________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬]
[૨૯૭ પણાથી જુદો રહીને જ્ઞાતાપણે જાણે તો નવીન કર્મનો બંધ ન થતાં, તે શુભ-અશુભ કર્મ તેનું ફળ દેખાડીને છૂટી જાય છે.
ફળ દેવાનો સ્વભાવ જડકર્મમાં છે અને તેને જાણવાનો સ્વભાવ જીવનો છે. જડનું ફળ ભોગવવાનો જીવનો સ્વભાવ નથી, પણ જે જીવ પોતાને ભ્રાંતિરૂપ માની રાગ-દ્વેષવાળો થાય છે તે માને છે કે હું સુખી-દુઃખી છું, હું પુણ્યવંત છું, હું પાપી છું. એ પ્રમાણે કર્મ પ્રકૃતિનાં ફળમાં સ્વામિત્વ સ્થાપીને તેમાં તે રતિ-અરતિ કરે છે, પુણ્ય ફક્ત સંયોગ આપે, તે પુણ્યના સંયોગ કહેતા નથી કે અમને ભોગવ; તેમાં જેણે પુણ્યનાં ફળ મીઠાં લાગે અને તેને હું ભોગવું છું એમ જે માને તે મહા અજ્ઞાની છે. તે પુણ્યના સંયોગ એમ નથી કહેતા કે અમારા નિમિત્તે તું રાગ કર, હર્ષ કર, અમારો સ્વામી થા; છતાં જીવ તેમાં કર્તાપણાની, મારાપણાની, ભોક્તાપણાની કલ્પના કરે છે એ જ્ઞાનની ભૂલ કરે છે. જેમ કોઈને પાપસંયોગની પ્રતિકૂળતા આવી એટલે કે શરીરમાં ક્ષયરોગ થયો, જુવાન દીકરી વિધવા થઈ, પુત્ર મરી ગયો, ઘર સળગી ગયું, તે બધા સંયોગો કહેતા નથી કે તું વૈષ કર, દુઃખની કલ્પના કર, મમતા કર. જડકર્મ પણ નથી કહેતું કે તું ભૂલ કર, પણ જીવને પરવસ્તુમાં મમતા છે, રાગ છે, તેથી તે તેને ઠીક-અઠીક માને છે; સ્વરૂપમાં ભ્રાંતિ થવાથી જીવે તેમ માન્યું છે. કોઈ એમ કહે કે પુણ્ય ભોગવ્યા વિના ટળે નહિ, તો તે બરાબર નથી. પુષ્ય તો ચૈતન્યથી ભિન્ન, વિકારી, વિજાતીય વસ્તુ છે. તે પર ઉપાધિને ભોગવવાનો ભાવ તું કેમ રાખે છે? તેનો પ્રેમ તે તો ચેતનનો સ્વયં મહા અપરાધ છે. પુણ્યનું કાર્ય તો સંયોગ આપે છે, પણ કોઈને પરાણે રાગ કરાવે, મમતા કરાવે, એમ થતું નથી; પણ જો તેમાં સુખબુદ્ધિ મોહભાવે જીવ કરે તો નવીન કર્મબંધ થાય. એવો પુદ્ગલ અજીવ દ્રવ્યનો સ્વતંત્ર સ્વભાવ છે, અને તે તેની સ્થિતિ (કાળ) પૂરી થયે ફળ દેખાડે છે, એટલે ફળ દેવામાં ઈશ્વરની જરૂર નથી. ૮૬મી ગાથામાં પણ આ બાબતનો ઘણો ખુલાસો આવશે. ૮૫ આ ગાથા ઘણી ગંભીર અને ઊંડી છે :
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહુન વાત છે શિષ્ય આ. કહી સંક્ષેપ સાવ. ૮૬ ગુરુએ શિષ્યને લક્ષમાં લીધો છે, અને વિશેષ માહામ્ય માટે તત્ત્વનું ગંભીરપણું, સ્વાધીનપણું અને જુદાપણું કેમ છે, નિમિત્ત-નૈમિત્તિકપણું કેમ છે, સંબંધી દ્રવ્યાનુયોગની ઊંડી વાત કહે છે. તેમાં જણાવે છે કે જીવ જે જે પરિણામનો કર્તા જે જે પ્રકારે થાય છે, તેવાં તેવાં કર્મફળ ભોગવવાનાં ક્ષેત્ર આ વિશાળ વિશ્વમાં છે. તે દ્રવ્યનો સ્વભાવ છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે. પરમાર્થતત્ત્વની દૃષ્ટિ સહિત, પુણ્ય-પાપ, શુભ-અશુભ રાગરહિત શુદ્ધભાવના ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામ થતાં જીવનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com