________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬]
[૨૯૯ આત્માનો ઊર્ધ્વગામી સ્વભાવ કર્મોપાધિથી મુક્ત થયે પ્રગટ થાય છે. જેમ એરંડા કે શીંગના ફોતરાં તાપથી સુકાતાં અંદરનાં બીજ સ્વયં ઊછળે છે, તેમ પુણ્ય-પાપરૂપ કર્મની અસરથી દ્રવ્ય અને ભાવે જીવ મુક્ત થતાં જડપ્રકૃતિરૂપ શીંગના ફોતરાંનું જ્ઞાનધ્યાનની અગ્નિ વડે સુકાવું થતાં-સ્વયં તે કર્મપ્રકૃતિરૂપ શીંગ ફાટતાં શુદ્ધ આત્મપ્રદેશ છૂટા પડે છે, અને બીજરૂપ ચૈતન્ય ભગવાન સ્વયં લોકને છેડે પંચમગતિ-સિદ્ધગતિ-સ્વગતિમાં જઈ પહોંચે છે. જેમ તુંબડી ઉપરથી લેપ દૂર થતાં હળવી થતાં પાણીમાંથી ઉપર આવે, તથા જેમ ધૂમાડો ઉપર આવે તેમ આત્મા કર્મ ઉપાધિના સંગવાળો ન હોવાથી સંગ છોડે તો હળવો થતાં પોતાનો સહજ ઊર્ધ્વ સ્વભાવ પ્રગટ થઈ પૂર્ણ મુક્તદશાને પામે છે. હવે ચાર ગતિનાં કારણો કહેવામાં આવે છે. શુભ પરિણામ, પુણ્યપરિણામ તે કષાયભાવ છે. તે દયા, સત્ય, બ્રહ્મચર્ય, અચૌર્ય, અપરિગ્રહ આદિ છે. તે પુણ્યના પરિણામનો જીવ કર્તા થાય તો તે પુણ્યબંધના ફળરૂપે ઇન્દ્રિયસુખ ભોગવવાનું સ્થાનક દેવલોક છે, છતાં ત્યાં પરાધીનતા છે, તેની પણ મર્યાદા છે, તીર્થકર નામકર્મની શુભ પ્રકૃતિ છે તે લોકોત્તર પુણ્ય છે, અને આત્મજ્ઞાનની ભૂમિકામાં સહજપણે બંધાઈ જાય છે. સર્વ લોકમાં આ પ્રધાન પુણ્યપ્રકૃતિનું બંધન થવાનું કારણ ઉત્કૃષ્ટ લોકોત્તર પુણ્યપરિણામ છે; તે તો શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન હોય ત્યાં જ થાય છે. સર્વ જીવોનો ધર્મ પમાડું એ ઊંચી જાતનો પ્રશસ્તરાગ છે, પણ સાથે ભાન છે, કે આ રાગ તે મારો નથી, તેનાથી મને ગુણ નથી, એમ અવિરોધપણે સહજ સ્વભાવના ભાનમાં બંધાયેલું પુણ્ય પણ ઉત્કૃષ્ટ હોય છે. તીર્થંકર નામકર્મ બાંધનાર જીવનું (આત્મદ્રવ્યનું) વિર્ય પણ બહુ બળવાન હોય છે.
ગતિ એટલે જવું, ચાલવું એમ શબ્દાર્થ થાય છે. નિશ્ચયથી તો જીવ જેવા ભાવ કરે તેવા ભાવરૂપ તેની ગતિ થાય છે, રાગ-દ્વેષ કરવામાં પુદ્ગલ કર્મપ્રકૃતિ જીવને નિમિત્ત થાય છે. રાગાદિક સંસારથી મુક્ત થવામાં કર્મપ્રકૃતિના નિમિત્તની જરૂર નથી, કારણ કે સર્વ દ્રવ્યની અસરથી મુક્ત થયે કર્મોપાધિથી મુક્ત થવાય છે. આત્માનું જ્ઞાન થયા છતાં પણ જ્યાં લગી પૂર્વ ભૂલના કારણે બંધાયેલાં શુભ-અશુભ કર્મ ફળ દેવા આવે છે અને તેમાં જેટલે અંશે રાગ-દ્વેષ દ્વારા જોડાણ થાય છે તેટલી હદનાં નવીન પુણ્ય-પાપનો બંધ થાય છે, અને ભવભ્રમણ થાય છે. નિશ્ચયગતિ તો પુણ્ય-પાપના શુભાશુભ ભાવ કર્યા તે છે, જે ક્ષણે શુભભાવ થયો તે શુભગતિરૂપ છે, અને અશુભ ભાવ થયો તે અશુભગતિરૂપ છે. જે ક્ષણે રાગ-દ્વેષનું વલણ કર્યું તે જ ક્ષણે કર્મ પરમાણુના ફોટા પડી જાય છે, પુણ્યની અપેક્ષાએ દેવભવને ઊંચગતિ કહી છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ છે અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય-તીવ્ર સંકલેશ, ભૂંડા ભાવક્રોધ, માન, માયા, લોભ, હિંસા, જૂઠ, વ્યભિચાર, વગેરે ભૂંડા અધ્યવસાયના કારણે નરક ગતિમાં જવું થાય છે. નારકીનો ભાવ કર્યો તો નરકનો ભવ થયો, મધ્યમ શુભ અને મધ્યમ અશુભ એમ મિશ્રથી મધ્યમ ગતિ છે; તે મિશ્રભાવવાળાને મધ્યલોકમાં મનુષ્યગતિ છે, તેમાં કપટનો ભાવ કરવાથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com