________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વરૂપની ભાવનાના બળવડે, કાળનો આંતરો કાઢી નાખે છે, પૂર્ણ પદની પ્રાપ્તિનો ભાવ ઊછાળીને પૂર્ણ સનું બહુમાન કરે છે.
- પોતાને નિર્દોષ પૂર્ણ શુદ્ધ ભાવની રુચિ છે, તેથી પરમ ઉલ્લસિત થઈને પ્રભુનાં ગાણાં ગાય છે, એ તો સાધક આત્માનું જીવન છે. આજે ૨૪૬૬ મું વીર નિર્વાણ વર્ષ બેસે છે. એ ચોવીશમા મહાવીર પ્રભુએ સમવસરણમાં-ધર્મસભામાં લોકોત્તર એવા મોક્ષમાર્ગની જાહેરાત કરી છે કે સર્વ જીવો સ્વભાવે પૂર્ણ સ્વાધીન છે; એવા મોક્ષ માર્ગના દાતા અકષાય કરુણાવડે જગતને પરમ કલ્યાણનો પંથ કહી ગયા છે, તે અવિરોધી ન્યાયમાર્ગ અનંત તીર્થકર ભગવાનોએ ત્રિકાળ કહ્યો છે. સર્વ જીવોને પરમ કલ્યાણ સ્વરૂપ આત્મધર્મ પમાડવાની વિશાળ ભાવનાનો પરિપાક થતાં, તીર્થંકર ભગવાન જગતારક, ત્રિલોકના નાથ થયા, તેઓ ધર્મસભામાં કહી ગયા કે અનંત જીવ તથા અજીવ છે; અને એકેક આત્મા પૂર્ણ સ્વતંત્ર અને સર્વજ્ઞસ્વભાવી છે, અખંડાનંદ, જ્ઞાયક પૂર્ણ શુદ્ધ સ્વભાવે છે, સ્વાધીન છે. એકેક દેહમાં રહેલો એકેક આત્મા અખંડ પવિત્ર અને પૂર્ણ શુદ્ધ છે. જેવા પૂર્ણ પરમાત્મા પ્રગટ ઈશ્વર છે, તેવા જ શક્તિ-સ્વભાવે સર્વ જીવો સર્વગુણસંપન્ન છે. એ સ્વતંત્રતાનો જે સ્વીકાર કરે છે તે જીવો, કોઈપણ ક્ષેત્રમાં ચારેગતિમાં પોતાનું પૂર્ણ શુદ્ધ તત્ત્વ અવિનાશી, નિરાકુળ, શાંતિ અને આનંદથી પૂર્ણ છે, તેનું યથાર્થ ભાન કરી શકે છે; જીવનમુક્તદશા અંશે અનુભવે છે. પણ વિદેહમુક્ત મોક્ષ સ્વભાવ એટલે કે મુક્તદશા તો એક મનુષ્યદેહમાં જ થાય છે, અને આત્મભાનના સંસ્કાર પણ પ્રથમ મનુષ્યમાં જ થઈ શકે છે. સર્વજ્ઞ ભગવાને ધર્મસભામાં સર્વ સ્વાધીન છે તેવી પૂર્ણ સ્વતંત્રતાની જાહેરાત કરી છે. તેમનાં પાંચ કલ્યાણક, દેવદેવેન્દ્રો પણ અતિ હોંશથી ઊજવે છે, અને નિષ્કારણ કરુણાનો સર્વોત્કૃષ્ટ મહિમા જગતના જીવોને જાહેર કરે છે કે જાગો રે જાગો ! તે પ્રભુ આજે મોક્ષે ગયા. અહા ! તે પૂર્ણ પવિત્રદશાનું સ્મરણ થતાં ધર્માત્મા વિશેષ-વિશેષ જાગૃતિનો પુરુષાર્થ ઉપાડીને સ્વરૂપનાં ગાણાં ગાય છે. સર્વજ્ઞ પ્રભુનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વકાળ-પર્યાય પૂર્ણ થયો તે દિન દિવાળી છે. તે દિવસે દેવોએ રત્નોના દીવા પ્રગટાવી ઉત્સવ કર્યો હતો તે દિનથી દિવાળી કહેવાય છે. સંસારપર્યાયનો અંત અને શુદ્ધ પર્યાયની ઉત્પત્તિ તે “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.' એવા પરમ પ્રભાવક સર્વજ્ઞ ભગવાનનો મહોત્સવ છે, “વીર જિનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર” હે વીર પરમાત્મા! પૂર્ણ વીતરાગ સ્વરૂપની સ્થિરતામાં રાગ કે પુણ્ય-પાપના વિકલ્પથી ભંગ મ પડશો. એ જ પૂર્ણ સસ્વરૂપનો આદર છે, મહિમા છે.
વીતરાગ પ્રભુના પવિત્ર નિર્વાણ સ્વરૂપ સિવાય બીજામાં આદરનો અંશ પણ ન હજો. એક પૂર્ણ વીતરાગપદ એ જ મારું પરમપદ છે; એ પરમપદની પ્રાપ્તિનો ઉત્સવ, પૂર્ણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com