________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬]
[૩૦૩ જેવા ભાવ કરે છે તેના ભોગવટા માટે લાયક ક્ષેત્રો પણ છે. સ્વાધીન થવું હોય તો સ્વાધીન થવાનો ઉપાય મનુષ્ય ભવમાં જ છે. જેટલા પ્રમાણમાં જ્ઞાનબળનો પુરુષાર્થ કરી સ્થિરતા વધારે તેટલા પ્રમાણમાં સ્વાધીનતા પામે છે; અને જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષનું કર્તાપણું કરે તેટલા પ્રમાણમાં તે જાતનાં જડ સૂક્ષ્મ પરમાણુ આમાના પ્રદેશ સાથે બંધાતાં પરાધીનતા પામે છે. જીવ શુભ-અશુભ ભાવ કરે ત્યારે તેનું નિમિત્ત પામીને તેવી જાતનાં સૂક્ષ્મ રજકણો જીવના પ્રદેશ સાથે બંધાય છે. પરમાણુમાં સ્વતંત્રપણે અનંત શક્તિ છે; જડ દ્રવ્ય પોતાની મેળે સ્વયં અનેકરૂપે પલટાય છે. તે પરમાણુના સ્વભાવનો યથાર્થ વિચાર કરો તો જગતની ક્રમબદ્ધ વ્યવસ્થિત રચના, પરલોક આદિ, પુણ્ય-પાપ ભોગવવાનાં ચાર ગતિરૂપ સ્થાનક છે, તે યથાર્થપણે જેમ છે તેમ સમજાશે. જડ-ચેતનના સ્વભાવો જે છે તે દરેક પદાર્થની સ્વતંત્રતામાં ભિન્નપણે સ્વસત્તાના આધારે છે; છતાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ છે. સંસાર તે કર્મના સંયોગથી થતી આત્માની અવસ્થા છે અને મોક્ષ પણ સર્વ દોષ તથા કર્મથી મુક્ત, પૂર્ણ પવિત્ર એવી આત્માની અવસ્થા છે.
હે શિષ્ય! જડ અને ચેતનના સ્વભાવ, સંયોગ-સંયોગીભાવ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે. માટે આ વાત ગહન છે, તો પણ તને સાવ સંક્ષેપમાં અહીં કહી છે.
[ તા. ૧૧-૧૧-૩૯ સં. ૧૯૯૫ ના આસોવદ ૦)) (દિવાળી)] શ્રી વીરનિર્વાણ કલ્યાણક તિથિ.
આજે શ્રી ભગવાન મહાવીર પ્રભુનો નિર્વાણ દિવસ છે. ત્રણ પ્રકારની પદવીપણે અંતિમ શરીરની અવસ્થા છોડીને મોક્ષ જવાય છે. (૧) ભગવાનની સર્વોત્કૃષ્ટ પુણ્ય પદવી, (૨) ગણધર પદવી (૩) સામાન્ય કેવળી ભગવાન. એ ત્રણ અવસ્થાના ભેદ પુણ્યભાવની તારતમ્યતાથી મુખ્યપણે છે. જે ત્રિલોકનાથનું બિરુદ ધરાવે છે એવું (૧) તીર્થકર નામકર્મ બંધાઈ જવાનું કારણ એ છે કે શુદ્ધ આત્મસ્વરૂપની ભાન સહિતની દશામાં એટલે કે સમ્યજ્ઞાનદશામાં એવો પ્રશસ્ત રાગભાવ હોય છે કે સર્વ જીવોને આત્મધર્મ પમાડું એટલે કે નિશ્ચયે તો મારો આત્મા શીધ્ર પૂર્ણ શુદ્ધતાને પામી જાય; એ ઉત્કૃષ્ટ પુણ્યપરિણામ છે. તેમાં એવી યોગ્યતાવાન જીવને એવું પુણ્ય બંધાય છે કે તે જગતને પરમ ઉપકારી થાય છે. (૨) ગણધર ભગવાન થવાનું કારણ-મારા કુટુંબને આત્મધર્મ પમાડું એ પક્ષનો શુભ વિકલ્પ વિવેક સહિત આવે છે, તેથી પુણ્યપદની અપેક્ષાએ તીર્થકર ભગવાનથી ન્યૂન પદવીનો યોગ થાય છે. (૩) મુક્ત થવાની ઇચ્છાવાળા ધર્માત્મા જ્ઞાની સામાન્ય કેવળી ભગવાન થઈને મોક્ષે જાય છે. મોક્ષ સ્વભાવ જીવમાં શક્તિરૂપે છે તે વ્યક્ત-પ્રગટ થાય છે. આપણા પરમ ઈષ્ટદેવ શ્રી મહાવીર ભગવાનનો આત્મા આ ભરતક્ષેત્રમાં જ્યારે આવવાનો હતો ત્યારે છ મહિના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com