________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૫]
[૨૯૫ ફળ આપે નહિ. જીવ તેમાં ઇષ્ટ-અનિષ્ટપણે કહ્યું છે, અને જ્ઞાતાપણું ભૂલીને તેમાં કર્તા ભોક્તાપણું માને છે. જેવા રાગભાવ જીવ કરે છે તેવાં જડકર્મ આવીને બંધાય છે; એટલે મનુષ્યપણાને યોગ્ય જે પ્રકારે ભાવ કર્યા હોય તે પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંયોગવાળો મનુષ્યભાવ જીવ પામે છે. ઢોર, નારકી કે દેવના ભવના ભાવ કરે તો તેવા સંયોગ પામે; કુરૂપપણું-સુરૂપપણું, નિર્ધનપણાના કે સધનપણાના સંયોગ એ રીતે મળે છે. દેવનું આયુષ્ય પૂરું કરીને જીવ ઢોરમાં પણ જાય, વગેરે જીવને અનેક દેહ ધારણ કરવા પડે છે. જીવ જાતિ અપેક્ષાએ બધા સરખા છે છતાં પુણ્ય-પાપને લીધે શુભાશુભ કર્મની તારતમ્યતાથી ફેર દેખાય છે; તેમ સર્વ મનુષ્યોને મનુષ્યપણું સમાન છે છતાં કોઈ સુખી, કોઈ દુઃખી આદિ અનેક વિચિત્રતા દેખાય છે. કોઈ તન નમાલા-બુદ્ધિહીન હોય છતાં લાખોપતિ શ્રીમંત હોય છે અને મહા બુદ્ધિવંત અને સજ્જન હોવા છતાં નિર્ધન પણ હોય છે. સ્ત્રી સુંદર અને ચતુર હોય, તેનો પતિ મૂઢ જેવો અને કુરૂપ હોય છતાં સ્ત્રી પવિત્રતા હોય છે. વળી પુરુષ સુંદર બુદ્ધિવંત હોય, છતાં તેનાથી વિપરીત હોય. તેમ દરેક જીવોનાં પુણ્ય-પાપનાં ફળના સંયોગોની વિચિત્રતા જગતમાં જોવામાં આવે છે, તે પુણ્ય-પાપનાં ફળ છે. આ ઉપરથી એમ કહેવું છે કે જે જીવો પુણ્ય-પાપમાં રાગ-દ્વેષ કરીને વર્તે છે તેને પોતાનું અકર્તાપણું, નિર્દોષપણું જ્ઞાતાપણું કેવું છે તેનું ભાન નથી. તેવા જીવોએ સગવડતાને માટે પુણ્યને ઠીક માન્યું હોય છે તેઓને શુદ્ધ ચૈતન્ય આત્માનો અનાદર જ છે. પુણ્યરૂપ જડ ભાવનો જેને આદર છે તે નિગોદમાં જ જવાના છે. પુણ્ય અને પાપ તે ઉપાધિભાવ છે, ઉપાધિજન્ય સંયોગો છે તેને ઠીક માનવા, તેની રુચિ કરવી તે સ્વયં અપરાધ છે, સ્વની હિંસા છે. પુણ્યથી ધર્મ માનનારા નિર્દોષ તત્ત્વની પ્રતીત વિના મરીને કયાં જશે? જ્ઞાની કહે છે કે રાગની ચિવાળાનો સંસાર અનંતકાળ રહેવાનો છે. આત્મામાં ભેદ નથી, ઉપાધિ નથી. પણ પોતે પોતાને ભૂલીને શુભાશુભ કર્મનો કર્તા થયો, તેથી વર્તમાનમાં તેનું ફળ પ્રત્યક્ષ દેખાય છે. કારણ વિના કાર્ય કેમ બને? એક જીવ જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં લગી દુઃખના સંયોગમાં ન સપડાય એવું પણ બને છે. શાલિભદ્રની વાત છે કે પગનાં તળિયાં ઘસાણાં નહોતાં એટલી સુકોમળતા હતી, તેમણે ટાઢ તાપ પણ વેઠેલ નહોતા, એવા સુખી ગૃહસ્થ પણ હોય. અને એક જન્મતાં જ દુઃખી હોય છે. આ શાલિભદ્ર સુકોમળ ગૃહસ્થ મહા પુણ્યવંત છતાં જ્યાં સાંભળ્યું કે મારે માથે ધણીરાજા ! હું પરાધીન ! પરાધીનતાનું ભાન થયું કે તરત જ પુણ્યની ધૂળ છોડી મુનિ થઈને ચાલી નીકળ્યા. ૮૪. હવે અહીં ફળદાતા ઈશ્વર નથી એમ કહે છે :
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com