________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૦૫
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] એકાગ્રતામાં-શુક્લધ્યાનની શ્રેણીમાં હતા. પ્રથમ ધ્યાનમાં અલ્પ વિકલ્પ છે. બીજા શુક્લધ્યાનની શ્રેણીમાં તન નિર્વિકલ્પ ધ્યાનની સ્થિરતા થતાં વૈશાખ સુદ દશમને દિવસે સર્વજ્ઞતા-ત્રિકાળ જ્ઞાન-પ્રગટ થયું. પછી છાસઠ દિવસ વાણી બંધ રહી છે. તેનું કારણ ધર્મસભામાં ગણધર પદવી ધારણ કરવાની યોગ્યતાવાળો કોઈ જીવ ન હતો. તે ગણધરમુનિમાં ઉત્કૃષ્ટ શક્તિ હોય છે, અલ્પ શબ્દોમાં ઘણું સમજી શકે છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુનો મોક્ષ કલ્યાણક દિવસ આસો વદ અમાસ એટલે ચૌદશની રાતનો પાછલો ભાગ છે, તે વખતે પાવાપુરી ક્ષેત્રે ભગવાન સર્વ કર્મકલંક રહિત પૂર્ણ શુદ્ધતાવડ મોક્ષદશાને પામ્યા. જીવનમુક્તદશા તો ત્રીશ વર્ષ પહેલાં પામ્યા હતા, અને બોંતેરમે વર્ષે પૂર્ણ મુક્તદશાને પામ્યા. તે પરમ કલ્યાણકનો મહિમાવંત દિવસ આજે છે. “પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાસ સુસ્થિત જ, સાદિ અનંત-અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન-જ્ઞાન અનંત સહિત જો ”—એ પ્રમાણે સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ. સાધક આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને ઓળખીને, તેની ઉપર મીટ માંડીને પોતાનો પુરુષાર્થ ઉપાડે છે કે મારે પણ એ જ પરમપદ અલ્પકાળમાં પ્રાપ્ત કરવું છે. શ્રીમદ્ રાજચંદ્ર એ ભાવના ભાવી ગયા. તે પણ જે રીતે ભગવાન મહાવીર મોક્ષે ગયા, તેમ સર્વ કર્મ ઉપાધિથી રહિત થઈને, દેહમુક્ત પૂર્ણ શુદ્ધ મોક્ષદશાને અલ્પકાળ પછી પામવાના છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણક પર્વતિથિને પણ ધન્ય છે! એ કાળને યાદ કરીને ધર્માત્મા ગયા કાળનો, વર્તમાનમાં આરોપ કરીને હોંશથી પુરુષાર્થવડે કહે છે કે અહો ! સર્વજ્ઞ ભગવાન આજે મોક્ષે ગયા, ત્રિલોકનાથ ભગવાન જે ક્ષેત્રે મોક્ષદશાને પામ્યા તે ક્ષેત્રને ધન્ય છે! ધન્ય તે ગૌતમ આદિ મહા જ્ઞાની પુરુષો અને તે ગામ, નગર, આસન, માતા-પિતા, કુળવંશ આદિ બંધુએ ધન્ય છે !
“નિર્મળ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ જિનેશ્વર; ધન્ય તે નગરી, ધન્ય વેળા-ઘડી, માતપિતા કુળવંશ જિનેશ્વર.”
(શ્રી આનંદઘનજી )
જે ક્ષેત્રે ગુણના મોટા ગંજ પ્રગટ થયા, અને જે તીર્થસ્થાન જેમના નિમિત્તથી ધન્ય કહેવાણાં તે નિર્વાણભૂમિ તથા માતા-પિતા, કુળવંશ વગેરેને ધન્ય છે! આજનો દિન, દિવાળી નિર્વાણ કલ્યાણક કાળને પણ ધન્ય છે! જેને નિર્વાણનો પ્રેમ હોય, સ્વતંત્ર કૃતકૃત્ય થવાની રુચિનો ઉત્સાહ હોય, તેને લોકોત્તર નિજકલ્યાણની રુચિ હોવાથી, જેને જે રુચ્યું તેની અનુમોદના-ઉત્સાહ તેને હોય જ છે. તેથી દેવો અને ઇન્દ્રો પણ સ્વર્ગ અને પુણ્યનો ઠાઠ વૈભવ છોડીને જાય છે કે આ પુણ્ય નહિ પણ વીતરાગ સાચા પ્રભુ છે, માટે સર્વજ્ઞ વીતરાગનાં કલ્યાણક ઊજવીએ. પ્રભુનો જન્મ થતાં ત્રણ લોકમાં જેનો મહિમા ગવાય, અજવાળાં થાય, અને નરકનાં દુઃખી જીવોને પણ બે ઘડી શાંતિ થાય; એવો જેનો મહિમા છે તે પ્રભુનો આ નિર્વાણદિવસ છે. “ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાસ સુસ્થિત જો.” શ્રીમદ્ રાજચંદ્રને પણ પૂર્ણ પવિત્ર ભગવાન સર્વજ્ઞ પ્રભુનો વિરહ લાગ્યો, તેનું અંતર ભાંગવા માટે તેઓ પૂર્ણ અકષાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com