજો. ત્યારે જ્ઞાની કહે છે કે અમારો આત્મા શુદ્ધ ચેતનતા વિના ન રહેજો, એટલે કે શાલિભદ્રને બદલે સિદ્ધ ભગવાનની ઋદ્ધિ હજો. લોકો લખે છે કે બાહુબળજીનું બળ હજો, એટલે લડાઈ, સંસારની ખટપટ, સંસારી વ્યાપાર આદિની હરીફાઈનું ઔપાધિકરૂપ દુઃખરૂપ બળ હજો, ભરત ચક્રવર્તી બાહુબળજીને લડવામાં ન પહોંચી શક્યા એવું બળ અજ્ઞાની માગે છે, ભરત ચક્રવર્તીના ચક્રની એક હજાર દેવો સેવા કરતા હતા, સગા ભાઈ ઉપર શસ્ત્રથી ઘાત કરવા દેવોને મોકલ્યા, પણ દેવો પાછા આવ્યા. બાહુબળજીને સંસાર-રાજ્યાદિથી વૈરાગ્ય થયો, નગ્ન મુનિ થઈ જંગલમાં ધ્યાનમાં બેઠા; છતાં ભરતને માઠું લાગ્યું હશે એવી માનની ખટક અંદર રહી ગઈ, તેથી કેવળજ્ઞાન અટક્યું. કંઈક ખટકયું તો અટક્યો. જ્ઞાન તો જે વિકલ્પ આવે તેને જાણે કેમ કે જ્ઞાનનું સ્વરૂપ સળંગ જાણવું છે; જો રાગવડે અટકીને જાણે તો અટકવું થાય છે. બાહુબળજીએ એ માન કષાયની વૃત્તિને પુરુષાર્થથી તોડી, કે તરત અખંડ શુદ્ધ કેવળજ્ઞાન પ્રગયું. અમર્યાદિત અખંડ સ્વભાવમાંથી ભેદકલ્પનાનું શલ્ય ટાળી, બાહુબળનું કેવળજ્ઞાનનું બળ હો એવી તત્ત્વદેષ્ટિ સહિત પૂર્ણ કેવળજ્ઞાનની ભાવના હોવી જોઈએ. લોકો ચોપડાના પૂજનમાં લખે છે કે “અભયકુમારની બુદ્ધિ હજો,” તેમાં લોકો સંસારના ઉકેલ માટે ક્રોધ, માન, માયા, લોભમાં ચતુરાઈ કરવાની બુદ્ધિ ઈચ્છે છે, ગણધરદેવની બુદ્ધિ એવી તીક્ષ્ણ અને મહા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com