________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વભાવે ઊર્ધ્વગમન થાય છે, તે પરમાર્થરૂપ શુદ્ધગતિ છે. એટલે કે સંસાર સંબંધ છૂટીને મુક્તદશામાં પૂર્ણ શુદ્ધ સિદ્ધદશામાં જવું રહેવું થાય છે. વીતરાગ ભાવને શુદ્ધભાવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શુભ પરિણામ પણ કહી શકાય છે.
[ તા. ૧૦-૧૧-૩૯] આત્મા અનાદિ અનંત છે. તેની અજ્ઞાનરૂપ અવસ્થા હોય ત્યારે રાગરૂપ, પુણ્ય-પાપરૂપ અનેક વિકારરૂપે તેમાં ભંગ થાય છે. પુણ્યના એક જ પ્રકારના પરિણામ હોતા નથી, પણ અસંખ્ય પ્રકારના છે; તેમ જ પાપના અધ્યવસાય પણ અસંખ્ય પ્રકારના છે, તે અખંડ જીવદ્રવ્યની વિશેષ અવસ્થા છે; તે જ વખતે અજીવ દ્રવ્યની અનંત શક્તિરૂપ અસંખ્ય અવસ્થાઓ પુણ્ય-પાપના સંયોગપણે (યોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં ) થાય છે. જીવ સ્વભાવે અખંડ, પૂર્ણ શુદ્ધ, સ્વાધીન તત્ત્વ છે; તે ભૂતકાળમાં નિર્દોષ જ્ઞાનસ્વભાવપણે મુક્ત ન હતો, પણ બંધાયેલો જ હતો, પુણ્યપાપરૂપ અવસ્થામાં અનેક ક્ષેત્રમાં કયાંક ટકયો છે, એનો વિચાર કરતાં નક્કી થાય છે કે પુણ્યપાપ, દેહાદિની ક્રિયામાં રાગપણે જોડાઈને દેવ, મનુષ્ય, નારક, તિર્યંચના ભાવ પૂર્વે અનંત વાર જીવો કર્યા છે. જેવો વિકાર કરે તેવી અવસ્થાની યોગ્યતાનાં સ્થાન અને તે જાતમાં પુગલદ્રવ્યને ભોગવવા યોગ્ય સ્થાનકોનો સંયોગ થવો જ જોઈએ, એટલે કે જીવ અજ્ઞાનભાવે જડકર્મનો કર્તા નિમિત્તપણે થયો, તે અવસ્થાને ભોગવવાનું સ્થાન પણ જોઈએ. તે સ્થાનક ચાર ગતિ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ (પશુ આદિ) અને નરક એમ ચાર ગતિની અશુદ્ધ પર્યાયમાં પુણ્ય-પાપરૂપ સંયોગનાં સ્થાનનો ભોગવટો થાય છે. તેને ભોગવવા લાયક સ્થાનમાં જવું પડે છે; એ ફળ આપવાની શક્તિ સ્વયં પુદ્ગલમાં છે.
ચૈતન્યનો સ્વભાવ શુદ્ધ છે, પણ પોતાને ભૂલીને પરવસ્તુમાં સુખ, સગવડતાની બુદ્ધિ કરે છે, પરસ્વભાવમાં પોતાની હયાતી માને છે; તેથી ચાર ગતિના ભવના ભાવથી જન્મ-મરણ કરવાં પડે છે, એક દેહની અવસ્થા છોડીને બીજા દેહમાં જવું થાય છે. શુભ-અશુભ એટલે અશુદ્ધભાવ જીવ કરે ત્યારે તે જાતની કર્મજ સ્વયં આવીને ચોંટે છે, અને યોગ્ય કાળે તેનું ફળ ભોગવવા માટે તેવાં સ્થાને જીવને જવાનું થાય છે. આત્મા સ્વાધીન છે, ઊર્ધ્વગામી સ્વભાવ છે, છતાં પોતાનું સ્વાધીનપણું, નિર્દોષપણું જાણ્યું નથી અને પરવસ્તુમાં સુખબુદ્ધિ રહી છે. ત્યાં સુધી પરવશપણું છે; અને તેથી ભવભ્રમણમાં આત્માને રખડવું થાય છે, તેમાં ઈશ્વર કંઈ કર્તા કે ફળદાતા નથી. જીવ સમસ્ત રાગાદિ ઉપાધિથી જ્યારે મુક્ત થાય છે ત્યારે શાશ્વત, સ્વાધીન સુખદશામાં સ્વયં સિદ્ધ ભગવાન થતાં સિદ્ધશિલા નામે આઠમી પૃથ્વી ઉપર રહે છે. તે ક્ષેત્રમાં રહે છે તેમ કહેવું તે વ્યવહાર છે, નિશ્ચયથી તો શુદ્ધ આત્મા પોતાના આત્માના શુદ્ધ પ્રદેશમાં જ રહે છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય એ સ્વચતુષ્ટય પ્રગટ થતાં ચૈતન્ય આનંદમૂર્તિ પૂર્ણ કેવળજ્ઞાનસ્વભાવપણે પોતામાં રહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com