________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૦ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તિર્યંચ-પશુની ગતિ ઉત્પન્ન થાય છે, તે મધ્યમ ગતિના પેટામાં સમાય છે. જીવના પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તેમાં જડ કર્મ નિમિત્ત છે તેથી ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, અને શુભ-અશુભ મિશ્રદ્રવ્યની મધ્યમગતિ-એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે; તે બંધસ્થાનો છે અને તેનાં આ લોક-૫૨લોક આદિ ભોગવવાનાં સ્થાનકો છે. શુભ-અશુભ અને મિશ્ર (મધ્યમ) પ્રકારના ભાવ એ ત્રણે કષાયભાવ છે, તેનાથી આત્માને કાંઈ ગુણ નથી. જીવ પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલીને ૫૨વસ્તુમાં સુખબુદ્ધિ કરે છે; કર્તાભોક્તાપણાની કલ્પના કરે છે એટલે જ પુણ્ય-પાપ ભોગવવાનાં-ભવભ્રમણનાં સ્થાન છે, તે નક્કી થાય છે.
કેટલાક કહે છે કે ન૨કગતિ આ લોકથી જુદી ન હોઈ શકે. તો તેનો ઉત્તર એમ છે, કે જે જીવ મહા ભૂંડા દુષ્કૃત્યો કરે છે, પાપકાર્યો કરવા વખતે પોતે સામા જીવોને શું દુઃખ થાય છે તે જોવાની ધી૨જ રાખતો નથી, અને પોતાને સગવડ થાય તેવી એક પક્ષની દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે. તેને તેવા ક્રૂર પરિણામોનું ફળ-આંતરા વિનાની અનંત અગવડતા ભોગવવાનાં સ્થાન આ લોકમાં નકગતિ અધોલોકમાં છે, એમ ઘણા ન્યાયથી નક્કી થાય છે. ઉત્કૃષ્ટ શુભ પરિણામનું ફળ સ્વર્ગ, મધ્યમ શુભ પરિણામનું ફળ મનુષ્યગતિ અને મધ્યમ અશુભ ભાવનું ફળ તિર્યંચગતિ છે. શુભ અને અશુભ ભાવ બેઉ ૫૨માર્થે અશુદ્ધ ભાવ છે. આત્મા જેટલે અંશે ૫૨ભાવની અશુદ્ધતાથી જુદો પડે, તેટલે અંશે ઉપાધિ (કર્મબંધન) થી મુક્ત થાય છે. સર્વથા અશુદ્ધતાથી કે અસ્થિરતાથી જુદો થયે સર્વથા મુક્ત-શુદ્ધ થાય છે. ચાર ગતિની અશુદ્ધ પર્યાયમાં જીવોનું રખડવું થાય છે, તે તે જીવની શુદ્ધ અવસ્થા નથી; પણ અજ્ઞાનભાવે જીવ માને છે કે હું મનુષ્ય, હું સ્ત્રી, હું વૃદ્ધ, હું દેવ, હું પશુ, હું નારકી છું એમ ચોરાશી લાખ જીવયોનિમાં અનંતકાળથી ભૂલપણે જીવે પરિભ્રમણ કર્યું છે. તેમાં મિશ્ર પરિણામ થવા તો બહુ મોંઘા છે, કારણ કે અનંત જીવરાશિમાંથી માત્ર સંખ્યાત જીવોને મધ્યમ પરિણામ હોય છે. મનુષ્યની સંખ્યા ત્રણે કાળ સંખ્યાતી છે, મર્યાદિત છે. મનુષ્યભવ મોંઘો હોવાનું કારણ શુભાશુભ મિશ્ર પરિણામથી વ્યવહારે જીવ મનુષ્ય થાય છે, મનુષ્યગતિ તે મનુષ્યભવને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ભૂમિકાનો સંયોગ આપે છે. શુભ-અશુભ અને મિશ્ર રહિત એકલો શુદ્ધ સ્વભાવ તે મોક્ષ, અને શુદ્ધ સ્વભાવનો અનાદર તે નિગોદ, ત્યાં અનંત કાળ બટાટા, સકરકંદ, કંદમૂળ આદિમાં રહેવું પડે છે. સત્નો અનાદર એટલે મૂઢત્વનો આદર છે, અને તેનું ફળ તે નિગોદગતિ છે. આત્મા શુદ્ધ જ્ઞાતા અસંગ છે એ વાત જે જીવને ન ગોઠે અને કંઈ ૫૨નું કરવાનું હોવું જોઈએ, એ કરીએ તો પામીએ, કંઈ પુણ્ય હોય તો ધર્મ થાય, એવું કંઈક કરવાનો ભાવ એ જ્ઞાતાપણાનો અનુત્સાહ અને અનાદર છે. શાતાનો જે ઉત્કૃષ્ટ નકાર છે તેનું ફળ નિગોદ છે. ત્યાં અનંતી ચૈતન્યશક્તિ અવરાઈ જાય છે, જ્ઞાનસ્વભાવની મહા આશાતનાનું ફળ તે અનંતકાળ નિગોદપણું છે. અશુભ પરિણામ તે અશુભગતિ, ત્યાં પણ સંયમ નથી. શુભ પરિણામ તે શુભગત,
Please inform us of any errors on rajesh@Atma Dharma.com