________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬]
[૩૦૧ દેવગતિ તથા યુગલીયામાં સંયમસ્થાન નથી, રાગની વૃત્તિ ઉત્પન્ન થાય તેને ટાળવાનો અવકાશ નથી. ત્યાં જેને આત્માનું યથાર્થ ભાન હોય તે પોતાના સમ્યક અભિપ્રાયની સ્થિરતા જાળવી શકે તેટલો જ પુરુષાર્થ કરી શકે છે, વિશેષ નહિ.
મનુષ્યલોકમાં-મનુષ્યગતિમાં સર્વોત્કૃષ્ટ સંયમસ્થાન છે. શુભ-અશુભ કર્મ ભોગવવાનાં નિમિત્તરૂપ ત્રણ લોકમાં અસંખ્યાત સ્થાન છે મનુષ્યક્ષેત્ર તે સરલ, પવિત્ર અને મધ્યસ્થ પરિણામવાળા જીવનું ઉત્પત્તિક્ષેત્ર છે. પશુ ઢોરના દેહ વક્ર અને આડા છે; તે પૂર્વના વક્ર ભાવ (કપટભાવ) બતાવે છે. પશુના દેહમાંથી સીધી મોક્ષદશા પ્રાપ્ત થતી નથી. પૂર્વે ઊંધા-વક્ર પરિણામ કરીને ઢોરભવનું બંધન કર્યું છે, તે શરીરના આકાર ઉપરથી પણ પરમાર્થ સમજવા જેવો છે. સમસ્ત વિશ્વનો આકાર પુરુષાકાર છે. ઢોર (પશુ, તિર્યંચ) આડા દેહધારી છે, તેને સીધા ઊભા દેખો તો તેને પણ ક્રમબદ્ધ ઉપર મસ્તક, પછી બીજાં અંગો યથાસ્થાને નીચે આવશે. જેવો મનુષ્યનો આકાર છે તેવો લોકનો આકાર છે. “જેવું પિંડે તેવું બ્રહ્માંડે” વિશ્વના સર્વ ભાવો એક સાથે જ્ઞાનમાં જણાઈ જાય તેવી આશ્ચર્યકારી ઘટના છે. સમસ્ત વિશ્વનું જ્ઞાન એક સમય માત્રમાં એક સાથે જાણી લે એવો દરેક આત્માનો સ્વભાવ છે.
સંજ્ઞી પશુ શુદ્ધ ભાવ કરે તો પાંચમું ગુણસ્થાન એટલે સંયમસંયમ સુધી પહોંચી શકે છે, તેને છઠ્ઠા ગુણસ્થાનકની સ્થિરતા થતી નથી જ્ઞાની મનુષ્ય રાગની વૃત્તિ છેદીને યથાર્થ વિવેકની જાગૃતિ કરી, જ્ઞાનની સ્થિરતામાં ઊગ્રપણે–એકાગ્ર લીન-થાય તો સર્વ કર્મ ઉપાધિથી મુક્ત થઈ સ્વભાવે ઊર્ધ્વગમન થઈ, લોકના છેડે અનંત સુખમાં-શાશ્વત આનંદની લહેરમાં નિશ્ચલપણે બિરાજે છે. પાંચે ગતિ અને તેના સ્થાનનું કોઈ કાર્ય નવું નથી. જે હોય તે જાય નહિ અને જે ન હોય તે નવું થાય નહિ. જડ ટળીને ચેતન થાય નહિ, અને ચેતન તે જડ થાય નહિ. જે જીવ પોતાના સ્વરૂપમાં ભ્રાંતિ કરીને પુણ્ય પાપના પરિણામનો કર્તા થાય તેને શુભાશુભ ભાવો ભોગવવાનાં નિમિત્તરૂપ સ્થાનકો છે, તે જડ દ્રવ્યનાં સ્વતંત્ર સ્વાભાવિક કાર્યો છે, તેનાથી ભિન્ન તેને જાણનારો ચૈતન્ય આત્મા તો સ્વતંત્ર છે, છતાં તેનું કર્મફળમાં રાગદ્વારા જોડાવું થાય છે; પણ તેમાં ઈશ્વરનો જરાયે હાથ નથી. આત્માનો સ્વભાવ જ્ઞાન છે તે અનાદિ અનંત છે. આત્માની સંસારાવસ્થા અનાદિ સાંત છે અને મોક્ષાવસ્થા સાદિ અનંત છે.
કાલે દિવાળી પર્વ છે. સર્વજ્ઞ ભગવાન મહાવીર ૨૪૬૫ વર્ષ પહેલાં તે દિવસે મોક્ષે પધાર્યા. આત્માના પૂર્ણ આનંદમાં શાશ્વત સુખસ્વરૂપમાં હાલ તેઓ બિરાજે છે, તેમને ધન્ય છે. ધર્માત્મા તેમની ભક્તિ કરતાં પુરુષાર્થ ઊછાળી ભૂત નૈગમન કહે છે કે પ્રભુ આજે નિર્વાણ પામ્યા તેનો મહોત્સવ કરે છે તે પોતાના પુરુષાર્થનો મહોત્સવ છે. ધર્માત્માને જ્યાં ત્યાં ઈષ્ટ પ્રસંગના વિકલ્પ આવે છે, અને તે રીતે સનું બહુમાન કરે છે. જેમ સિદ્ધભગવાનનો શુદ્ધ પર્યાય પૂર્ણપણે ખીલ્યો છે, તેમ પોતાને પૂર્ણ શુદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com