________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અગાઉ તેમની માતાને વંદન કરવા ઇન્દ્રો આવે છે અને તે ગૃહવાસમાં ધનધાન્ય-રત્નાદિથી ભંડાર ભરાયા કરે છે, ઇન્દ્રો ત્રિશલા માતા પાસે આવીને સ્તુતિ કરે છે કે હે માતા! ધન્ય રત્નકુક્ષિધારિણી, આપને ધન્ય છે! આપની કુખે ત્રિલોકીનાથ પ્રભુનો જન્મ થવાનો છે, જેમના નિમિત્તે ઘણા જીવોનું કલ્યાણ થવાનું છે.
માતાની સેવા કરવા માટે દેવીઓ આવે છે. કોઈ માને કે ઈશ્વર આવીને જગતનાં દુઃખ ટાળવા માટે અવતાર ધારણ કરે છે તેમ નથી. પણ પૂર્વે મનુષ્યભવમાં આત્મસ્વરૂપની આરાધનાવડે મોક્ષપદ પામવાની યોગ્યતા પ્રાપ્ત કરીને, તે જીવ ત્રણ જ્ઞાન લઈને માતાના ઉદરમાં આવે છે; તે વખતે મોક્ષનું મંડળ ઊભું થાય છે. કારણ કે ઉત્તમ, પવિત્ર આત્માનું જે ક્ષેત્રે આવાગમન થાય ત્યાં તે પરમ ઇષ્ટ નિમિત્ત પામવાને ભાગ્યશાળી જીવો પણ ઘણા પાકે છે. એવા પરમ ઉપકારી સર્વજ્ઞ ભગવંત શ્રી મહાવીર પ્રભુની નિર્વાણતિથિનો પરમ કલ્યાણક દિવસ આજે છે. સાધક ધર્માત્મા પોતાની ભક્તિનો ભાવ ઉછાળીને કહે છે કે ધન્ય છે! આજે દેવો પણ ભગવાનના કલ્યાણકનો ઉત્સવ ઊજવી રહ્યા છે. નંદીશ્વર દ્વીપમાં તીર્થકર ભગવંતોની શાશ્વત પ્રતિમાજી છે. ત્યાં ઇન્દ્રો, દેવદેવીઓ આવીને આઠ દિવસ સુધી પ્રભુ વીતરાગનાં ગુણગ્રામ અને મહોત્સવ કરે છે. જગત તેમનું અને તેમના પરમ મંગળિક કલ્યાણકનું નામ સાંભળવાથી પણ મહા ભાગ્યશાળી થાય છે, અને પોતાને ધન્ય માને છે, અરિહંતાણે, ભગવંતાણ, એમ નામમાત્ર ભાવથી સાંભળે તેનું કલ્યાણ થઈ જાય છે. એટલે કે જે અરિહંત વીતરાગ ભગવાનને જાણે છે અને તેમનું મનન કરે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે.
ભગવાન શ્રી મહાવીર દેવનો જન્મકલ્યાણક ચૈત્ર સુદ ૧૩ ને દિવસે થયો તેનો ઉત્સવ થાય છે. ઇન્દ્રો મોટો ઉત્સવ કરે છે. તેઓ માતાની પણ સ્તુતિ કરે છે કે હે માતા! જગતને મહાન ઉપકારનું ઇષ્ટ નિમિત્ત એવા તીર્થકર ભગવાનની જન્મદાત્રી જનેતા! તને ધન્ય છે! સાધક આત્માને ભગવાનનું નામ અને કલ્યાણકનો મહિમા સાંભળતાં રોમાંચ ખડા થાય છે, ભક્તિથી આફ્લાદ પામે છે, અને પોતાને પરમ પૂજ્ય ઇષ્ટનો અતિ આદર આવે છે, એટલે સંસારનો આદર ટળી જાય છે, ભવનો અભાવ થવાનો પ્રસંગ આવે છે. કારતક વદી દશમ તપ કલ્યાણક (દીક્ષા) છે, તે વખતે દેવ-ઇન્દ્રો તપકલ્યાણક ઊજવે છે, અને નંદીશ્વર દ્વીપમાં પણ મોટો ઉત્સવ કરે છે. ભગવાન સંસારથી નિવૃત્ત થઈને નગ્ન નિગ્રંથપદ-મુનિપણું ધારણ કરે છે. તે વખતે સીધું સાતમું ગુણસ્થાનક પ્રગટે છે. પ્રભુ દીક્ષિત થઈને ધ્યાનમાં સ્થિર થાય છે કે તુરત ૭મી ભૂમિકાઅપ્રમત્તદશા પામે છે, અને ત્યાં જ ચોથું મન:પર્યયજ્ઞાન પ્રગટે છે. રાગ અને રાગનું નિમિત્ત ટળ્યું કે સાથે જ જ્ઞાનની નિર્મળતા ઉજ્જવળતા પ્રગટ થઈ. જ્ઞાનધ્યાનની સ્થિરતા, ઇચ્છાનિરોધ તપ એવી અપ્રમત્ત-પ્રમત્તદશામાં, સાડાબાર વર્ષ સુધી ભગવાન મસ્ત રહ્યા છે. ઋજુવાલિકા નદી કિનારે શામલી વૃક્ષ પાસે ભગવાન નિર્મળ જ્ઞાનની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com