________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પ્રથમ કહ્યું કે રાગ-દ્વેષ, પુણ્ય-પાપ મારાં એવી ભ્રાન્તિની કલ્પનાથી કર્મ એની મેળે પકડાય છે, તેથી ઉપચારથી કહ્યું કે જીવ કર્મને ગ્રહણ કરે છે અને ભોગવે છે. તે ફળના ભોગવટા વિષે, “ઝેર સુધા સમજે નહિ, જીવ ખાય ફળ થાય,' એમ કહીને હવે કહે છે કે ફળદાતા ઈશ્વરની એમાં કાંઈ જરૂર નથી. જેમ અમૃત અને ઝેર તેવી રીતે શુભ-અશુભ કર્મ પણ તેના સ્વભાવે પરિણમે છે. ઝેર અને અમૃત ફળ દઈને નિઃસત્વ થાય છે તેમ કર્મનું ફળ આવતાં તે નિઃસત્વ થાય છે. લોકો કહે છે કે લાકડું બળી ગયું; પણ વિચારતાં જણાય છે કે લાકડાનો પિંડ જે પરમાણુનો જથ્થો હતો, તે અગ્નિમાં બળી રાખપણે થયો, તેમાં કોઈપણ રજકણનો નાશ થયો નથી, પણ અવસ્થા બદલી છે; સૂક્ષ્મ રજકણપણે તે જગતમાં રહે છે.
શરીરનું મરણ અને આયુષ્ય કર્મનાં રજકણોને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, તે રજકણો પુણ્ય-પાપપણે જીવની ભૂલના કારણે પકડાણા હતા. તે આયુષ્યકર્મની સ્થિતિ પ્રમાણે શરીરનું ટકવું થાય છે. ધારો કે આ દેહને પચાસ વરસ ટકવું હોય તો તેના કારણે આહાર આદિ સંયોગો મળી જ રહે છે. આયુષ્યકર્મની સ્થિતિ પૂરી થતાં, દેહના રજકણો બળી-સડીને છૂટાં પરમાણુરૂપે ગમે ત્યાં મળી જાય છે. જે હોય તેનો નાશ થાય નહિ. અને જે ન હોય તે નવું ઉત્પન્ન થાય નહિ. જે હોય તે ટળે નહિ. પણ ટકીને પલટાયા કરે છે; પણ સર્વથા તેનું અસ્તિત્વ ટળે નહિ. લાકડાને બળી જવામાં ઈશ્વરની જરૂર નથી. વાંસના ઘસારાથી વનમાં અગ્નિ થાય છે અને તેથી ઘણાં પ્રાણી અને ઝાડોનો નાશ થાય છે, પણ તે પરમાણુની અવસ્થા માટીપણે તો રહે છે; તેમાં ઈશ્વરને કરવાપણું કે ફળ આપવાપણું હોતું નથી. રૂનું ૨૫ મણનું ધોકડું જલદી સળગી જાય, પણ પ્રેસ કરેલી પાકી ગાંસડી સળગી જતાં વાર લાગે, તેમ કોઈ કર્મમાં ફળની અધિક શક્તિ, તો કોઈમાં થોડી શક્તિ હોય છે. કોઈમાં ઘણો કાળ, તો કોઈમાં થોડો કાળ તે શક્તિ રહે છે વગેરે સમજવું. અંગૂઠામાં ખીલીનું દરદ થાય તેમાં પીડાનું ક્ષેત્ર થોડું, રજકણ થોડા, પણ તેની વેદના ઘણી; તેમ જ જે કર્મનો સ્વભાવ છે, તે તે તેવી રીતે તેનું ફળ આપીને છૂટાં પડી જાય છે; જેમ સાકરનો ગાંગડો મોઢામાં મૂકયો, પછી ગળીને તેનાં રજકણો છૂટાં પડી જાય છે તેમ. સાકરનો ગાંગડો કંઈ અફીણપણે સ્વાદ ન આપે, તેમ પાપરૂપ બુદ્ધિવડે બંધાયેલાં કર્મ પાપપણે જ ભોગવવાં પડે, પણ તે બધાં સ્થિતિવાળાં છે એટલે તેની સ્થિતિ પૂરી થતાં તે છૂટી જાય છે. પૂર્વભવે અશુભ પરિણામ જે પાપનાં કરેલાં તેનું ફળ વર્તમાનમાં દેખાય છે. તેની કોઈ ના પાડે કે મારે એ ન જોઈએ, પણ મને પુણ્યફળ જોઈએ, તે તો બને નહિ. પૂર્વભવે જે અશુભ પરિણામ કરેલ તેનું ફળ આવતાં તેનો નકાર કરે-અરુચિ કરે, તે પોતાની હયાતીનો નકાર કરે છે. કેમ કે પૂર્વે હું નહોતો, મેં પાપ કર્યા જ નથી એમ તે માને છે, તેથી પોતાના આત્માની જ ના પાડે છે. પણ હું પૂર્વે હતો. આ મારી ભૂલનું ફળ છે, એ ભૂલ મારો સ્વભાવ નથી, પુણ્ય-પાપવાળો હું નથી એમ માની રાગથી રહિત, કલુષિત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com