________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨]
[ ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા થવું છે, તેથી પોતાનો કાળ વીતરાગ ભગવંતોના બહુમાનમાં ગાળે છે અને પોતાનો પુરુષાર્થ ઉપાડ છે.
મનુષ્યપર્યાયના કાળની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની છે, અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. નરકગતિમાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને જઘન્ય દશ હજાર વર્ષ; દેવમાં પણ આયુષ્ય સ્થિતિ નરક પ્રમાણે છે.
શુભાશુભ ભાવ તે જ સંસારભ્રમણરૂપ ભાવગતિ. ભાવ એટલે ભવવું–થવું તો દરેક સમયે છે. સંસારમાં રખડનાર પ્રાણીના જે જે શુભાશુભ પરિણામ છે તે જ મુખ્યપણે ગતિ છે. ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન તેમાં સરલતાની હળવાશ રહેલી છે, ઉત્કૃષ્ટ ઊંધાઈવાળા દ્રવ્યનું અધોગમન તેમાં લોઢાની જેમ ભારેકર્મીપણું છે અને મધ્યમ પરિણામવાળા જીવને મનુષ્યભવ છે. એમ ત્રણે લોકમાં ભોગવવાનાં અસંખ્યાત સ્થાનક છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે, તેમાં કોઈ જગતકર્તા ઈશ્વરની જરૂર નથી. દરેક વસ્તુનો સ્વભાવ છે કે વસ્તુ ટકીને બદલાય છે. જીવ અનંતકાળથી છે; “છે” તે આજસુધી એ અસંખ્યાત ક્ષેત્રના ભોગવટામાં ટકયો છે, અને ત્રણે લોકમાં ભવભ્રમણ કર્યું છે. આત્મા નિત્ય નથી એમ કહેનાર ત્રણ લોક નથી, પરભવ નથી, તેમ જ તેને ભોગવવાનો કોઈ બીજાં ક્ષેત્ર નથી એમ માને છે. પરલોક કયાંય દેખાતો નથી, કોઈએ સંદેશા ન મોકલ્યા, એમ કેટલાક કહે છે; પણ જ્ઞાની પ્રત્યક્ષ પ્રમાણ આપીને કહે છે કે તું છોને! કયાંય છો કે નહિ? જ્યાં છો, ત્યાં જેવા ભાવમાં તારું જોડાણ
છે એવા ભાવને ભોગવવાનું સ્થાન ત્રણ લોકમાં ખાસ ખાસ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે. હે શિષ્ય ! જડ-ચેતનના સ્વભાવ ભિન્ન હોવા છતાં, તેના સંયોગ-વિયોગના સૂક્ષ્મ સ્વભાવ, ગતિ, જાતિ, વેદાદિના સૂક્ષ્મ અધ્યવસાય વગેરે કારણોના કાર્યરૂપ (ફળરૂપ) ભોગવવાનાં સ્થાન અસંખ્યાત છે. જે તે વર્તમાનમાં પણ છે. ભાવશ્રુતજ્ઞાનદ્વારા ત્રણે લોકમાં આમ જ છે એમ અનુભવગમ્ય થાય છે. સમ્યજ્ઞાન એટલે જેમ છે તેમ આત્માનો સ્વભાવ જાણી લેવો. દર્શન એટલે દેખવું તે. ચૈતન્યશક્તિનો સર્વ ભાવને જાણવાનો સ્વભાવ છે તે આત્માનો ગુણ આત્માથી ભિન્ન નથી. આત્મા પૂર્ણ શુદ્ધ સહજ જ્ઞાનસ્વભાવી છે એમ સ્વાધીન તત્ત્વની સહજ પ્રતીત થઈ તે જ સમ્યગ્દર્શન છે.
આત્મા સહજ સ્વરૂપ છે એમ ગોખણી કરવાથી જ્ઞાન પ્રગટે તેમ નથી. પણ આત્મતત્ત્વનો સ્વભાવ જેમ છે તેમ વિચારી, યથાર્થ નિર્ધાર-અનુભવ કરવાથી સમજાય તેમ છે, જાણનારથી જણાય છે. જેમ પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પોતાથી જણાય છે તેમ પરવસ્તુનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સ્થિતિ પણ જેમ છે તેમ સમજાય છે. લોહચુંબકનો પત્થર લોઢાને જ ખેંચે પણ સુવર્ણને નહિ ખેંચે એવો તેનો સ્વભાવ છે. સ્વતંત્ર જડ રજકણમાં ગળવું, મળવું, ખેંચાઈ જવું વગેરે સ્વતંત્ર શક્તિ છે, તેમાં ઈશ્વરને ઉપાધિ કરવાની જરૂર નથી. વસ્તુમાત્ર સ્વતંત્રપણે તેના સ્વભાવમાં પલટાયા કરે છે. જીવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com